શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ શહેરના રણમલ તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થઈ શ્રમદાન કર્યું

હિન્દ ન્યુઝ, જામનગર     દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ, ભવ્ય અને જનકલ્યાણલક્ષી કાર્યકાળ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે જામનગર જિલ્લામાં યોજાઈ રહેલી “વિશેષ સ્વચ્છતા ઝુંબેશ” અંતર્ગત આજે એક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના ઐતિહાસિક રણમલ તળાવ ખાતે જંગલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આયોજિત આ સ્વચ્છતા અભિયાનમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ ઉપસ્થિત રહી નગરજનો સાથે શ્રમદાન કર્યું હતું અને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ વડાપ્રધાનને જામનગરની ટીમ અને જનતા વતી હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના ગતિશીલ નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ…

Read More