હિન્દ ન્યુઝ, દ્રોણેશ્વર ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા ખેલમહાકુંભ-૨૦૨૫/૨૬ અંતર્ગત રાજ્યકક્ષાની યોગાસનમાં વયજૂથ (ભાઈઓ/બહેનો)ની સ્પર્ધા યોજાશે. તા.૦૬-૦૨-૨૦૨૬ થી તા.૧૬-૦૨-૨૦૨૬ દરમિયાન તમામ સ્પર્ધાઓ યોજાશે. રીપોર્ટીંગ/નિવાસ અનેસ્પર્ધાનું સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, દ્રોણેશ્વર, ગીર ગઢડા રહેશે. અં-૧૪ (બહેનો)ની સ્પર્ધાનો રિપોર્ટિંગ સમય ૦૬/૦૨/૨૦૨૬ શુક્રવાર સાંજે ૦૫ કલાકે રહેશે તેમજ સ્પર્ધાની તારીખ ૦૭/૦૨/૨૦૨૬અને ૦૮/૦૨/૨૦૨૬ રહેશે.અં-૧૭ અને ઓપનવયજૂથ(બહેનો) રિપોર્ટિંગ સમય ૦૮/૦૨/૨૦૨૬ રવિવાર સાંજે ૦૫ કલાક રહેશે તેમજ સ્પર્ધાની તારીખ ૦૯/૦૨/૨૦૨૬ અને ૧૦/૦૨/૨૦૨૬…
Read MoreMonth: February 2026
આયોજિત શિક્ષણ પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બન્યા રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ આજે જૂનાગઢ આયોજિત શિક્ષણ પે ચર્ચા કાર્યક્રમમાં સહભાગી બની વિદ્યાર્થીનીઓની પરીક્ષાલક્ષી મૂંઝવણો અને તનાવ દૂર કરવા માટે પ્રેરક માર્ગદર્શન કર્યું હતું. જૂનાગઢ શહેરની આર. જે. કનેરીયા ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચુલ વર્ચ્યુઅલ માધ્યમથી પરીક્ષા સંદર્ભે પ્રેરણાદાયી માર્ગદર્શન કરવાની સાથે માનવ જીવનને વધુ ઉન્નત બનાવવા માટે તલસ્પર્શી બાબતોને વણી લઇ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને પ્રેરક સંબોધન કર્યું હતું. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ પણ વિદ્યાર્થીઓનો ઉત્સાહવર્ધન કરવાની સાથે વિદ્યાર્થીનીઓ સાથે મુક્તમને સંવાદ સાધ્યો હતો, અને…
Read Moreડાંગ જિલ્લામાં તા. ૨૪ ફેબ્રુઆરીના રોજ યોજાશે “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ”
હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમના અનુસંધાને તાલુકાના પ્રજાજનોની ફરિયાદ કે પ્રશ્નોના નિવારણ માટે આગામી તા.૨૪/૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યા થી શરૂ કરીને લોકો તરફથી મળેલ ફરિયાદ કે પ્રશ્નોનું નિવારણ થાય ત્યાં સુધી “તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓમા યોજવામાં આવનાર છે. નિયત કાર્યક્રમ મુજબ આહવા તાલુકાનો કાર્યક્રમ કલેક્ટર કચેરી, આહવાના સભાખંડમાં જિલ્લા પુરવઠા અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, વઘઇ તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-વઘઇ ખાતે પ્રાંત અધિકારી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ તાલુકા સેવા સદન-સુબીર ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આહવા-ડાંગના અધ્યક્ષ સ્થાને યોજાશે.…
Read Moreતેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયુ આયોજન
હિન્દ ન્યુઝ, આહવા ‘પ્રગતિશીલ દેશ નહી હોતા ધન કે ભરે ખજાનો સે, પ્રગતિશીલ દેશ નહી હોતા મોટર વાહનો સે, પ્રગતિશીલ દેશ હોતા હૈ પ્રગતિશીલ યુવાનો સે’ આ યુક્તિને સાર્થક કરતા, ડાંગના યુવાનોની સર્વાંગીણ પ્રગતિ થાય તથા તેમના સદભાવના, સદ્વિચાર, ભાઈચારો, અને ખેલદિલીના ગુણો વિકસે તેવા આશય સાથે તેજસ્વિની સંસ્કૃતિ ધામ-વાસુરણા ખાતે ટી.પી.એલ વન ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું બે દિવસીય આયોજન કરાયુ હતું. આ ટુર્નામેન્ટમાં ડાંગના ગ્રામીણ ક્ષેત્રમાંથી ૧૬ જેટલી ટીમોએ ઉત્સાહકપૂર્વક ભાગ લીધો હતો. ફાઈનલ મેચ વાંગણ અને સાકર પાતાળની ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં વાંગણ ગામના યુવાનો વિજેતા થયા…
Read Moreકોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
હિન્દ ન્યુઝ, સુરત કોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે એમ.ડી.આર.બી. બનાવવાની કામગીરી કરવાની હોય કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ સુરત અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ વિજય રબારીએ એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જે અનુસાર તા.૧૫/૦૨/૨૦૨૬ સુધી કોસંબા-માંગરોલ-ઝંખવાવ પાસે એમ.ડી.આર.બી. બનાવવા ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને વૈકલ્પિક રૂટ તરીકે કોસંબા-માંગરોલ-ઝંખવાવ તરફ આવવા જવા માટે કોસંબાથી-કિમ ચોકડીથી-તડકેશ્વરથી-નાની નરોલીથી-મોસાલી ચોકડી થઈને અવાર-જવર કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.
Read Moreજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામીણ પરિવારોને મજબૂત આજીવિકાની સુરક્ષા મળી રહે અને મૂળભૂત ગ્રામીણ માળખાગત સુવિધાઓ મજબૂત બને તે હેતુસર વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) માટે ગેરંટી (વીબી-જી રામજી) કાયદો અમલમાં આવેલો છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશીએ વીબી-જી રામજી કાયદા વિશે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને કાયદા અંતર્ગતના પ્રાવધાન, વિશિષ્ટ અધિકારો, બેરોજગારી ભથ્થા સહિત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને રોજગારના વધુ સારા અવસરો પૂરા પાડવા પ્રતિબદ્ધતા દાખવી હતી. વીબી-જી રામજીની મુખ્ય વિશિષ્ટતાઓ -૧૨૫ દિવસ રોજગારની ગેરંટી ; ગ્રામીણ સમુદાય માટે…
Read Moreવડોદરા ગ્રામ્ય ઘટક-૨ ની વિરોદ-૨ આંગણવાડી કેન્દ્રનો ‘આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ’ અંતર્ગત કાયાકલ્પ
હિન્દ ન્યુઝ, વડોદરા રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય ઘટક-૨ માં સમાવિષ્ટ વિરોદ-૨ આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે. વિરોદ-૨ આંગણવાડી કેન્દ્રમાં અંદાજે રૂ. ૮,૫૦૦/- ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન (કલરકામ) તેમજ જરૂરી નાના-મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવીનીકરણ દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વધુ સુદ્રઢ માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે.
Read Moreજૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ની મુલાકાતે રીવાબા જાડેજા
હિન્દ ન્યુઝ, જૂનાગઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાની જૂનાગઢની પીએમ શ્રી પ્રાથમિક કન્યા શાળા નંબર ૪ની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ માટેનો અનેરો વાત્સલ્યભાવ સાથે સહજતા, સરળતા અને નિખાલસતા જોવા મળી હતી. રાજ્ય શિક્ષણ મંત્રીએ શાળાની બહુ આયામી શૈક્ષણિક પદ્ધતિઓ અને પ્રવૃત્તિઓથી અવગત થયા હતા, આ સાથે જ વિદ્યાર્થીનીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીનીઓ સાથે નીચે બેસીને મધ્યાહન ભોજન પણ લીધું હતું અને વિદ્યાર્થીનીઓ સાથે એક વિદ્યાર્થીની બની ખો ખો રમત માં સહભાગી બન્યા હતા. અને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારી તેમને ખેલકુદના…
Read Moreજામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, જામજોધપુર જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને પ્રચાર-પ્રસાર અર્થે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના પ્રગતિશીલ ખેડૂતોને રાસાયણિક ખેતીના દુષ્પરિણામો સમજાવી, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો અને તેના પાંચ મુખ્ય આયામો જેવા કે બીજામૃત, જીવામૃત, આચ્છાદન, વાપ્સા અને જીવાત નિયંત્રણ વિશે સવિસ્તાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં ખેડૂતોને જમીનની ફળદ્રુપતા જાળવવા, ખેતી…
Read Moreગાંધીનગર શહેરના રહેવાસીઓને આ પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર ખાતેથી રસાયણ અને ઝેરમુક્ત શાકભાજી, ફળ, અનાજ અને કઠોડ ખરીદવા જાહેર અપીલ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આજરોજ કુડાસણ ખાતે ખેડૂતો દ્વારા પોતાની પ્રાકૃતિક ખેતપેદાશો સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતપેદાશ સીધા ગ્રાહકોને વેચાણ કરી શકે તે માટે પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે. જ્યાં આજરોજ ગાંધીનગર જિલ્લાના કલેક્ટરશ્રી મેહુલ કે. દવે દ્વારા વેચાણકેન્દ્રની મુલાકાત લઈ ખેડૂતોનો ઉત્સાહ વધાર્યો અને ગાંધીનગર શહેરના રહેવાસીઓને આ પ્રાકૃતિક ખેતપેદાશ વેચાણકેન્દ્ર ખાતેથી રસાયણ અને ઝેરમુક્ત શાકભાજી, ફળ, અનાજ અને કઠોડ ખરીદવા જાહેર અપીલ કરવામાં આવી. અને પોતાના પરીવારને સ્વસ્થજીવન સુનિશ્ચિત કરવા જાગૃત કરવામાં આવ્યા. વધુમાં આ વેચાણકેન્દ્ર ઉપલબ્ધ થવાથી ખેડૂતો અને ગ્રાહકોનો…
Read More