સાવજ જૂનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સાવજ ડેરી સાથે સંલગ્ન પશુપાલકોને બનાસ ડેરીના પ્રવાસ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

      દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડુત પશુપાલકો ની આવક બમણી કરવાની નેમ સાથે દેશના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ” સહકાર સે સમૃધ્ધી” અંતર્ગત વિવિધ યોજનાઓ અમલીકરણ કરી સમગ્ર દેશમાં ખેડુત પશુપાલકોની આવક બમણી કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ સાવજ જૂનાગઢ જીલ્લા દુધ ઉત્પાદક સંઘ લી. દ્વારા સાવજ ડેરી સાથે સંલગ્ન પશુપાલકોને બનાસ ડેરીના પ્રવાસ અંતર્ગત આજ રોજ જૂનાગઢ જીલ્લા પંચાયત ખાતે થી પ્રવાસ ને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

 આ પ્રવાસ દરમિયાન બનાસ ડેરી દ્વારા પશુપાલકો ના હિતમાં ચાલી રહેલી વિવિધ પ્રવૃત્તિઓ, બનાસકાંઠાના ગામડાઓમાં ચાલી રહેલ દુધ મંડળીઓ, ગોબર ગેસ પ્લાન્ટ, પ્રાકૃતિક ખેતી, જેવી વિવિધ પ્રવૃત્તિઓ ની ઝીણવટભરી માહિતી આપવામાં આવશે. આ તકે જીલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જીલ્લા વિકાસ અધિકારી એચ.પી.પટેલ, જીલ્લા પશુપાલન અધિકારી પાનેરા સહિત ના અધિકારીઓ, સાવજ ડેરીના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment