‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન

હિન્દ ન્યુઝ, અમદાવાદ        રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સહયોગથી આયોજિત ‘ઈન્ડો-અમેરિકન સ્પાઈન સર્જરી કેમ્પ’ અંતર્ગત કરોડરજ્જુની અત્યંત જોખમી સર્જરી અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન કરી. ₹5થી 10 લાખનો ખર્ચ ધરાવતી આ જટિલ સર્જરી અમદાવાદ સિવિલ મેડિસિટી સ્થિત ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી; ‘ઈન્ડો-અમેરિકન સ્પાઇન સર્જરી કેમ્પ’ અંતર્ગત 7 બાળકોનું સફળ ઓપરેશન કરાયું. આ કેમ્પના આયોજનથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા બાળકો – દર્દીઓને પણ લાભ મળ્યો, આ પહેલ અનેક પરિવારો માટે નવી આશા લઈને આવી છે. સફળ સર્જરી બાદ આરોગ્ય રાજ્યમંત્રી…

Read More

જામનગર ખાતે ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ અંતર્ગત બાલિકા પંચાયતના માસ્ટર ટ્રેનર્સ માટે જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જિલ્લામાં દીકરીઓના સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી છે. ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના અંતર્ગત ‘બાલિકા પંચાયત’ના અસરકારક અમલીકરણ માટે જામનગરની માનસિક આરોગ્ય હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ માટેની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા કલેક્ટર અને યોજનાના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તાલીમાર્થીઓને સંબોધતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, બાલિકા પંચાયત એ દીકરીઓમાં નેતૃત્વના ગુણો વિકસાવવા અને તેમને નિર્ણય પ્રક્રિયામાં…

Read More

લાલપુરની રઝવી હાઈસ્કૂલ ખાતે ટીબી રોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો;આચાર્ય અને ૫ શિક્ષકો ‘નિક્ષય મિત્ર’ તરીકે જોડાયા

હિન્દ ન્યુઝ, લાલપુર     ભારત સરકારના ‘ટીબી મુક્ત ભારત’ અભિયાનને વેગ આપવા માટે જામનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત લાલપુર તાલુકાની રઝવી હાઈસ્કૂલ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર, જામનગર અને લાલપુર આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે ટીબી રોગ અંગે જાગૃતિ અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના નિષ્ણાતો દ્વારા ૭૦ થી વધુ વિદ્યાર્થીઓને ટીબી રોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ટીબી એ બેક્ટેરિયાથી થતો ગંભીર રોગ છે, જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે. જો કોઈ વ્યક્તિને…

Read More

વિધાનસભાના પ્રાંગણમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશભાઈ મોદી તેમજ મહિલા અને બાળકલ્યાણ મંત્રી મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના પ્રાંગણમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત ‘મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ’નો પ્રારંભ કરવામાં આવ્યો. તા. 23થી 28 ફેબ્રુઆરી દરમિયાન મહિલા કારીગરો દ્વારા ઉત્પાદિત સ્વદેશી ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ વિધાનસભા સંકુલમાં થશે. ગુજરાતની હસ્તકલા વૈશ્વિક બ્રાન્ડ બની છે : અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી વિધાનસભાના પ્રાંગણમાં મહિલા કારીગરો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોના કુલ 10 પ્રદર્શન-સહ-વેચાણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.

Read More

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા તાલુકા યોગ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં ગાયત્રી મંદિર હોલ ખાતે તાલુકા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત દરેક તાલુકામાં ગામડે ગામડે યોગ ટ્રેનર તૈયાર થાય અને ઘર ઘર સુધી યોગ પહોંચે અને લોકો સ્વસ્થ અને નિરોગી રહે તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં 63 ભાઈ બહેનો યોગ ટ્રેનર બનવા માટે ફોર્મ ભર્યા અને યોગ ટ્રેનિંગ લેવા માટે તૈયાર થયા હતા.…

Read More

સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન-જળ સંચય જનભાગીદારી 2.Oનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. તા. 23 ફેબ્રુઆરીથી 31 મે સુધી સમગ્ર રાજ્યમાં જળ સંચયનું મહાઅભિયાન યોજાશે. આ અભિયાન અંતર્ગત તાલુકા દીઠ 10 તળાવો ઊંડા કરવા સહિત પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના અને વરસાદી પાણીના સંગ્રહના કામો હાથ ધરવામાં આવશે; હયાત તળાવો ઊંડા કરવા-ચેકડેમ ડીસીલ્ટીંગ-નહેરો તથા કાંસની મરામત-સાફ સફાઈ અને જાળવણી- રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા કામો રાજ્ય સરકારના 6 જેટલા વિભાગો દ્વારા લોક ભાગીદારીથી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ વર્ષના સુજલામ સુફલામ…

Read More

નારી સંરક્ષણ ગૃહમા ગુંજશે લગ્નની શરણાઇઓ

હિન્દ ન્યુઝ, વડોદરા       દીપાના લગ્ન નક્કી થયા છે. દીપા કોણ છે? દીપા વડોદરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમા આશ્રિત એક દીકરી છે. જેને તેના પરિવારએ વર્ષ ૨૦૧૨માં કોઇ કારણોસર ત્યજી દીધી હતી. આવતા મહિને માર્ચ-૧૦-૧૧ના રોજ દીપાના લગ્ન છે. છોકરો પણ સારો છે. પરિવાર અમદાવાદનો છે અને છોકરો સિવિલ એન્જીનિયર,પ્રાઇવેટ કંપનીમા જોબ કરે છે. ૫૫ હજારની સેલરી છે. પરિવારમા માતપિતા અને મોટી બહેન છે. લગ્નમા વરપક્ષ તરફથી સમગ્ર પરિવાર અને સમાજ આવશે. પરંતુ એક ત્યજી દીધેલી દીકરી માટે કન્યાપક્ષ તરફથી કોણ આવશે ? કોણ દીકરીને કાકા-કાકી બની ગણેશપૂજનમા…

Read More

જામનગરમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ(NSG) દ્વારા રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરરિસ્ટ એકસરસાઈઝ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં તા.૨૩ થી તા.૨૬ ફેબ્રુઆરી સુધીમાં પ્રથમ વખત નેશનલ સિક્યોરીટી ગાર્ડ દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાની કાઉન્ટર ટેરેરીસ્ટ એકસરસાઈઝ યોજવામાં આવશે. આ સંદર્ભે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો વચ્ચે સમન્વય અને જરૂરી તૈયારીઓ અંગે ચર્ચા કરવા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન એન.એસ.જી.ના અધિકારીઓ દ્વારા મોકડ્રીલના ઉદ્દેશ્યો, પ્રક્રિયા અને સલામતી સંબંધિત માર્ગદર્શિકા અંગે વિગતવાર સમજુતી આવી હતી. આ અભ્યાસનો મુખ્ય હેતુ આપત્તિ કે આતંકવાદી પરિસ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો છે. મોકડ્રિલ દરમિયાન આતંકવાદી હુમલા જેવી આકસ્મિક પરિસ્થિતિમાં…

Read More

जिलाधिकारी वैशाली की सख्त पहल: जनता दरबार में 7 दिनों के भीतर परिवाद निष्पादन का निर्देश, जवाबदेही एवं पारदर्शिता पर विशेष बल

हिन्द न्यूज़, बिहार वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा समाहरणालय स्थित कार्यालय कक्ष में आयोजित “जनता दरबार” कार्यक्रम में कुल 36 परिवादों की सुनवाई की गई। जनता दरबार में जिले के विभिन्न प्रखंडों एवं पंचायतों से आए नागरिकों ने अपनी समस्याएं प्रस्तुत कीं। सुनवाई के दौरान जिलाधिकारी श्रीमती वर्षा सिंह ने प्रत्येक परिवाद को गंभीरता से सुना तथा संबंधित विभागीय पदाधिकारियों को स्पष्ट सख्त निर्देश देते हुए कि सभी प्राप्त आवेदनों पर सात (7) दिनों के भीतर अनिवार्य रूप से आवश्यक कार्रवाई सुनिश्चित की जाए। उन्होंने आगे निर्देशित किया कि…

Read More