હિન્દ ન્યુઝ, સુરત
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંધવીના પિતા સ્વ. રમેશચંદ્ર ભુરાભાઈ સંધવીના ૭૪મા જન્મદિન નિમિત્તે સંધવી પરિવાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાભર્યો સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવી સિવિલ હોસ્પિટલના બાળવિભાગમાં દાખલ ૧૨૦થી વધુ બાળકોને તેમની રોજિંદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વિશેષ કીટનું વિતરણ કરવામાં આવી હતી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીન માતૃ દેવિયાનીબેન સંઘવી, નેહલ અને હેની રમેશચંદ્ર સંઘવી માનવતાની ઝલક બન્યા છે
બાળકોને આપવામાં આવેલી શૈક્ષણિક કીટ કંપાસ,પેન્સિલ,બેગ તેમજ અન્ય કીટમાં રમકડાં, ફુટ, બિસ્કીટ સહિતની ઉપયોગી તેમજ આનંદદાયક ચીજવસ્તુઓ સામેલ હતી. કીટ હાથમાં લેતાં જ બાળકોના ચહેરા પર આનંદની ઝલક દેખાઈ હતી અને આખા બાળવિભાગમાં ખુશી છવાઈ ગઈ હતી. કેટલાક બાળકોએ રમકડાં સાથે રમતાં તાળીઓ પાડી તો કેટલાકે સ્મિત સાથે પોતાના માતા-પિતાને બતાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. સાથે જ બાળકોની માતાઓને સાડી તેમજ શિયાળાને અનુરૂપ બ્લેન્કેટ આપી સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવ્યો હતો.

