માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોડિયા તાલુકાના કેશિયા રોડ પરના કોઝવેનું તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર    જોડિયા તાલુકાના કેશિયા ટુ એસ.એચ. રોડ પર આવેલા કોઝવેનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી આ માર્ગ પરનો વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બન્યો છે. આ કોઝવે ૯૦૦ મી.મી. વ્યાસના ૧૦ રો ના પાઇપ ધરાવે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે કોઝવેના ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ધોવાણ થવા પામ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન દરમિયાન આ ધોવાણ ધ્યાને આવતાં જ સ્થળ પર તાત્કાલિક જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ત્વરિત પગલાં…

Read More

તેજસ્વીની સંસ્કૃતિધામ વાસુર્ણ (ડાંગ) ખાતે વિશિષ્ટ રીતે ગુરુપૂર્ણિમાની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ     “જીવનમાં મોટામાં મોટો યોગ છે ‘સહયોગ’ અને મોટામાં મોટું આસન છે ‘આશ્વાસન’”. બ્રહ્મવાદિની હેતલ દીદીના આ સૂત્રને સાર્થક કરતા તેજસ્વીની સંસ્કૃતિ ધામ, વાસુર્ણ (ડાંગ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની અનોખી અને માનવતાવાદી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવતા લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ કપરી સ્થિતિને ધ્યાને રાખી પૂ. હેતલ દીદીએ ભક્તોને ધામ પર આવવાના બદલે, રેલ પીડિતોને યથાશક્તિ સહાય કરવાનું આહ્વાન કર્યું હતું, અને તેને જ સાચી ગુરુદક્ષિણા ગણાવી હતી. પૂજ્ય દીદીની આ હાકલને શિરોમાન્ય રાખી…

Read More

દાહોદ ખાતે જિલ્લા સ્તરીય TEJAS ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપ યોજાયો

હિન્દ ન્યુઝ, દાહોદ    જિલ્લા સ્તરે ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે TEJAS (Transforming Entrepreneurial Journeys Across States & Districts) પહેલ અંતર્ગત દાહોદ શ્રીરંગ રિસોર્ટ નગરાળા ખાતે જિલ્લા સ્તરીય ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ જાગૃતિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ વર્કશોપનું સંયુક્ત આયોજન જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), દાહોદ, સ્ટાર્ટઅપ એસોસિએશન, ગુજરાત સરકાર તથા સ્ટાર્ટઅપ ઇન્ડિયા (DPIIT), ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા અંગે જાગૃતિ લાવવાનો, નવીન વિચારોને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદ્યાર્થીઓ, યુવા ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ્સ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગ નિષ્ણાતો અને સરકારી…

Read More

જામનગર ખાતે PC & PNDT એક્ટ અન્વયે જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લામાં ‘પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ’ ના ચુસ્ત અને અસરકારક અમલીકરણ તેમજ નિયમિત દેખરેખ માટે જિલ્લા પંચાયત, જામનગર ખાતે ‘જિલ્લા સલાહકાર સમિતિ’ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં ભૃણ હત્યા જેવી સામાજિક બદીને અટકાવવા અને સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અન્વયે વહીવટી પ્રક્રિયાઓને વધુ વેગવંતી બનાવવા ચિંતન કરાયું હતું.બેઠકની શરૂઆતમાં અગાઉની મીટિંગના અહેવાલનું વાંચન કરવામાં આવ્યું હતું અને તેના પર લેવાયેલા પગલાંની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન લેવાયેલા મુખ્ય નિર્ણયોમાં સમિતિ સમક્ષ આવેલી વિવિધ અરજીઓ અન્વયે નિયમાનુસાર પાત્રતા ધરાવતા નવાં સોનોગ્રાફી ક્લિનિક્સ તેમજ સંબંધિત એજન્સીઓને રજિસ્ટ્રેશન…

Read More

જોડિયા તાલુકાના હડિયાણા ખાતે બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત માર્ગદર્શન શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, જોડિયા    જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામે બાગાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા ખેડૂતો માટે બાગાયતી ખાતાની યોજનાઓ અને પ્રાકૃતિક ખેતીના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં વિસ્તારના ૧૦૦થી વધુ બાગાયતી ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.જેમાં ખેડૂતોને બાગાયતી પાકોના આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉત્પાદન, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, ગુણવત્તા સુધારણા તથા મૂલ્યવર્ધન દ્વારા ખેતીમાંથી વધુ આવક મેળવવા અંગે માર્ગદર્શિત કરાયા હતા. આ પ્રસંગે કે.વી.કે. જામનગરના સીનિયર સાયન્ટિસ્ટ અને હેડ ડૉ. કે. પી. બારૈયા, મદદનીશ બાગાયત નિયામક ડૉ. વી. એ. સુરેલા તથા બાગાયત અધિકારી શ્રી વાય. એ.…

Read More

જામનગર સહિત રાજ્યભરમાં તા.૨ ઓગસ્ટ સુધી વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સતર્ક

હિન્દ ન્યુઝ, જામનગર    ભારતીય હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લામાં આગામી તા.2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી સંભવિત પરિસ્થિતિઓને અસરકારક રીતે પહોંચી વળવા માટે જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં વરસાદી પરિસ્થિતિ દરમિયાન જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તેમજ જરૂરી સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ વિભાગોને સતત સતર્ક રહી સંકલન સાથે કામગીરી કરવા અને કોઈપણ પ્રકારની આપત્તિજનક સ્થિતિ સર્જાય તો ત્વરિત પ્રતિસાદ…

Read More

દેવગઢ બારીયાના ચેનપુર, રૂવાબારી, નાની ખજૂરી અને કાકલપુરમાં પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, દેવગઢ બારીયા દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના ચેનપુર, રૂવાબારી, નાની ખજૂરી અને કાકલપુર ગામોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા અનુભવી અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ગામના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને તેનાથી થતા આર્થિક તથા જમીનને થતા ફાયદાઓ વિશે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. રસાણમુક્ત અને સ્વસ્થ ખેતી તરફ ખેડૂતો વળે તે હેતુથી આ તાલીમ યોજવામાં આવી હતી. તાલીમ દરમિયાન માત્ર સૈદ્ધાંતિક જ નહીં, પરંતુ પ્રાયોગિક માર્ગદર્શન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.જેમાં ખેડૂતોને…

Read More

નારદીપુર ખાતે ‘બાગાયતી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી’ વિષય પર ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર સ્થિત બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં કલોલ તાલુકાના આશરે ૧૨૦ જેટલા ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ✨ કાર્યક્રમના મુખ્ય અંશો: 🔹 સરકારી યોજનાઓની માહિતી: બાગાયત વિભાગની સહાયલક્ષી યોજનાઓ અને i-Khedut (આઈ-ખેડૂત) પોર્ટલ પર અરજી કરી આર્થિક સમૃદ્ધિ મેળવવા ખેડૂતોને પ્રોત્સાહિત કરાયા. 🔹 પ્રાકૃતિક ખેતી પર ભાર: રાસાયણિક ખેતીથી સ્વાસ્થ્ય પર થતાં નુકસાન સામે ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરવામાં આવી. 🔹 તજજ્ઞોનું માર્ગદર્શન: જગુદણ બાગાયત મહાવિધાલયના…

Read More

વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિત રાજ્યના તમામ કલેક્ટરઓ સાથે સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગર જિલ્લામાં આગામી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા પૂર્વતૈયારીઓ તેજ કરવામાં આવી છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ (મહેસૂલ) ના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કલેક્ટર રવિન્દ્ર ખતાલે સહિત રાજ્યના તમામ કલેક્ટરઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સંભવિત આપત્તિ સામે ઝીરો કેઝ્યુઅલ્ટીના અભિગમ સાથે આપત્તિ વ્યવસ્થાપન, નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા, સ્થળાંતરની તૈયારીઓ અને ઈમરજન્સી સેવાઓ સુસજ્જ રાખવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન અને નિર્દેશો આપવામાં આવ્યા હતા.

Read More

ગુજરાતમાં વાવાઝોડા અને ભારે વરસાદનું સંકટ: તમામ જિલ્લાઓ એલર્ટ : ૨૪ થી ૪૮ કલાક અત્યંત નિર્ણાયક

હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત તરફ ઝડપથી વધી રહેલી હવામાનની તીવ્ર સિસ્ટમને પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી આ સિસ્ટમ રાજ્યની નજીક આવતા વધુ બળવત્તર બનવાની તીવ્ર શક્યતા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રને અત્યંત હાઇ એલર્ટ પર રહેવા અને આગામી ૨૪ થી ૪૮ કલાકમાં યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવા માટે વિશેષ માર્ગદર્શિકા (Advisory) જારી કરવામાં આવી છે. ​વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર કલર-કોડેડ…

Read More