આરટીઓ કચેરી, આણંદ ખાતે લેવાનાર ડ્રાઇવિંગ ટેસ્ટ તા. ૨૨ અને તા. ૨૩ સપ્ટેમ્બર ના રોજ બંધ રહેશે

હિન્દ ન્યુઝ, આણંદ

     આણંદ ખાતેની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી ખાતે લેવામાં આવતા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ટેકનિકલ કામગીરી ચાલી રહી હોવાથી આગામી તા.૨૨-૦૯-૨૦૨૫ને સોમવાર અને તારીખ ૨૩-૦૯-૨૦૨૫ ના મંગળવાર ના રોજ લેવાતા ડ્રાઇવિંગ ટેસ્ટ યોજાઈ શકશે નહીં તેથી, આ બંને દિવસોમાં નિર્ધારિત થયેલ તમામ અરજદારોની એપોઇન્ટમેન્ટ પુનઃનિર્ધારિત રીસીડ્યુલ્ડ કરી તા.૨૫-૦૯-૨૦૨૫ અને તારીખ ૨૬-૦૯-૨૦૨૫ રાખવામાં આવી છે. 

અરજદારઓને આ બાબતેની જાણ તેમના રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજથી કરવામાં આવી છે. જે અરજદારઓ આ બે દિવસો ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાના હતા તેમણે નવો નક્કી કરાયેલ સમય મુજબ કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા હાજર રહેવા આરટીઓ કચેરી આણંદના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી દ્વારા જણાવાયું છે. 

Related posts

Leave a Comment