ઓસમાન મીર અને આમીર મીરના સૂરે ઝૂમ્યું છોટાઉદેપુર

બોડેલી ખાતે ભવ્ય ‘સાંસ્કૃતિક સંધ્યા’ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગુજરાત રાજ્ય યુવક અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી આયોજિત ‘દોડ–છોટાઉદેપુર મેરેથોન’ અંતર્ગત બોડેલી ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકસંગીત ક્ષેત્રના સુપ્રસિદ્ધ કલાકાર ઓસમાન મીર અને આમીર મીરની જુગલબંધીએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના સંગીતપ્રેમીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.      લોકસંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતની પરંપરા, લોકસંગીત, સૂફી સંગીત અને ભક્તિ સંગીતની રમઝટ પિતા અને પુત્રની જુગલબંધીએ બોલાવી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલા નાગરિકો, યુવાનો…

Read More

ડાંગ જિલ્લાની મોટરીંગ પબ્લિકને પસંદગીના નંબરો મેળવવાની તક

હિન્દ ન્યુઝ, ડાંગ    ડાંગની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા, જિલ્લાની મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરની ફાળવણી અર્થે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોટર સાયકલ, ટ્રાન્સપોર્ટ વાહનો તથા મોટરકારના નંબર માટે GJ30E, GJ30F, GJ30C GJ30T, GJ30P તથા GJ30A સીરીઝમા ગોલ્ડન/સિલ્વર નંબર માટે RE-AUCTION શરૂ કરવામા આવેલ છે. ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનુ રજીસ્ટ્રેશન કરાવી, ઓનલાઇન http/fancy.parivahan.gov.in પર રજીસ્ટ્રેશન કરી REAUCTION મા ભાગ લઇ શકે છે.  આ માટે (૧) તા. ૧૬/૦૨/૨૦૨૬ થી ૧૮/૦૨/૨૦૨૬ ના રોજ RE-AUCTION માટેનુ ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવા અને એપ્લીકેશન કરવાની રહેશે. (૨)…

Read More

ગુજરાતમાં સૌપ્રથમ પહેલ: કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી

હિન્દ ન્યુઝ, ભુજ      કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટરબોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના ૨૮૧ ગામના…

Read More

જૂનાગઢની કચેરી દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓને તબીબી સહાય, હંગામી આશ્રય, કાયદાકીય સહાય, પોલીસ સહાય તેમજ પરામર્શ સહિતની સેવાઓ આપવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ      જિલ્લા મહિલા અને બાળ અધિકારી જૂનાગઢની કચેરી દ્વારા સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મહિલાઓને તબીબી સહાય, હંગામી આશ્રય, કાયદાકીય સહાય, પોલીસ સહાય તેમજ પરામર્શ સહિતની સેવાઓ આપવામાં આવે છે. મહિલા અને બાળ અધિકારી સી. જી. સોજીત્રા તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી. ડી. ભાડના માર્ગદર્શન હેઠળ સેન્ટર લેબર કોર્ટ, હાથીખાના ચોક, જૂનાગઢ ખાતે ૨૪ કલાક કાર્યરત છે. તાજેતરમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મારફતે એક અરજદાર બહેન સખી વન સ્ટોપ સેન્ટર, જૂનાગઢ ખાતે આવ્યા હતા. અરજદાર બહેનનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો, પરંતુ યુવકની…

Read More

હળવદ ખાતે તા. ૧૦ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન; ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે રોજગારીની તક

હિન્દ ન્યુઝ, હળવદ     નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૧૦/૦૨/૨૦૨૬ ના રોજ હળવદના સરા રોડ પર આવેલી પ્ર. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ. ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે.      આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષની વચ્ચે હોવી અનિવાર્ય છે. શૈક્ષણિક લાયકાતની વિગતો જોઈએ તો,…

Read More

સાવજ જૂનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સાવજ ડેરી સાથે સંલગ્ન પશુપાલકોને બનાસ ડેરીના પ્રવાસ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ       દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડુત પશુપાલકો ની આવક બમણી કરવાની નેમ સાથે દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ” સહકાર સે સમૃધ્ધી” અંતર્ગત વિવિધ યોજનાઓ અમલીકરણ કરી સમગ્ર દેશમાં ખેડુત પશુપાલકોની આવક બમણી કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ સાવજ જૂનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સાવજ ડેરી સાથે સંલગ્ન પશુપાલકોને બનાસ ડેરીના પ્રવાસ અંતર્ગત આજ રોજ જૂનાગઢ જીલ્લા પંચાયત ખાતે થી પ્રવાસ ને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.…

Read More

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ડિજિટલ ભારતના સંકલ્પને સાકાર કરતાં ગુજરાતમાં ડિજિટલ કનેક્ટિવિટી મિશન અને સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ્ઝને સંગીન કરવાની નવી દિશા મળશે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં એલન મસ્કની સ્પેસએક્સની સબસિડિયરી સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે પરસ્પર સહયોગ માટે લેટર ઓફ ઈન્ટેન્ટ (LoI) એક્સચેન્જ ગાંધીનગરમાં સંપન્ન… રાજ્યવ્યાપી ડિજિટલ ઇન્ફ્રકાસ્ટ્રક્ચરની દિશામાં માઈલસ્ટોન સમાન આ પહેલ અન્વયે, 🔸રાજ્યમાં ઓછું ટેલિકોમ નેટવર્ક અને કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા અંતરિયાળ અને આદિજાતિ વિસ્તારોને ઈ-ગવર્નન્સ ફેસિલિટી કોમન -સર્વિસ સેન્ટરથી સાંકળી લઈને સરકારની સેવાઓ ઝડપી અને સરળતાએ પહોંચાડવાનું આયોજન. 🔸 એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં રિલાયેબલ ડિજિટલ સર્વિસ ડિલિવરી સુનિશ્ચિત કરાશે. 🔸 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – શાળાઓ અને રાજ્યવ્યાપી ટેલિ-મેડિસિન સેન્ટર્સને સ્માર્ટ…

Read More

ગુજરાતમાં સૌપ્રથમ પહેલ: કચ્છના ૨૮૧ ગામના કુલ ૯૧૦ તળાવોને રેવન્યૂ રેકર્ડ પર લાવી બ્યુટીફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્રની ઝુંબેશરૂપ કામગીરી

હિન્દ ન્યુઝ, ભુજ       કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે. આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ અને પશુપાલન માટે જળ સંસાધનો, તળાવો અને વોટરબોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે. આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલની આગેવાનીમાં ત્રણ મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી. કલેક્ટરશ આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્ર દ્વારા નીમ ન થયેલા તળાવો અને વોટરબોડીની ઓળખ કરીને તેને નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશરૂપે શરૂ કરવામાં આવી. ગુજરાતમાં સૌપ્રથમ વખત કચ્છના ૨૮૧ ગામના…

Read More

વિકાસશીલ તાલુકાઓ લખપત અને રાપરમાં ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો પ્રારંભ: કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ રાપર અને લખપત માટે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ ના અમલીકરણ અંગેની મહત્વની બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના લખપત અને રાપર તાલુકાને એસ્પિરેશનલ તાલુકાની કેટેગરીમાં આવરી લેવામાં આવ્યા છે. જેથી ૨૮ જાન્યુઆરીથી લઈને ૧૪ એપ્રિલ સુધી લખપત અને રાપર તાલુકામાં ૦૬ ઈન્ડીકેટર્સ સાથે તાલુકાના વિકાસ માટે આયોજનબદ્ધ રીતે યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.  બેઠકના પ્રારંભે કચ્છ કલેક્ટર આનંદ પટેલે ગત વર્ષના ‘સંપૂર્ણતા અભિયાન ૧.૦’ ની કામગીરીની પ્રસંશા કરીને રાજ્યકક્ષાએ ગોલ્ડમેડલ…

Read More

મહાશિવરાત્રીના મેળા શરૂ થયા પૂર્વે સાધુ સંતો ઉપરાંત ઉતારા મંડળના સંચાલકો અને સ્વયંસેવકોના આરોગ્યની કાળજી લેવામાં આવી

હિન્દ ન્યુઝ, જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા શરૂ થયા પૂર્વે સાધુ સંતો ઉપરાંત ઉતારા મંડળના સંચાલકો અને સ્વયંસેવકોના આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે, આજે વહીવટી તંત્રની ૩ આરોગ્ય ટીમ સાધુ સંતોના ધુણા અને આશ્રમમાં જઈ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાશિવરાત્રીના મેળામાં ભોજન સેવા માટે આવતા ઉતારા મંડળો ના સંચાલકો અને સ્વયંસેવકોનું પણ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે આરોગ્ય અધિકારી ડો. રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીનો મેળો શરૂ થયા પૂર્વે સાધુ સંતો, ઉતારા મંડળના સંચાલકો સ્વયંસેવકો વગેરેની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી, જેમાં બ્લડ પ્રેશર અને સુગર…

Read More