હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી ખાતે ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર તૈયાર કરવામાં આવેલી SIR અન્વયેની ‘આખરી મતદારયાદી’ પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને તેની નકલો સુપ્રત કરવામાં આવી હતી. બેઠક દરમિયાન કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે ક્ષતિરહિત મતદારયાદી એ પાયાની જરૂરિયાત છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત નવા મતદારોના નામ ઉમેરવા, સુધારા કરવા અને મૃત કે સ્થળાંતરિત મતદારોના નામ કમી કરવાની પ્રક્રિયા અત્યંત…
Read MoreMonth: February 2026
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના પીપલઘોડી ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ આહવા તાલુકાના મહાલપાડા ક્લસ્ટરમાં સમાવિષ્ટ પીપલઘોડી ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી. જેમાં પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત તમામ ખેડુતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક રીતનું નિદર્શન પણ કરાવ્યૂ હતું. જે ખેડૂતો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને…
Read Moreગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાઈ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સહકારથી સમૃદ્ધિ; કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ સાથેની ઉચ્ચસ્તરીય ‘મંથન બેઠક’ યોજાઈ. આ બેઠકના ઉદ્ઘાટન સત્રમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો તેમજ સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય સહકારિતા મંત્રીએ સહકારી સંસ્થાઓના ₹265.30 કરોડના વિવિધ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું; આ કાર્યક્રમમાં એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરાયું જેમાં દેશની 20 જેટલી અગ્રણી સહકારી સંસ્થાઓએ ભાગ લીધો. ઉપરાંત, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વિશેષ સ્ટોલ્સને પણ પ્રદર્શનીમાં…
Read Moreગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કલેકટરશ્રી મેહુલ કે. દવેની આગેવાનીમાં તંત્ર સજ્જ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવેના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લામાં ખનિજ ચોરી ડામવા માટે તંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટરની આગેવાનીમાં મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ અને ખાણ-ખનિજ વિભાગની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા તાજેતરમાં તા. ૧૬ અને ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ખાસ ડ્રાઈવ યોજીને ખનિજ માફિયાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે.ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ, જિલ્લાના ખનિજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા…
Read Moreરાપર તાલુકાની આઠ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રોના સંચાલકોની જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ
હિન્દ ન્યુઝ, રાપર રાપર તાલુકાની શ્રી પાલનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૧, શ્રી મેવાસા પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૬, શ્રી ખાનપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૧૭, શ્રી વિજાપર પ્રાથમિક શાળાના કેન્દ્ર નંબર ૯૮, શ્રી ફતેહગઢ કુમાર પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૧૫૨, શ્રી શિકાગો ટાઉનશીપ પ્રાથમિક શાળા (મેવાસા) કેન્દ્ર નંબર ૨૧૧, શ્રી રૂપદાસવાંઢ પ્રાથમિક શાળા કેન્દ્ર નંબર ૨૨૦ અને શ્રી ખારીયાવાંઢ પ્રાથમિક શાળા(સઈ) કેન્દ્ર નંબર ૨૮૯ની શાળાઓમાં પ્રધાનમંત્રી પોષણ યોજના કેન્દ્રો પર દ્વિતીય શૈક્ષણિક સત્ર માસ ફેબ્રુઆરીમાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે ખાલી પડેલ મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલકોની જગ્યા તદ્દન હંગામી…
Read Moreવેપારીઓની સુવિધાઓ અને જીએસટી રજીસ્ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણ બાબતે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 56મી GST કાઉન્સિલની બેઠકમાં જીએસટી કાયદામાં Next-Gen સુધારા સાથે પ્રજાલક્ષી GST 2.0ની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્ય માણસ, ખેડૂત તથા નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો અને નોંધપાત્ર લાભ થઇ રહેલ છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયાને સરળ બનાવવા માટે વૈકલ્પિક સરળ GST રજીસ્ટ્રેશન યોજના શરૂ કરવામાં આવી. નાના અને મધ્યમ ઉદ્યોગકારો કે જેઓ દર મહિને રૂપિયા 2.5 લાખ સુધીની વેરાશાખ પાસ ઓન કરે તો તેઓને કામકાજના ત્રણ દિવસમાં જીએસટી નંબર મળી રહે તેવી જોગવાઇ કરવામાં આવી. આ યોજના હેઠળ ત્રણ જ માસમાં…
Read Moreમોરબીમાં તા. ૨૧ ફેબ્રુઆરીએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
હિન્દ ન્યુઝ, મોરબી નિયામક, રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી આગામી તા. ૨૧/૦૨/૨૦૨૬ ના રોજ યુ.એન. મહેતા કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી કરશે. આ ભરતી મેળામાં સહભાગી થવા માટે ઉમેદવારોની વય મર્યાદા ૧૮ થી…
Read Moreદેવગઢ બારિયા તાલુકાના રાતડીયા ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેન એ ખેડૂત બહેનોને પ્રાકૃતિક ખાતર બનાવવા અંગે આપી તાલીમ
હિન્દ ન્યુઝ, દેવગઢ બારિયા દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ રાતડીયા ગામ ખાતે કૃષિ સખી સવાયા ઉષાબેનએ અન્ય ખેડૂત બહેનોને કુદરતી ખાતર કઈ રીતે બનાવવું એ અંગે પ્રેક્ટીકલ થકી તાલીમ આપી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તાર પૂર્વક જાણકારી આપી હતી. આ દરમ્યાન ઉષાબેનએ સૌ ખેડૂત બહેનોને મુંઝવતા પ્રશ્નોના જવાબ આપી પ્રાકૃતિક ખેતી થકી થતા ફાયદાઓ તેમજ રાસાયણિક ખાતર-બિયારણ-દવા થકી જમીન, અનાજ, શાકભાજી, ફળો થકી મનુષ્યોને કઈ રીતે નુકસાન કારક છે એ અંગે સમજણ આપી હતી.
Read Moreપ્રાકૃતિક કૃષિથી કરો ધરતીનું રક્ષણ અને આરોગ્યનું જતન
હિન્દ ન્યુઝ, ડાંગ ધરતી એ માતા સમાન છે. ખેડૂત એ તેનો સાચો રખેવાળ છે, જે યોગ્ય રીતે ધરતીનું રક્ષણ અને સંવર્ધન કરી શકે છે. આપણાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં નેતૃત્વમાં જમીનને ફરી જીવંત બનાવવા અને તેની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા ખેડૂતોને અપીલ કરવામાં આવી રહી છે. પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી તરફનું પગલું છે. આ પદ્ધતિ અપનાવવાથી વાતાવરણ તો શુદ્ધ બને જ છે, સાથે સાથે માનવીઓનું આરોગ્ય પણ…
Read Moreકૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ (ડાંગ) ખાતે ખેડુતોએ ભારત-VISTAAR ડિજિટલ પ્લેટફોર્મ અંગેનું જીવંત પ્રસારણ નિહાળ્યું
હિન્દ ન્યુઝ, ડાંગ નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ ચાલતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે ખેડુતોને ભારત-VISTAAR Phase-1 લોન્ચનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. જે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા Bharat-VISTAAR એ સરકાર દ્વારા બનાવવામાં આવેલું બહુભાષી, AI-આધારિત કૃષિ સલાહકાર ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ વિવિધ માહિતી અને સલાહ જેવી કે વાતાવરણ (મોસમ), બજાર ભાવ, પાક પર સલાહ, જમીનની સ્થિતિ અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી સીધી રીતે ખેડૂતો સુધી પહોંચાડવા માટે ડિઝાઇન કરાયું…
Read More