ગીર સોમનાથ ખાતે સરકાર દ્વારા તુવેર,ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

પ્રતિ મણ નક્કી કરાયેલા લઘુત્તમ ભાવ મુજબ તુવેર રૂ. ૧૨૬૦, ચણા ૧૦૪૬ અને રાયડો ૧૦૧૦ની કિંમતે ખરીદી કરાશે

ગ્રામ્યકક્ષાએ ખેડૂતોએ વીસીએ મારફત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે

           ગીર સોમનાથ ખાતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે નિર્ધારિત કરાયેલા ભાવ મુજબ તુવેર, ચણા અને રાયડાના પ્રતિ ૨૦ કિલોની અનુક્રમે રૂ. ૧૨૬૦, ૧૦૪૬ અને ૧૦૧૦ના લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. તુવેરની ખરીદી તા.૧૫-૦૨-૨૦૨૨ થી તથા ચણા અને રાયડાની ખરીદી તા.૦૧-૦૩-૨૦૨૨ શરૂ કરવામાં આવનાર છે.

             રાજ્યમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ દ્વાર તુવેર, ચણા અને રાયડાની ટેકા ભાવે ખરીદી કરવામાં આવશે. લઘુત્તમ ટેકાના ભાવે વેંચાણ કરતા ઈચ્છુક ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ વીસીએ મારફત તા.૨૮-૦૨-૨૦૨૨ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ખેડૂતોએ આધારકાર્ડની નકલ, મહેસૂલ રેકર્ડ ગામ નમુના ૭/૧૨ તથા ૮-અની અદ્યતન નકલ, પાકની વાવણી અંગેનો ગામ નમુના નં-૧૨નો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો તેમજ બેન્ક પાસબુકની પ્રથમ પેઈજની નકલ અથવા કેન્સલ ચેક નોંધણી માટે આપવાનો રહેશે. ઉપરાંત નોંધણી બાબતે કોઈ મુશ્કેલી અનુભવાય તો ટેલિફોન નં. ૦૭૯-૨૬૪૦૭૬૦૭ ઉપર સંપર્ક કરવાનો રહેશે

Related posts

Leave a Comment