દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા તાલુકા યોગ શિબિર યોજાઇ

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં ગાયત્રી મંદિર હોલ ખાતે તાલુકા યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત દરેક તાલુકામાં ગામડે ગામડે યોગ ટ્રેનર તૈયાર થાય અને ઘર ઘર સુધી યોગ પહોંચે અને લોકો સ્વસ્થ અને નિરોગી રહે તે માટે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું.

લીમડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો. જેમાં 63 ભાઈ બહેનો યોગ ટ્રેનર બનવા માટે ફોર્મ ભર્યા અને યોગ ટ્રેનિંગ લેવા માટે તૈયાર થયા હતા. જેનો હેતુ સમગ્ર ગોવિંદ ગુરુ લીમડી તાલુકામાં યોગનું વાતાવરણ બને તેવો છે. 

આ કાર્યક્રમમાં સરપંચ, સભ્ય, મુકિતરંજન સરકારી આયુર્વેદ હોસ્પિટલ લીમડીનાં ડૉકટર, સંજેલી તાલુકાના THO , ગાયત્રી મંદિર નાં મહારાજ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોઓર્ડીનેટર, જિલ્લા કોર્ડીએન્ટર, તાલુકા યોગ કોચ, ઝાલોદ તાલુકા યોગ કોચ અને મોટી સંખ્યામાં યોગ ટ્રેનર ભાઇ-બહેનો અને યોગ સાધક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ યોગ શિબિર મા યોગ ટ્રેનર તાલિમ પૂર્ણ કરી પાસ થયેલ યોગ ટ્રેનર ભાઇ-બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યાં હતાં.

 

Related posts

Leave a Comment