હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા સરકારી આયુર્વેદ હોસ્પિટલ,ખાતે તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો માટે એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં તાલુકાની આશરે ૫૦થી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.શિબિર દરમિયાન બહેનોને શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે યોગ, પ્રાણાયામ તેમજ આયુર્વેદ મુજબ નિરોગી રહેવા માટેની ‘ઋતુચર્યા’વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરકારી આયુર્વેદ હોસ્પિટલ દેવગઢ બારીયાના વૈદ્ય પંચકર્મ વૈદ્ય પિયુષ એન.શાહ તથા યોગ નિષ્ણાંત અજીતસિંહ રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત તમામ બહેનોને રોજિંદા જીવનમાં યોગ અને આયુર્વેદિક જીવનશૈલી અપનાવવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
