હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે કલેક્ટર રવિન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સુવિધા અને સુરક્ષા માટે જિલ્લા વહીવટી તંત્ર ચાલુ વરસાદે પણ ખડેપગે કાર્યરત છે અને તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
વાહનવ્યવહાર સુચારુ રહે તે માટે અડાલજ-કુડાસણ માર્ગ, ડભોડા ગામે ડભોડા મુખ્ય માર્ગ પર, પ્રેસ સર્કલથી એસપી રોડ સહિતના સ્થળોએ ધરાશાયી થયેલા વૃક્ષોને તાત્કાલિક હટાવવામાં આવ્યા છે. નીચાણવાળા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જેસીબી સહિતના મશીનોની મદદથી પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે.
