“રાષ્ટ્રીય બાલિકા દિવસ” અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા-ડાંગ દ્વારા દિકરી વધામણા કિટ વિતરણ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ      મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા ડાંગ દ્વારા તારીખ ૨૪ જાન્યુઆરીના રોજ જનરલ સિવિલ હોસ્પિટલ આહવા ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેન શ્રીમતિ સારૂબેન વળવીના અધ્યક્ષતામાં રાષ્ટ્રીય બાલિકા દિવસ અંતર્ગત દિકરી વધામણા કિટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.  દર વર્ષે ૨૪ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઊજવણી કરવામાં આવે છે. ભારત સરકારે વર્ષ ૨૦૦૮ માં આ દિવસની ઊજવણી કરવાની શરૂઆત કરી હતી. દીકરીઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવા અને અસામનતા દૂર કરવાના ઉદ્દેશ્યથી આ દિવસની…

Read More

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી

હિન્દ ન્યુઝ, દાહોદ       રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત સ્પર્શ લેપ્રસી અવરનેસ પખવાડિયાની ઉજવણી તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન સઘન રીતે કરવામાં આવશે. આ અભિયાન જિલ્લા કલેકટર શ્રી યોગેશ નીરગુડે તથા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ યોજાશે. દર વર્ષે ૩૦ જાન્યુઆરી – એન્ટી લેપ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર જિલ્લાના ગામોમાં રક્તપિત (લેપ્રસી) અંગે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે. દરેક ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરી રક્તપિત રોગ વિશે માહિતી આપવામાં આવશે તેમજ રક્તપિતગ્રસ્ત દર્દીઓને સમાજનો સહકાર મળે તે માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં…

Read More

પ્રાકૃતિક ખેતીથી થતાં મુખ્ય ફાયદાઓ

હિન્દ ન્યુઝ, દાહોદ  પ્રાકૃતિક ખેતીથી ખર્ચ તો ઘટે જ છે અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે.     ભારત જેવાં કૃષિપ્રધાન દેશમાં ખેતી માટે વપરાતી રાસાયણિક પદ્ધતિને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતાં તેમાંથી ઉત્પન્ન થતાં અન્ન, ફળ અને શાકભાજી ઝેરયુક્ત બન્યાં છે અને તે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. જેનાં પરિણામે કેન્સર, હ્રદયરોગ અને ડાયાબિટીસ જેવી બિમારીઓ થઈ શકે છે. આ બધાંમાંથી બચવાનો એક માત્ર ઉપાય પ્રાકૃતિક કૃષિ છે.   દેશનાં નાગરિકોને રસાયણ મુકત શુદ્ધ અનાજ અને શાકભાજી આપવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ…

Read More

દેશના વિવિધ રાજ્યોના કલેકટરઓ અને મ્યુનિસિપલ કમિશનરો માટેના NAKSHA પ્રોગ્રામના બે દિવસીય તાલીમ અને વર્કશોપનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભૂમિ સંસાધન વિભાગના આર્થિક સહયોગ અને બી.એન. યુગાન્ધર ગ્રામીણ અધ્યયન કેન્દ્ર(BNYCRS), લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન અકાદમી(LBSNAA) મસુરી અને ગુજરાતના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (CoE)ના સંયુક્ત ઉપક્રમે આજથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે, કલેક્ટરઓ અને મ્યુનિસિપલ કમિશનરઓ માટે NAKSHA (National geospatial Knowledge based Land Survey of Urban Habitations) પ્રોગ્રામના બે દિવસીય તાલીમ અને વર્કશોપનો પ્રારંભ થયો છે.       ગ્રામીણ વિકાસ મંત્રાલયના ભૂમિ સંસાધન સચિવશ્રી શૈલેષકુમાર સિંહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના…

Read More

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે સાયબર જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ કાર્યક્રમનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, ડાંગ     સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા ખાતે CAWACH કેન્દ્ર અંતર્ગત સાયબર જાગૃતિ અને વ્યક્તિત્વ વિકાસ (Cyber Awareness & Personality Development Programme), (Expert Lecture & MoU Signing) નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે પ્રદિપ મુન (CBWE – Central Board for Workers’ Education, Ministry of Labour & Employment, Government of India) ઉપસ્થિત રહ્યા. તેમણે વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ કુશળતા, સાયબર ક્રાઇમ જાગૃતિ, ઑનલાઇન ફ્રોડ, ડિજિટલ સુરક્ષા તથા કારકિર્દી અવસરો અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું. કોલેજના આચાર્ય ડૉ. યુ. કે. ગાંગુર્ડેએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું.…

Read More

મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના તબીબોને સ્વતંત્ર વ્યવસાય માટે આર્થિક સહાય યોજનાનો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, મોરબી    સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ડોક્ટરો માટે ‘ડો. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિ તબીબી લોન/સહાય યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના પાત્રતા ધરાવતા ડોક્ટરોને પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ યોજના હેઠળ MD અથવા MS ની અનુસ્નાતકની પદવી ધરાવતા તબીબોને રૂ. ૩,૦૦,૦૦૦/- ની લોન ૪% ના વ્યાજ દરે અને રૂ. ૧,૦૦,૦૦૦/- ની સહાય મળવાપાત્ર છે. ઉપરાંત MBBS, BAMS, BHMS, BDS જેવી ડિગ્રી કે ડિપ્લોમાની સ્નાતકની પદવી ધરાવતા…

Read More

મોરબી જિલ્લાના ઉદ્યોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે ૫ ફેબ્રુઆરીએ પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં ‘ઓપન હાઉસ’ યોજાશે

હિન્દ ન્યુઝ, મોરબી     મોરબી જિલ્લાના વિવિધ વેપાર-ઉદ્યોગોને લગતા પ્રશ્નોની ચર્ચા અને નિકાલ માટે રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની અધ્યક્ષતામાં તા. ૦૫/૦૨/૨૦૨૬, બપોરે ૧૨:૦૦ કલાકે, કોન્ફરન્સ રૂમ નં. ૧૩૬, કલેક્ટર કચેરી, મોરબી ખાતે ‘ઓપન હાઉસ’ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓપન હાઉસ અન્વયે જિલ્લાના ઔદ્યોગિક એસોસિએશનોએ ઉદ્યોગોને લગતા પ્રશ્નો કે સૂચનો સોફ્ટ કોપીમાં gm-dic-mor@gujarat.gov.in પર અથવા હાર્ડ કોપીમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (રૂમ નં. ૨૩૩, ૨૩૪, જિલ્લા સેવા સદન, સો-ઓરડી) ખાતે તા. ૩૧/૦૧/૨૦૨૬ સુધીમાં મોકલી આપવા મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરની યાદીમાં જણાવાયું છે.

Read More

વજન ઘટાડવામાં ડાયેટ મહત્વપૂર્ણ

હિન્દ ન્યુઝ, દાહોદ  નિયમિત અને સંતુલિત ડાયેટથી વજન નિયંત્રણમાં રહે છે, શરીર અને મન પણ સ્વસ્થ રહે છે     ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ પ્રત્યેક વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને, મેદસ્વિતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ આવે અને સ્વસ્થતાનો આ વિચાર અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા-મુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે.   વર્તમાન સમયમાં મેદસ્વિતા ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. પરિણામે શરીર અનેક બીમારીઓનું ઘર બને…

Read More

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે પોષણ કીટનું કરાયું વિતરણ

હિન્દ ન્યુઝ, દાહોદ      દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ આહાર કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી રાવત દિપીકાબેન વિનેશભાઈ દ્વારા કુલ 15 ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાથે IMPACT INDIA, પિરામલ સ્વાસ્થ્ય સંસ્થા, PSMRI તથા KHPTના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ટીબી મુક્ત ભારત…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર     ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સ્વાગત અર્થે એરપોર્ટ પર રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીનું વિમાન ઉતરાણ થયા બાદ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરીએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર…

Read More