હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ

હિન્દ ન્યુઝ,    ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ દ્વારા તા. 23 જુલાઈ, 2026 માટે જાહેર કરાયેલી હવામાન આગાહીમાં ગુજરાત રાજ્યના દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર તથા અન્ય કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લાના નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા, વીજળીના થાંભલા અને વૃક્ષોથી દૂર રહેવા તેમજ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા…

Read More

ડાંગ જિલ્લામાં છેલ્લાં ૧૦ કલાક દરમિયાન ૧૪૭.૬૭ મી.મી વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ડાંગ     વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં થઈ રહેલા મુશળધાર વરસાદને પગલે કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો અને માર્ગો પર તાત્કાલિક રાહત તથા મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની સમગ્ર પરિસ્થિત ઉપર કલેક્ટરશ્રી તેમજ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.  જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, આજે તા. ૨૩ મી જુલાઈના રોજ સવારે ૬:૦૦ કલાકથી સાંજના ૪:૦૦ કલાક સુધીના ૧૦ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૧૧૪ મી.મી. (મોસમનો કુલ ૧૪૨૩ મી.મી), સુબીર તાલુકામાં ૧૧૪ મી.મી (મોસમનો કુલ ૧૨૪૩…

Read More

ગાંધીનગર જિલ્લા ખાતે એપ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     નાગરિકોની સુરક્ષા અને હવામાનની સચોટ માહિતી માટે ગાંધીનગર જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર (કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી) અને GSDMA દ્વારા “મૌસમ” (MAUSAM) અને “સચેત” (SACHET) એપ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. IMD ની ‘મૌસમ’ એપ દૈનિક હવામાન, તાપમાન અને વરસાદના તાજા અપડેટ્સ આપે છે, જ્યારે ‘સચેત’ એપ ચક્રવાત, પૂર કે અતિભારે વરસાદ જેવી આપત્તિઓ સામે લોકેશન આધારિત પૂર્વ ચેતવણીઓ અને સુરક્ષા માર્ગદર્શન પૂરું પાડે છે. આ બંને એપ્સ Google Play Store અને Apple App Store પરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈપણ કટોકટીમાં તાત્કાલિક સહાય માટે ટોલ…

Read More

ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં, કલેક્ટર રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે આવતીકાલે તા. 24 જુલાઈના રોજ જિલ્લાની તમામ આંગણવાડીઓ, સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી…

Read More

1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સમયસર કામગીરીથી ગાય અને વાછરડાનો બચાવ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાના વિભાપર ગામે એક ગાયને પ્રસૂતિ દરમિયાન ગંભીર જટિલતા (ડિસ્ટોશિયા) સર્જાતા કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962ની ટીમે સમયસર સ્થળ પર પહોંચી કુશળ સારવાર દ્વારા ગાયની સફળ પ્રસૂતિ કરાવી હતી. પ્રસૂતિ બાદ ગાય અને વાછરડું બંને સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. વિભાપર ગામના પશુપાલક શ્રી બુધાભાઈ ધ્રાંગિયાની ગાય ગઈ રાતથી પ્રસૂતિની પીડામાં હતી. રવિવારના દિવસે અન્ય સારવારની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી પશુપાલક ચિંતિત બન્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગર્ભમાં વાછરડું ઊંધું ફસાઈ જવાને કારણે સામાન્ય પ્રસૂતિ શક્ય નહોતી. પશુપાલકે તાત્કાલિક 1962 કાર્યક્રમ, જામનગરના પ્રોગ્રામ…

Read More

અડધી રાતે ભટકતી માનસિક અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ તારણહાર બની

હિન્દ ન્યુઝ, જામનગર રાજકોટથી જામનગર પહોંચેલી યુવતીનું સમયસર કાઉન્સિલિંગ કરી 181ની ટીમે ચિંતાતુર પરિવારની શોધખોળનો અંત આણ્યો; પરિવારે ટીમનો આભાર માન્યો જામનગર તા.૨૨, અડધી રાતે રસ્તા પર એકલી ભટકતી અને પોતાનું સરનામું પણ યાદ ન હોય તેવી માનસિક રીતે અસ્વસ્થ યુવતી માટે ‘181 અભયમ’ મહિલા હેલ્પલાઇન ટીમ તારણહાર સાબિત થઈ છે. ટીમની સતર્કતા, સંવેદનશીલતા અને ત્વરિત કામગીરીના પરિણામે યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે મિલાવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ઘટનાની વિગત અનુસાર, રાજકોટથી જામનગર તરફ આવી રહેલા એક જાગૃત નાગરિકને રસ્તામાં પેટ્રોલ પંપ પાસે એક અસહાય યુવતી…

Read More

પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધારી, સ્વસ્થ જીવનનો સંદેશ આપતા જામનગરના ખેડૂત જયસુખભાઈ કપુરિયા

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામના ખેડૂત જયસુખભાઈ કપુરિયા પોતાના પાંચ વીઘાના માધવ પ્રાકૃતિક ફાર્મમાં વર્ષ ૨૦૧૯થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બન્યા છે. જયસુખભાઈ પોતાના ખેતરમાં ઋતુ મુજબ પ્રાકૃતિક પદ્ધતિથી પાકોની વાવણી કરે છે, જેમાં ચોમાસામાં મગફળી, શિયાળામાં ઘઉં, ચણા, જીરું અને ઉનાળામાં મગ અને મઠનું વાવેતર કરે છે. જયસુખભાઈ જણાવે છે કે, તેમના દ્વારા વેચાણ કરવામાં આવતી તમામ પ્રોડક્ટ્સ તેમના ખેતરમાંથી પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત થયેલી શુદ્ધ અને ગુણવત્તાયુક્ત છે. ગ્રાહકોને વ્યાજબી કિંમતે પોષકતત્વોથી ભરપુર આહાર પૂરો પાડવા તેઓ…

Read More

વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે વહીવટી તંત્રની જનતાને અપીલ

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે જિલ્લાના નાગરિકોને સુરક્ષિત સ્થળે રહેવા તેમજ કોઈપણ કારણ વગર ઘરથી બહાર ન નીકળવા અપીલ કરી છે. વરસાદ દરમિયાન ઘણા લોકો પાણી જોવા અથવા પરિસ્થિતિ નિહાળવાના બહાને બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળતા હોય છે. જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક થવાના કારણે બચાવ તેમજ રાહત કામગીરીમાં તંત્રને મુશ્કેલી ઉભી થાય છે. કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ નાગરિકોને જનહિતમાં અનુરોધ કર્યો…

Read More

વલસાડ જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ઔરંગા નદીની વિઝિટ લીધી

હિન્દ ન્યુઝ, વલસાડ     વલસાડ જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ગુરૂવારે સવારે ઔરંગા નદીના કાંઠે વિઝિટ લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.    આ દરમિયાન જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાને જણાવ્યું કે, છેલ્લા ૧૨ કલાક દરમિયાન અપેક્ષા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવરટોપિંગ) તેમને સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફની વધારાની ટીમો તેમજ અધિકારીઓ મોકલવામાં આવી રહ્યા છે. સમગ્ર વહીવટી તંત્ર સતત ફિલ્ડમાં રહીને રાહત અને બચાવની કામગીરીમાં વ્યસ્ત છે.…

Read More

વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે આવી પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો

હિન્દ ન્યુઝ, વલસાડ     વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ અને પૂરની સ્થિતિને પગલે જિલ્લા પ્રભારી મંત્રી તેમજ આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર ઉદ્યોગ અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વલસાડ આવી પહોંચ્યા હતા અને પૂર નિયંત્રણ કક્ષની મુલાકાત લઈ જિલ્લામાં ચાલી રહેલી રાહત, બચાવ અને સેવાકીય પ્રવૃતિની માહિતી મેળવી હતી.          આ મુલાકાત વેળા મંત્રીએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના દરેક તાલુકામાં ધોધમાર વરસાદ છે, મે મારા અત્યાર સુધીના જાહેર જીવનમાં પ્રથમવાર આટલો વરસાદ જોયો છે. આવા સંજોગોમાં આપણા જિલ્લામાં આવેલી નદીઓમાં પણ ઘોડાપૂર વહી રહ્યા છે. જેના કારણે…

Read More