હિન્દ ન્યુઝ, મોઢેરા
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોઢેરા સૂર્યમંદિર ખાતે દ્વિદિવસીય શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ યોજાશે.
ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં કલા અને સંસ્કૃતિનો મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. તા. 17 અને 18 જાન્યુઆરીના રોજ ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’માં પ્રખ્યાત કલાકારો ભરતનાટ્યમ, કુચિપુડી, કથક અને ઓડીસી જેવા નૃત્યોથી વાતાવરણને વધુ દિવ્ય બનાવશે.

