ગીર સોમનાથ જિલ્લાનાં માનવ વસાહત વિનાનાં ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના-મોટા કુલ-૦૫ ટાપુઓ/રોક(ખડક) આવેલા છે. જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય, આ ટાપુઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ઘૂસણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને‌ જિલ્લાની સુરક્ષા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી રાજેશ આલે માનવ વસાહત અસ્તિત્વમાં ન હોય એવા ટાપુઓ/રોક(ખડક) પર પ્રવેશબંધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

આ જાહેરનામાં અનુસાર જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સીમર ભેંસલા આઈલેન્ડ, સીમર ભેસલા રોક, સરખડી વિસ્તારમાં રોક, સૈયદ રાજપરા રોક, માઢવાડ ભેસલા ટાપુઓ/રોક(ખડક) ઉપર કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહીં કે ઘૂસણખોરી કરવા તેમજ સુરક્ષાને લગત કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવુ કોઈ કૃત્ય કરવાં પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યાં છે.

આ જાહેરનામુ તા.૨૩/૦૯/૨૦૨૫થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાયસંહિતાની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment