જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, દાહોદ      જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાહિતને સ્પર્શતા રજુ થયેલા વિવિધ પ્રશ્નોની અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.           સુરત શહેરના મેયર દક્ષેષ માવાણીએ ગત ચોમાસા દરમિયાન શહેરમાં ખાડી વિસ્તારોમાં આવેલા પુરની સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે થયેલી કાર્યવાહી અંગે રજૂઆત કરતાં, કલેકટરે ડ્રેનેજ અને મહાનગરપાલિકા અને કમ્બાઇન્ડ દરખાસ્ત પ્રાયોરીટીના ધોરણે કરવા જણાવી, ઝીંણા તળાવો દૂર કરવામાં આવી રહયા હોવાનું પણ ઉમેર્યું હતું.    ધારાસભ્ય અરવિંદભાઈ…

Read More

સરકારી ઇજનેરી કોલેજ દાહોદના ઇસી બ્રાન્ચના વિદ્યાર્થીઓની બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ દ્વારા સંચાલિત – રેડિયો અવાજ દાહોદ’કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની લીધી મુલાકાત

હિન્દ ન્યુઝ, દાહોદ       દાહોદ સ્થિત સરકારી ઇજનેરી કોલેજ ના સેમેસ્ટર-૪ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગના વિદ્યાર્થીઓએ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન 90.8 MHz ની ઔદ્યોગિક મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓએ FM વાયરલેસ કોમ્યુનિકેશન સિસ્ટમ, લાઈવ સ્ટુડિયો સેટઅપ અને ટ્રાન્સમિશન પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી એનાલોગ કોમ્યુનિકેશન વિષયના સિદ્ધાંતોને પ્રાયોગિક કાર્યપ્રણાલી સાથે જોડવાનો અનોખો અનુભવ પ્રાપ્ત કર્યો. આ મુલાકાત માત્ર ટેકનિકલ જ નહીં પરંતુ માનવતાના મૂલ્યો સાથે પણ સંકળાયેલી રહી. બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ સંસ્થા દ્વારા માનસિક મંદતા ધરાવતા બાળકો માટે સંચાલિત શાળા અને તેમની સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો વિદ્યાર્થીઓ માટે…

Read More

ઝાલોદ અને ગરબાડા તાલુકાની શાળામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી રાજ્યની કૃષિ યુનીવર્સીટીમાં અભ્યાસ અંગે યોજાયો સેમીનાર

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ ખાતે આવેલ આણંદ કૃષિ યુનીવર્સીટી હસ્તકના કૃષિ ઈજનેરી પોલીટેકનીક, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા આણંદ કૃષિ યુનીવર્સીટીના કુલપતિ ડો.કે.બી.કથીરિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી વિદ્યાર્થીઓના જીવનની પ્રગતિ માટે અભ્યાસ-ક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે એવા હેતુથી હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં દાહોદ જીલ્લાના આદિવાસી અને અન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે પોતાની ક્ષમતા અનુરૂપ વિવિધ કૃષિ વિષયક અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે તે માટે સતત અત્રેના કૃષિ ઈજનેરી કોલેજ, દાહોદ દ્વારા રાજ્યની કૃષિ અને સહકાર વિભાગ હસ્તકની ચાર કૃષિ યુનીવર્સીટીના અભ્યાસક્રમો અને ત્યાં મળતી…

Read More

ગુયાના ના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર તા.૨૧ ફેબ્રુઆરી, ગુયાના સહકારી ગણરાજ્યના ઉપરાષ્ટ્રપતિ ડૉ. ભરત જગદેવનું જામનગર એરપોર્ટ પર આગમન થતા મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેઓ સવારે અયોધ્યા રામ મંદિર ખાતે દર્શન કરી વનતારાની મુલાકાત માટે જામનગર પહોચ્યા છે.

Read More

સરકારી ઈજનેરી કોલેજ દાહોદ ખાતે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગનું આયોજન

હિન્દ ન્યુઝ, દાહોદ     સરકારી ઈજનેરી કોલેજ, દાહોદ ખાતે સેમેસ્ટર–૬ ના તમામ શાખાના વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 125 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.  આ કાર્યક્રમ માં નિષ્ણાત ટ્રેનર્સ અશ્વિન જોષી, સંદીપ શાહ અને સુ સલોનિ પરીખ દ્વારા વિધાર્થીઓ ને નેતૃત્વ કૌશલ્ય, સંવાદ કૌશલ્ય તેમજ રોજગાર ક્ષમતા કૌશલ્ય ની તાલીમ આપવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓ કોર્પોરેટ જગતમાં સફળતાપૂર્વક પ્રવેશી શકે. ફિનિશિંગ સ્કૂલનો મુખ્ય હેતુ યુવાનોને તેમની સંબંધિત ક્ષેત્રોમાં સજ્જ અને પ્રોફેશનલ બનાવવા તેમજ શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની અપેક્ષાઓ વચ્ચેનો અંતર દૂર કરવાનો…

Read More

માંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા શ્રી વિવેકાનંદ વિધાલય શાળા કેમ્પસ, ટાવર ગ્રાઉન્ડ, અમ્રૃતબાગ પાસે, માંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.      આ ભરતીમેળામાં મંગરોળ, માળીયા હાટીના તથા કેશોદ તાલુકાના ૧૫૦૦ થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૫૪ ઉમેદવારો હાજર રહયા હતા. આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા ડો.એ.કે. હોસ્પિટલ-માંગરોળ, રિલાયંસ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ કંપની –જૂનાગઢ, એચઆર.ટેલેન્ટ સોલ્યુશન પ્રા.લી. અમદાવાદ તરફથી નોકરીદાતા/પ્રતિનિધિ ઉપસ્થિત રહયા હતા. તેમના…

Read More