હિન્દ ન્યુઝ, સુરત જાહેર આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર દ્વારા આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલી છે. ગંભીર બીમારીઓમાં સૌને આરોગ્યની સેવાઓ વિનામૂલ્યે મળી રહે તે માટે યોજના કારગત નીવડી છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજયના નાગરિકોને પ્રતિવર્ષ રૂ.૧૦ લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળી રહી છે. વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના બનેલી આયુષ્માન ભારત યોજનાએ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોમાં એક નવો વિશ્વાસ…
Read MoreMonth: January 2026
ગાંધીનગરના માઈ ભક્તો માટે ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા’નો આજથી પ્રારંભ: કોર્પોરેશનના તમામ વોર્ડમાંથી ૧૫ બસો અંબાજી જવા રવાના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આયોજિત ‘૫૧ શક્તિપીઠ પરિક્રમા’ મહોત્સવમાં સહભાગી થવા માટે ગાંધીનગર શહેરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના તમામ વોર્ડના નાગરિકો આ પરિક્રમાનો લાભ લઈ શકે તે હેતુથી આજે મહાનગરપાલિકા દ્વારા કુલ ૧૫ વિશેષ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગાંધીનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડના ભક્તોને આવરી લેતા સર્વસમાવેશક આયોજન થકી આ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે,તા.૩૦ જાન્યુઆરીના રોજ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં માઈભક્તો નિર્ધારિત સ્થળોએ એકઠા થયા હતા, જ્યાંથી ૧૫ બસોમાં તેઓ…
Read Moreબાળ લગ્ન મુક્તિ માટે જાગૃતિ કાર્યક્રમ – બાળ વિવાહ મુક્તિ રથનું આયોજન
હિન્દ ન્યુઝ, પંચમહાલ બાળ લગ્ન એક ગંભીર સામાજિક કુરિવાજ છે, જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકી અને 21 વર્ષથી ઓછી ઉંમરના યુવકના લગ્ન કરવામાં આવે છે, જે કાયદાકીય ગુનો છે. બાળ લગ્ન બાળકના સ્વાસ્થ્ય, શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અત્યંત હાનિકારક છે. નાની ઉંમરે લગ્ન થવાથી ગર્ભાવસ્થા દરમિયાન બાળકીના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. વૈજ્ઞાનિક રીતે 20 થી 30 વર્ષની ઉંમર માતૃત્વ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે વહેલા લગ્ન માતૃત્વને જોખમી બનાવી શકે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ–2006 મુજબ બાળ લગ્ન કરનાર માતા-પિતા…
Read Moreધોરાજી તાલુકાના તોરણીયા ગામે પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, ધોરાજી ખેડુતોએ પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી 🚜🌾 ધોરાજી તાલુકાના તોરણીયા ગામે ખેડૂતો માટે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી એટલે કે પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય અંશ: ✅ જમીનની ફળદ્રુપતા જાળવવાની રીતો. ✅ રાસાયણિક ખાતર વગર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. ✅ ગાય આધારિત ખેતીના વિવિધ ફાયદાઓની સમજ. આ તાલીમ દ્વારા ખેડૂતોમાં જાગૃતિ ફેલાવી તેમને સમૃદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
Read Moreસુરતની સ્મીમેર હોસ્પિટલને IDBI બેંકના CSR ફંડ હેઠળ રૂ.૧૦ લાખના ખર્ચે ‘ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ’ મશીનની ભેટ
હિન્દ ન્યુઝ, સુરત સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મેડિસિન વિભાગમાં દર્દીઓની સુવિધામાં વધારો કરતા IDBI બેંકના CSR ફંડ હેઠળ રૂ.૧૦ લાખના અત્યાધુનિક ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ મશીનની ભેટ આપવામાં આવી છે. Schiller કંપનીના આ મશીનનું ઇન્સ્ટોલેશન પૂર્ણ કરી આજથી જ મનપાની હોસ્પિટલ કમિટી ચેરમેન મનીષાબેન આહિરના હસ્તે દર્દીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જે હૃદયની તપાસ તેમજ Ischemia હાર્ટ બ્લોક અને અન્ય બીમારીઓમાં અત્યંત સચોટ પરિણામો આપશે. એન્જીયોપ્લાસ્ટી, સ્ટેન્ટ અથવા બાયપાસના દર્દીઓના ફોલો અપમાં આ ટેસ્ટ થઈ શકશે.
Read Moreદાહોદ જિલ્લામાં શહીદ દિન નિમિત્તે કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
૩૦મી જાન્યુઆરી – શહીદ દિન હિન્દ ન્યુઝ, દાહોદ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૬ને શુક્રવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે દાહોદ જિલ્લામાં સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં વહિવટી તંત્રના સૌ અધિકારી-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.
Read Moreવલસાડના વાંકલમાં ૪૦ માં મહાશિવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારી
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના વાંકલ ગામે આ વર્ષે મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે એક અદ્વિતીય અને અલૌકિક ભક્તિ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને વિશ્વવિખ્યાત શિવ કથાકાર પૂજ્ય બટુકભાઈ વ્યાસના સંકલ્પ અને સાનિધ્યમાં આયોજિત “મહાશિવરાત્રિ મહોત્સવ 2026” અંતર્ગત 31 લાખ રુદ્રાક્ષથી તૈયાર થતું 31 ફૂટ ઊંચું વિરાટ રુદ્રાક્ષ શિવલિંગ નિર્માણ પામે છે, જે સમગ્ર વિશ્વમાં ભક્તિ, શ્રદ્ધા અને ગૌરવનું અનોખું પ્રતીક બની રહ્યું છે. આ ભવ્ય મહોત્સવ 7 થી 15 ફેબ્રુઆરી 2026 દરમિયાન વલસાડ-ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ પાસે – દુલસાડ ખાતે…
Read More“રાષ્ટ્રીય બાલિકા દિવસ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા-ડાંગ દ્વારા દિકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન
હિન્દ ન્યુઝ, ડાંગ મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ દ્વારા તારીખ ૨૪ જાન્યુઆરીના રોજ જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન શ્રીમતિ સારૂબેન વળવીના અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત દિકરી વધામણા કિટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઊજવણી કરવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૨૦૦૮ માં આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરી હતી. દીકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને અસામનતા દૂર કરવાના ઉદ્દેશ્યથી આ દિવસની…
Read Moreરાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી
હિન્દ ન્યુઝ, દાહોદ રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન સઘન રીતે કરવામાં આવશે. આ અભિયાન જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે તથા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ યોજાશે. દર વર્ષે ૩૦ જાન્યુઆરી – એન્ટી લેપ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર જિલ્લાના ગામોમાં રક્તપિત (લેપ્રસી) અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે. દરેક ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરી રક્તપિત રોગ વિશે માહિતી આપવામાં આવશે તેમજ રક્તપિતગ્રસ્ત દર્દીઓને સમાજનો સહકાર મળે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં…
Read Moreપ્રાકૃતિક ખેતીથી થતાં મુખ્ય ફાયદાઓ
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાકૃતિક ખેતીથી ખર્ચ તો ઘટે જ છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે. ભારત જેવાં કૃષિપ્રધાન દેશમાં ખેતી માટે વપરાતી રાસાયણિક પદ્ધતિને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતાં અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત બન્યાં છે અને તે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જેનાં પરિણામે કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ થઈ શકે છે. આ બધાંમાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે. દેશનાં નાગરિકોને રસાયણ મુકત શુદ્ધ અનાજ અને શાકભાજી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ…
Read More