ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

      હવામાન વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. નાગરિકોની સુરક્ષા અને વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં, કલેક્ટર રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે આવતીકાલે તા. 24 જુલાઈના રોજ જિલ્લાની તમામ આંગણવાડીઓ, સરકારી, અનુદાનિત અને સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક શાળાઓ તેમજ કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી રજા જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગની આ આગાહીને ધ્યાને રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે વરસાદ દરમિયાન બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું. વીજળીના થાંભલા, ખુલ્લા વાયરો અને વૃક્ષો નીચે ઉભા રહેવાનું ટાળવું. કોઈપણ કટોકટી કે આપત્તિજનક સ્થિતિમાં તાત્કાલિક જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ છે.

Related posts

Leave a Comment