હિન્દ ન્યુઝ, મોરબી મોરબી નજીક ધરમપુર-ટીંબડી બ્રિજના નિર્માણ કાર્ય સ્થળે બનાવેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળતાં, નાગરિકોની સુરક્ષા અર્થે સદર રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો. નાગરિકો અને વાહનચાલકોની સુવિધા માટે તંત્ર દ્વારા નેશનલ હાઇવે તરફથી વૈકલ્પિક ડાયવર્ઝન માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે. તમામ વાહનચાલકોને નિર્ધારિત વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ.
Read MoreDay: July 24, 2026
હળવદ-સરા રોડ પર કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ: વાહનચાલકો માટે કડિયાણા થઈને વૈકલ્પિક માર્ગ જાહેર
હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે હળવદથી સરા તરફ જતા માર્ગ પર આવેલા કોઝવે ઉપરથી પાણીનો ભારે પ્રવાહ વહી રહ્યો હોવાથી, સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે સાવચેતીના ભાગરૂપે આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. વાહનચાલકો તથા સ્થાનિક નાગરિકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા હળવદ થી કડિયાણા થઈને સરા તરફ જવાનો વૈકલ્પિક માર્ગ પૂરો પાડવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું પાલન કરવા, પાણીના વહેણવાળા બંધ રસ્તા પર…
Read Moreતાપી અપડેટ : ભારે વરસાદને પગલે 145 રસ્તાઓ બંધ
હિન્દ ન્યુઝ, 🚨 તાપી તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે પંચાયત (માર્ગ-મકાન) વિભાગ હસ્તકના 145 રસ્તાઓ પર વાહનવ્યવહાર સ્થગિત; તંત્ર દ્વારા તમામ સ્થળે માર્ગ પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. પાણી ઓસરતા જ રસ્તાઓ ઝડપથી શરૂ કરવામાં આવશે. ડોલવણ તાલુકામાં 61, વ્યારામાં 45, વાલોડમાં 18, સોનગઢમાં 12 અને ઉકાઈમાં 8 રસ્તાઓ પર પાણી ભરાવા કે ક્ષતિના કારણે વાહનવ્યવહાર ક્ષણિક બંધ છે. જ્યારે ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં પંચાયત વિભાગ હસ્તકનો એક પણ રસ્તો બંધ નથી.
Read Moreનાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર ચાલુ વરસાદે પણ ખડેપગે કાર્યરત
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે કલેક્ટર રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર ચાલુ વરસાદે પણ ખડેપગે કાર્યરત છે અને તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. વાહનવ્યવહાર સુચારુ રહે તે માટે અડાલજ-કુડાસણ માર્ગ, ડભોડા ગામે ડભોડા મુખ્ય માર્ગ પર, પ્રેસ સર્કલથી એસપી રોડ સહિતના સ્થળોએ ધરાશાયી થયેલા વૃક્ષોને તાત્કાલિક હટાવવામાં આવ્યા છે. નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જેસીબી સહિતના મશીનોની મદદથી પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
Read Moreઉત્તર ગુજરાતમાં મેઘમહેર…
હિન્દ ન્યુઝ, વલસાડ છેલ્લા બે કલાકમાં વાવ-થરાદના દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ; ભાભર, ધનસુરા (અરવલ્લી), લીલિયા (અમરેલી) અને સાંતલપુર (પાટણ) તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ… 38,653થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર; 5,547થી વધુ ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ… નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં કોસ્ટ ગાર્ડ દ્વારા એરિયલ સર્વે તેમજ બીલીમોરા અને ગણદેવીમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ… રાજ્યભરમાં NDRF અને SDRF ની કુલ ૪૯ ટીમો તૈનાત; અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે ઇન્ડિયન આર્મીની 06 ટીમો (પ્રત્યેક સ્થળે 2-2 ટીમો) ડિપ્લોય…
Read Moreવરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર તાલુકામાં સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના નિર્દેશમાં ચિલોડા (દભોડા) અને સંચોલી વિસ્તારમાંથી પ્રથમ તબક્કે 15 જેટલાં મહિલાઓ અને બાળકોને સ્થાનિક શાળામાં સુરક્ષિત રીતે શિફ્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ આશ્રયસ્થાન ખાતે રહેવા, સુવા તેમજ ભોજનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ વરસાદની સ્થિતિ સર્જાય તો 60થી વધુ લોકોને આશ્રય આપવા માટેની સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી નિકાલની કામગીરી પણ સતત…
Read More