હિન્દ ન્યુઝ, 🚨 તાપી
તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે પંચાયત (માર્ગ-મકાન) વિભાગ હસ્તકના 145 રસ્તાઓ પર વાહનવ્યવહાર સ્થગિત; તંત્ર દ્વારા તમામ સ્થળે માર્ગ પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. પાણી ઓસરતા જ રસ્તાઓ ઝડપથી શરૂ કરવામાં આવશે.
ડોલવણ તાલુકામાં 61, વ્યારામાં 45, વાલોડમાં 18, સોનગઢમાં 12 અને ઉકાઈમાં 8 રસ્તાઓ પર પાણી ભરાવા કે ક્ષતિના કારણે વાહનવ્યવહાર ક્ષણિક બંધ છે. જ્યારે ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકામાં પંચાયત વિભાગ હસ્તકનો એક પણ રસ્તો બંધ નથી.
