જિલ્લામાં આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવારા ઉન્ડ-ધી-કલોક ૨૪ કલાક કંટ્રોલરૂમ કાર્યરત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ દરમિયાન કોઇપણ પ્રકારના અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો ઈણાજ ખાતેના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમ પર સંપર્ક કરીને નાગરિકો મદદ મેળવી શકશે. કંટ્રોલરુમ ઉપરાંત વિવિધ વિભાગો દ્વારા પણ નંબર જાહેર કરવામાં આવ્યાં છે. વર્ષાઋતુ -૨૦૨૬ અન્વયે જિલ્લામાં ૨૪ કલાક માટે રાઉન્ડ ધી કલોક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ફોન નંબર (૦૨૮૭૬) ૨૮૫૦૬૩/૬૪ અને હેલ્પલાઇન નંબર ૧૦૭૭ પર કટોકટીની સ્થિતીમાં સંપર્ક કરીને જરુરી મદદ મેળવી શકાશે. તદુપરાંત, જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જેમાં…

Read More

ભારે વરસાદને લઈને મહુવા તાલુકાના પંચાયત હસ્તકના બે માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા

હિન્દ ન્યુઝ, સુરત     સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા બે દિવસથી સુરત જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળાઓમાં પાણીની વ્યાપક આવક થતાં મહુવા તાલુકા પંચાયત હસ્તકના બે માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર માટે અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યા છે. નાગરિકોની સુરક્ષા અને અગવડતા ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે જાહેર જનતાને અનુરોધ છે.    મહુવા તાલુકાનો મધુરૈયા કાંકરીયા રોડ ભારે વરસાદના કારણે ઓવરટોપીંગ થવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે, આ વિસ્તારના વાહનચાલકો અને નાગરિકો…

Read More

માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે ૧૮ નોડેલ ઓફિસરની નિયુક્તિ કરતા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા

હિન્દ ન્યુઝ, માંજલપુર       મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, કોમ્પ્યુટરાઇઝેશન, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ, ખર્ચ સહિતના નોડેલ નિયુક્ત કરાયા  વડોદરા શહેરની પાંચ પૈકી એક ખાલી પડેલી વિધાનસભા બેઠક ૧૪૫ – માંજલપુરની ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પેટા ચૂંટણીના કાર્યક્રમ બાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડો. અનિલ ધામેલિયા દ્વારા વિવિધ સમિતિની રચના કરી નોડેલ ઓફિસરની નિયુક્તના આદેશ જારી કરવામાં આવ્યા છે અને તેમની સાથે બેઠક યોજી મુક્ત, ન્યાયી રીતે ચૂંટણી પ્રક્રીયા કરવા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.  જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મેનપાવર મેનેજમેન્ટ, ટ્રેઇનિંગ, મટિરિલ્સ, ટ્રાન્સપોર્ટ, ઇવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ,…

Read More

જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને દાહોદ ઘટક ૧ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોષીના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક ૧ ના આંગણવાડી કાર્યક્રર બહેનોની બેઠક યોજાઈ હતી.  આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે સુપોષિત દાહોદની એન્ટ્રી, Avt head count પૂર્ણા પોર્ટલ એન્ટ્રી પોષણ સંગમ સ્ટોકનીજાળવણી FRS દ્વારા THR એન્ટ્રી ફેસ કેપ્ચર સહિત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી…

Read More

૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૦૨/૦૭/૨૦૨૬ના રોજથી અમલમાં આવતી આદર્શ આચાર સંહિતા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૦૨/૦૭/૨૦૨૬ના રોજથી ભારતના ચૂંટણી પંચે બહાર પાડેલ રાજકીય પક્ષો અને ઉમેદવારોની આચાર સંહિતા, અધિકારી/કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ સહિતની મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટેની કેટલીક બાબતો ૧૪૫-માંજલપુર વિધાનસભા મતવિસ્તાર જ્યાં સ્થિત છે તે વડોદરા જિલ્લાના સમગ્ર ભૌગોલિક વિસ્તારમાં અમલમાં આવે છે, જ્યારે કેટલીક બાબતોનો અમલ ઉપર્યુક્ત જિલ્લાના વિધાનસભા મતવિસ્તાર પૂરતો જ કરવાનો છે. ભારતના ચૂંટણી આયોગની સૂચનાઓ અન્વયે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાનું અમલીકરણ, કુદરતી આપત્તિઓના સંજોગોમાં રાહત કાર્યો/બચાવ કામો, દુકાળ/પુર…

Read More

સુરત વરસાદી અપડેટ: તા.૪ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જિલ્લા પ્રશાસન એલર્ટ!

હિન્દ ન્યુઝ, સુરત      જિલ્લા કલેક્ટર તેજસ પરમારે સુરતની વર્તમાન સ્થિતિનો ચિતાર આપતાં રાહતના સમાચાર આપ્યા છે. હાલ જિલ્લામાં પૂરની કોઈ સ્થિતિ નથી. મહત્વના પોઈન્ટ્સ: – ચાલુ સિઝનમાં સરેરાશ ૨૨૮ મિ.મી વરસાદ નોંધાયો. – અંબિકા (૩૮૯ મિ.મી) અને પલસાણા (૩૬૨ મિ.મી)માં સૌથી વધુ વરસાદ. – નીચાણવાળા વિસ્તારોમાંથી પાણીનો નિકાલ કરાયો છે, કોઈ જાનહાનિ નથી. – મહુવા તાલુકાના ૨ ગ્રામ્ય રસ્તા સિવાય વાહન વ્યવહાર સામાન્ય છે. ખાસ સાવચેતી રાખો: વીજળીના થાંભલા, જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષોથી દૂર રહો. કોઈ પણ મુશ્કેલીમાં સ્થાનિક તંત્ર કે કંટ્રોલરૂમનો સંપર્ક કરો.

Read More

પોરબંદર જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં દરિયાકાંઠે ઊંચા મોજાં અને ભારે કરંટને લઈને નાગરિકોને દરિયાકાંઠે ન જવા વહીવટી તંત્રની તાકીદ

હિન્દ ન્યુઝ, પોરબંદર ભારત સરકારના હવામાન વિભાગની આગાહીને પગલે પોરબંદર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો માટે આગામી ૨૪ કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે અને સાડા ત્રણ (૩.૫) મીટરથી પણ વધુ ઊંચા મોજા ઉછળવાની પ્રબળ સંભાવના જાહેર કરવામાં આવી છે. જે સંદર્ભે પોરબંદર જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જિલ્લાના તમામ નાગરિકોને દરિયાકિનારા ન જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે. હવામાન વિભાગની સત્તાવાર માહિતી અનુસાર, આજ રોજ તા.૨ જુલાઈના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાથી લઈને આવતીકાલ તા.૩ જુલાઈના રાત્રિના ૧૧:૩૦ વાગ્યા સુધીના ૨૪ કલાક દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા…

Read More

છોટાઉદેપુર કલેક્ટર કચેરી ખાતે ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો અને સરકારી કર્મચારીઓને શુદ્ધ, સાત્વિક અને રસાયણમુક્ત કૃષિ ઉત્પાદનો સરળતાથી મળી રહે તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ નવતર પહેલ હાથ ધરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લા કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં ‘પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘આત્મા’ (ATMA) યોજના અને ‘ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ’ના સંયુક્ત ઉપક્રમે વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક ખેતી કરતા સ્થાનિક ખેડૂતોને સીધું બજાર પૂરું પાડવાનો અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત ઓર્ગેનિક અનાજ, શાકભાજી તેમજ અન્ય ચીજવસ્તુઓ ઉપલબ્ધ થશે. આ વેચાણ કેન્દ્ર દર અઠવાડિયે ગુરુવારે સવારે…

Read More

છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ગામની મુલાકાત લઈ નકશા દુરસ્તીના પ્રશ્નો અંગે સ્થળ પર આપ્યું માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને હકારાત્મક નિકાલ માટે એક મહત્વપૂર્ણ સ્થળ વિઝીટ કરવામાં આવી હતી. કલેક્ટરએ છોટાઉદેપુર તાલુકાના પાલસંડા ગામે રૂબરૂ મુલાકાત લઈ રેવન્યુ સર્વે નંબરના નકશા દુરસ્તી અંગેના પ્રશ્નો અને રજૂઆતોને સ્થળ પર માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓની ટીમ સાથે કલેક્ટરએ સર્વે નંબરોની સ્થળ સ્થિતિની બારીકાઈથી ચકાસણી કરી હતી આ મુલાકાત દરમિયાન એસ.એલ.આર. (SLR) છોટાઉદેપુર, આઈ.એલ.આર. (ILR) છોટાઉદેપુર તેમજ છોટાઉદેપુરના મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા. 

Read More

નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     ગાંધીનગર સિવિલ કેમ્પસ ખાતેથી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાનનો રાજ્યવ્યાપી શુભારંભ થયો. તા. 01 થી 07 જુલાઈ દરમિયાન ચાલનારા આ વિશેષ અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરીને હોસ્પિટલ પરિસરોને વધુ સ્વચ્છ, સુંદર અને સુવિધાજનક બનાવવામાં આવશે. આ પહેલમાં આરોગ્યકર્મીઓ સહિત સૌને જોડાઈને સ્વસ્થ, પ્રગતિશીલ ગાંધીનગર અને ગુજરાત માટે અનુરોધ કરવામાં આવે છે.

Read More