ગીર ગાયના સંરક્ષણ અને ગૌસંવર્ધનને વધુ વેગ આપવા કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી અને વન- પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર ગૌશાળાઓની મુલાકાત કરી

હિન્દ ન્યુઝ, પોરબંદર     રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણી અને વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાની મુલાકાત દરમિયાન બાલા હનુમાન ગૌશાળા, બાહરીયા ગૌશાળા તેમજ ધરમપુર સ્થિત ગીર કાઉ સેન્ચ્યુરીની મુલાકાત લઈને ગીર ગાયના સંવર્ધન, સંરક્ષણ અને વૈજ્ઞાનિક ઉછેર માટે થઈ રહેલી કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું.   મંત્રીઓએ કેતનભાઈ ગજ્જરની બાલા હનુમાન ગૌશાળા તથા કિશોરભાઈ ઓડેદરાની બાહરીયા ગૌશાળાની મુલાકાત દરમિયાન ગૌશાળાની વિવિધ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગીર ગાયના સંવર્ધન, ગુણવત્તાયુક્ત ઉછેર, પશુઓના આરોગ્ય, પોષણ અને યોગ્ય સંભાળ અંગે…

Read More

પોરબંદરમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, પોરબંદર     પોરબંદર સર્કિટ હાઉસ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિવિધ વિકાસલક્ષી કાર્યો, જાહેર સુવિધાઓ તેમજ વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ગત જિલ્લા સંકલન બેઠકમાં થયેલી ચર્ચાઓના અનુસંધાને આંગણવાડી કેન્દ્રો, બોખીરા આવાસ યોજના, શાળાઓમાં ઉપલબ્ધ સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોને વેગ આપવા માટે જરૂરી જમીન સંપાદનની કામગીરીની પણ વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે વિકાસલક્ષી યોજનાઓ નિર્ધારિત સમયમર્યાદામાં…

Read More

પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા નવતર પ્રયાસ

હિન્દ ન્યુઝ, પોરબંદર     પોરબંદર જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોને બજાર સાથે જોડવાના હેતુથી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકના અવસરે સર્કિટ હાઉસ ખાતે રિસેપ્શન એરિયામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો વિશેષ સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠક બાદ મંત્રીશ્રીએ સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરવામાં આવેલા વિવિધ ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના મહત્વ અંગે માહિતી મેળવી અને ખેડૂતોને આ પદ્ધતિ અપનાવી ગુણવત્તાસભર તથા આરોગ્યપ્રદ ઉત્પાદન તરફ આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી સહિત ઉચ્ચ અધિકારીઓ અને…

Read More

સાકરદા પ્રાથમિક શાળામાં સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા ૧૯૦ બાળકોને તિથિ ભોજન, ક્રોક્સ અને શૈક્ષણિક ભેટોનું કરાયું વિતરણ

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ તાલુકાની સાકરદા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકાથી ધોરણ-૮ ના કુલ ૧૯૦ વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રોત્સાહક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્માઈલ ફાઉન્ડેશન તરફથી ક્રોક્સ (ફૂટવેર), તાલુકા પંચાયત પ્રમુખશ્રી તરફથી તિથિ ભોજન અને દાહોદ મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ તરફથી ગિફ્ટ આપવામાં આવ્યા હતા. જેમાં બાળકોને બચત ગલ્લા, પેન, ચોકલેટ અને બિસ્કીટ પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ દ્વારા બાળકોને સફાઈ, નિયમિતતા અને જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  કાર્યક્રમને સફળ બનાવવામાં સ્માઈલ ફાઉન્ડેશન ટીમ, નાયબ મામલતદારશ્રી ભાવિકભાઈ પંચાલ, શિક્ષકશ્રી સતિષકુમાર પરમાર…

Read More

અનાથ અને નિરાધાર બાળકો માટે સરકારની સંવેદનશીલ પહેલ : સથવારો બનેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ

હિન્દ ન્યુઝ, દાહોદ     બાળકોનું સુરક્ષિત બાળપણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આત્મનિર્ભર ભવિષ્ય એ કોઈપણ સમાજના વિકાસનો આધાર છે. અનાથ, નિરાધાર અને સંવેદનશીલ પરિસ્થિતિમાં જીવતા બાળકોને સમાજની મુખ્યધારામાં જોડવા માટે જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે.  દાહોદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા આ યોજનાઓના માધ્યમથી અનેક બાળકોને સુરક્ષા, શિક્ષણ અને આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જિલ્લા બાળ સુરક્ષા એકમ : સંવેદનશીલ બાળકો માટે સુરક્ષાનું છત્ર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, દાહોદ ખાતે સરકારના નિયમો…

Read More

ગુરુ ગોવિંદ લીમડી તાલુકા અને ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડો સુધીર જોશી

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ડો સુધીર જોશી એ ગુરુગોવિંદ લીમડી તાલુકો અને ઝાલોદ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી દરમિયાન કેન્દ્રની દૈનિક કામગીરી, લાભાર્થીઓને આપવામાં આવતી સેવાઓ, બાળકોની હાજરી, પૂરક પોષણ આહાર વિતરણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિઓ, સ્વચ્છતા વ્યવસ્થા તથા રજીસ્ટરોની જાળવણીનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્ર પર હાજર લાભાર્થી તથા સગર્ભા ધાત્રી અને બાળકોના વાલીઓ સાથે મળતા લાભ અંગે સમીક્ષા કરી હતી આંગણવાડી કેન્દ્ર પર બનેલ ગરમ નાસ્તો જમવાનું તેની ગુણવત્તાનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કર્યું હતું તથા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ…

Read More

વોકિંગથી શરૂ થયેલી સફર હવે બની સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી

હિન્દ ન્યુઝ, દાહોદ  પ્રાકૃતિક ખેતી:આત્મા પ્રોજેક્ટ    દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવ ખાતે રિડેવલપમેન્ટ બાદ રોજ મોટી સંખ્યામાં લોકો સવાર-સાંજ વોકિંગ, દોડ, યોગ અને કસરત માટે આવે છે. આ જ સ્થળે આત્મા પ્રોજેક્ટ દ્વારા શરૂ કરાયેલા ‘પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર’ એ હવે નાગરિકોમાં સ્વાસ્થ્યપ્રદ આહાર અંગે નવી જાગૃતિ લાવી છે. દાહોદના રહેવાસી જિગ્નેશભાઈ ભૂરિયા પણ દરરોજ સ્વાસ્થ્ય માટે છાબ તળાવ પર વોકિંગ કરવા આવતા હતા. એક દિવસ તેમની નજર અહીં શરૂ થયેલા પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર પર પડી. શરૂઆતમાં તેમણે જિજ્ઞાસાવશ અહીંથી શાકભાજી ખરીદ્યાં, પરંતુ ગુણવત્તા, તાજગી અને…

Read More

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,       રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા આવતીકાલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના: ડેમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણથી લઈને વીજ પુનઃસ્થાપન સહિતીની કામગીરી માટે સ્ટેટ કંટ્રોલ રૂમ કાર્યરત આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે NDRF અને SDRFની ટુકડીઓને જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત

Read More

સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જુલાઈ-2026નો રાજ્ય સ્વાગત તા. 23મી જુલાઈ ગુરૂવારના રોજ યોજાશે નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો તા. 23મી જુલાઈના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે

Read More

ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સર્પદંશના ત્રણ બનાવ નોંધાયા

હિન્દ ન્યુઝ, ડાંગ   ડાંગ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સર્પદંશની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન, ગઈ રાત્રે જિલ્લામાં સર્પદંશના કુલ ત્રણ કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. સર્પદંશનો ભોગ બનેલા દર્દીઓની પ્રાપ્ત વિગતો મુજબ (૧) શ્રી હસમુખભાઈ રમેશભાઈ આહીર (ઉંમર 35 વર્ષ), ગામ: ચીખલી (લવચાલી), (૨) શ્રી હીરાભાઈ કાળુભાઈ ભોયે (ઉંમર 55 વર્ષ), ગામ: ગારખડી, તથા (૩) શ્રી શૈલેષભાઈ બાપુભાઈ બરડે (ઉંમર 22 વર્ષ), ગામ: સાવરપાડા.  આ ત્રણે દર્દીઓને તાત્કાલિક સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. જિલ્લામાં છેલ્લા…

Read More