ગાંધીનગર ખાતે પર્યાવરણની રક્ષાની સાથે-સાથે મહિલાઓને રોજગારી!

તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ હિન્દ ન્યુઝ, ગાંધીનગર      ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) દ્વારા સેક્ટર-21ના શાકમાર્કેટ ખાતે અદ્ભુત વ્યવસ્થા ઊભી કરાઈ; અહીં કોઈપણ નાગરિક ઘરના જૂના – નકામા કપડાં લઈને જાય એટલે ત્યાં હાજર બહેનો તેમાંથી કાપડની સુંદર થેલીઓ સીવી આપે છે! આ પહેલથી પ્લાસ્ટિક બેગનો વપરાશ ઘટે છે તેમજ કેટલીય સ્થાનિક બહેનોને ગૌરવપૂર્ણ રોજગારી પણ મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની આ નવતર પહેલને વ્યાપક પ્રતિસાદ; ઓગસ્ટ 2025માં સેક્ટર-21 ખાતે RRR (રિડ્યુસ, રિયુઝ, રિસાઈકલ) સેન્ટર શરૂ કરાયું હતું કે જેની સફળતા બાદ આ અભિયાનને વધુ વેગ આપવા માટે ટીપી 9…

Read More

જનજાતીય ગરિમા ઉત્સવ – 2026…

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા વ્યારા ખાતે રાજ્યકક્ષાનો ‘ગુજરાત આદિ ગૌરવ સન્માન’ સમારોહ સંપન્ન; આદિવાસી સંસ્કૃતિ, શિક્ષણ, આરોગ્ય અને ગ્રામ વિકાસ ક્ષેત્રે અનન્ય યોગદાન આપનાર 18 ‘અનસંગ હીરો’નું કરાયું બહુમાન. કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા ગુજરાત સહિત સમગ્ર દેશમાં તા. 10 મે થી 09 જૂન સુધી ‘જનજાતીય ગરિમા ઉત્સવ-2026’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરાઈ રહી છે; જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોના અમૂલ્ય વારસા, ગૌરવશાળી ઇતિહાસ, દેશના વિકાસમાં તેમનું યોગદાન અને વિશિષ્ટ સિદ્ધિઓને ઉજાગર કરવાનો છે : ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટીના કાર્યપાલક નિયામક ડૉ. સી. સી.…

Read More

5-જૂન વિશ્વ પર્યાવરણ દિન વિશેષ

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં વન વિભાગ દ્વારા કુલ 14 સ્થળોએ 381.25લાખના ખર્ચે 15.5 હેક્ટર વિસ્તારમાં “વન કવચ”વિકસાવવામાં આવ્યા “વન કવચ” એ ગુજરાત સરકારની એક મહત્વાકાંક્ષી પર્યાવરણલક્ષી યોજના છે, જેનો મુખ્ય હેતુ રાજ્યમાં હરિયાળું આવરણ વધારવાનો, જૈવવિવિધતાનું સંરક્ષણ કરવાનો અને આબોહવા પરિવર્તનની અસરો સામે કુદરતી સુરક્ષા કવચ ઊભું કરવાનો છે. આ યોજના હેઠળ મિયાવાકી સહિતની આધુનિક પદ્ધતિઓ દ્વારા ઓછી જગ્યામાં વધુ ગીચ અને ઝડપથી વિકસતા વૃક્ષોનું વાવેતર કરવમાં આવે છે. વન કવચમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે, જેના કારણે પક્ષીઓ, જીવજંતુઓ અને અન્ય વન્યજીવો માટે અનુકૂળ નિવાસસ્થાન ઊભું…

Read More

“ઉંમર નાની હોય તો શું? સપનાઓ મોટા હોય તો સિદ્ધિઓ પોતે જ માર્ગ શોધી લે છે.”

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરની પ્રતિભાશાળી બાળ નૃત્યાંગના આરુષી જયભાઈ દવેએ પોતાની અદભૂત ઇચ્છાશક્તિ, કઠોર મહેનત અને કળા પ્રત્યેના સમર્પણના બળે વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વ રેકોર્ડ નોંધાવ્યા બાદ હવે તેણીને રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવ્યા છે. આરુષીએ અગાઉ માત્ર 30 સેકન્ડમાં ભરતનાટ્યમના નવરસ (શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત)નું અભિવ્યક્તિપૂર્ણ પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. આ અનોખી સિદ્ધિ બદલ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે. ખાસ વાત એ છે કે તેણીએ નાની…

Read More

ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ધરમપુર ખાતે જોબફેર યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ        ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં ધરમપુરના પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને નગર રોજગાર કચેરી ધરમપુરના સંયુક્ત ઉપક્રમે જોબફેર યોજાયો હતો.           રોજગાર મેળામાં આસપાસના વિસ્તારોની અંદાજિત ૨૫ જેટલા નોકરીદાતાઓએ ભાગ લીધો હતો. આ રોજગાર મેળામાં વિવિધ કંપનીઓ દ્વારા નોકરીઓ અને એપ્રેન્ટિશિપની જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. કુલ ૬૯૬ હાજર ઉમેદવારોમાંથી ૪૩૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.         ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન દ્વારા રાજ્ય સરકારની રોજગારલક્ષી નીતિઓ…

Read More

રોટલો કાઢવો મુશ્કેલ હોય એવી સ્થિતિમાં પણ રોગાન કળાને જીવંત રાખનાર કચ્છના નિરોણા ગામના રોગાન આર્ટ માસ્ટર પદ્મશ્રી અબ્દુલભાઇ ખત્રી

હિન્દ ન્યુઝ, ભુજ           ૩૫૦થી વર્ષથી ચાલી આવતી પર્શિયન મૂળની પરંપરાગત રોગાન કળા વર્ષ ૧૯૮૦ના દાયકામાં મરણ પથારીએ અંતિમ શ્વાસ લઇ રહી હતી… કચ્છના સરહદી ગામ નિરોણામાં જે ખત્રી પરિવારોએ તેમની ગોદમાં આ કળાને ૭ પેઢીથી ઉછેરીને મહેકાંવી હતી, તે હવે સમયની થપાટ સામે હારી જવાની આરે હતી. આ કળાને એક બાળકની જેમ પોતાની આંગળીના ટેરવે લાડ લડાવનાર ખત્રી પરિવારના મોભી હાસમભાઇનું દિલ રોગાન કળા ગમે ત્યારે બંધ કરવી પડશે તેવી નોબત જોઇ કકળી ઉઠતું હતું. તેમણે મનમાં ઠાની લીધું કે, ગમે તે થાય તે પરિવારની આ…

Read More

ઈંધણ બચત માટે જામનગર જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા દ્વારા પ્રેરણાદાયી પહેલ

હિન્દ ન્યુઝ, જામનગર       દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રહિત અને પર્યાવરણની સુરક્ષા માટે કરવામાં આવેલી ‘ઈંધણ બચત’ની અપીલને ધ્યાને લઈ જિલ્લા કલેકટર શ્રી પી.બી. પંડ્યાએ પણ જિલ્લામાં બિનજરૂરી ઇંધણ વપરાશ તથા વીજ વપરાશમાં ઘટાડો કરવા સૂચના આપેલ.જે અન્વયે જામનગર જિલ્લામાં એક નવતર અને પ્રેરણાદાયી પર્યાવરણલક્ષી ઝુંબેશનો પ્રારંભ થયો છે. કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશાએ આ દિશામાં પોતે જ પ્રથમ કદમ ઉઠાવીને જિલ્લાના તમામ નાગરિકો માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.સુશ્રી નિશાએ અઠવાડિયામાં એક દિવસ પોતાના રોજિંદા સરકારી કે વ્યક્તિગત કાર્યો માટે મોટર વ્હિકલનો…

Read More

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બોરવાણી પીએચસી ના ખોડવા ખજૂરી સબ સેન્ટર ખાતે મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા 223 દર્દીઓની તપાસ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ તાલુકાના બોરવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખોડવા અને ખજૂરી સબસેન્ટર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરોગ્ય કેમ્પ દરમિયાન મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા કુલ 223 શંકાસ્પદ દર્દીઓના ટીબી એક્સ-રે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ઉપરાંત દર્દીઓ માટે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર તેમજ ડાયાબિટીસ જેવી વિવિધ આરોગ્ય તપાસો પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારી તથા તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. કાર્યક્રમની સફળતા માટે આરોગ્ય વિભાગની…

Read More

વિશ્વ પર્યાવરણ દિવસ – 5 જૂન 

હિન્દ ન્યુઝ, ડાંગ  ✅ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવાનો દિવસ ✅ પ્રદૂષણ ઘટાડો, પ્રકૃતિને બચાવો ✅ વધુમાં વધુ વૃક્ષારોપણ કરો 🌱 ✅ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો 💧 ✅ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો 🚫♻️ ✅ સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપો 🌳 ડાંગ – ગુજરાતની હરિયાળી ધરોહર રાજ્યનો સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા અને કુદરતી સંપદાનો ખજાનો વન સંરક્ષણ અને જળ સંચય માટે સતત પ્રયાસો 💚 આ વર્ષની પ્રતિજ્ઞા: “એક વૃક્ષ વાવીએ, એક વૃક્ષ બચાવીએ” 🌎 સંદેશ: “પ્રકૃતિનું રક્ષણ એટલે માનવજાતનું રક્ષણ.” આવો, વિશ્વ પર્યાવરણ દિવસે હરિયાળા,…

Read More