મોઢેરા ખાતે ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, મોઢેરા ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે. ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં કલા અને સંસ્કૃતિનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. તા. 17 અને 18 જાન્યુઆરીના રોજ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’માં પ્રખ્યાત કલાકારો ભરતનાટ્યમ, કુચિપુડી, કથક અને ઓડીસી જેવા નૃત્યોથી વાતાવરણને વધુ દિવ્ય બનાવશે.

Read More

છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર     છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના ગામોના વિકાસ અને સ્થાનિક સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને છોટાઉદેપુર તાલુકાના અછાલા અને અંબાલા ગામોની રૂબરૂ મુલાકાત લઈ ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા વીજ પુરવઠા સંબંધિત પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરએ આ રજૂઆતોને ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને ઉપસ્થિત વીજ વિભાગના અધિકારીઓ સાથે સ્થળ પર જ ચર્ચા કરી હતી. તેમણે ગ્રામ્ય વિસ્તારમાં નિયમોનુસાર સતત વીજ પુરવઠો મળી રહે તે માટે ટેકનિકલ ખામીઓ દૂર કરવા અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના…

Read More

સ્વ. રમેશચંદ્ર સંધવીના ૭૪મા જન્મદિને સંધવી પરિવારની માનવતાની સેવા

હિન્દ ન્યુઝ, સુરત       નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીના પિતા સ્વ. રમેશચંદ્ર ભુરાભાઈ સંધવીના ૭૪મા જન્મદિન નિમિત્તે સંધવી પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાભર્યો સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૧૨૦થી વધુ બાળકોને તેમની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિશેષ કીટનું વિતરણ કરવામાં આવી હતી.           નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીન માતૃ દેવિયાનીબેન સંઘવી, નેહલ અને હેની રમેશચંદ્ર સંઘવી માનવતાની ઝલક બન્યા છે              બાળકોને આપવામાં આવેલી શૈક્ષણિક કીટ કંપાસ,પેન્સિલ,બેગ તેમજ અન્ય કીટમાં રમકડાં, ફુટ, બિસ્કીટ સહિતની ઉપયોગી…

Read More

‘કેળ કેમ્પેઈન’ અંતર્ગત સુરત જિલ્લાના ખેડૂતોને ઓલપાડ તાલુકા ખાતે મોડેલ ફાર્મની મુલાકાત કરાવાઈ

હિન્દ ન્યુઝ, સુરત       ‘કેળ કેમ્પેઈન’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ,સુરત દ્વારા કેળની ખેતી કરતા ખેડુતોને સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સરસ ગામનાં પ્રગતિશીલ ખેડુત કલ્પેશભાઈ પટેલના મોડેલ ફાર્મની વિઝિટ કરાવવામાં આવી હતી. જેમાં કલ્પેશભાઈએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ હેઠળ થતી કેળની ખેતી વિષે વિસ્તૃત સમજણ આપી હતી. તેમજ પારંપરિક રીતે થતી ખેતીનાં ફાયદા અંગે જાણકારી આપી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત કર્યા હતા. સાથે જ ઓલપાડ તાલુકા GPKVB સ્ટાફ TPM પરમાનંદભાઈ, AA વિપુલભાઈ અને ATMA સ્ટાફ ATM હીરેનભાઈ દ્વારા પ્રાકૃતિક ખેતીના આયમ વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 

Read More

‘કરુણા અભિયાન’ અંતર્ગત સુરત વન વિભાગ દ્વારા પાંચ દિવસમાં ૧૭ પ્રજાતિના ૧૮૪૧ પક્ષીઓની બચાવ-સારવાર કરવામાં આવી, તા.૨૦ જાન્યુ. સુધી ચાલશે અભિયાન

હિન્દ ન્યુઝ, સુરત      સુરત વન વિભાગ દ્વારા સુરત જિલ્લામાં ‘કરૂણા અભિયાન-૨૦૨૬’ અંતર્ગત તા.૧૦/૦૧/૨૦૨૬ થી તા.૧૪/૦૧/૨૦૨૬ દરમિયાન કબુતર, સમડી, કાગડો, પોપટ, બગલા, બ્લેક આઈબીસ, ઘુવડ, ચામાચીડીયુ, વોટર બર્ડ, કાબર, ટીટોડી, કોયલ, મોર, કોકટેલ, ચકલી, સકરો જેવી ૧૭ પ્રજાતિના કુલ ૧૮૪૧ પક્ષીઓ રેસ્ક્યુ કરાયાં હતા. જે પૈકી ૨૧૧ પક્ષીઓ મૃત્યુ પામેલા હતા આ મૃત પક્ષીઓમાં સૌથી વધુ ૨૦૩ કબુતર મળી આવ્યાં હતાં.          ઉલ્લેખનીય છે કે, ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર- બચાવ કાર્ય માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં તા.૨૦ જાન્યુઆરી સુધી ‘કરુણા અભિયાન’…

Read More