હિન્દ ન્યુઝ, કાલાવડ
અમદાવાદની પ્રખ્યાત ‘જીસીએસ હોસ્પિટલ’ દ્વારા કાલાવડ તાલુકાના છત્તર ગામમાં નિષ્ણાંત અને અનુભવી ડોક્ટરો દ્વારા “ફ્રી મેડિકલ કેમ્પ” (મફત તપાસ)નું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં કાલાવડ ૭૬ નાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા નાં ધર્મપત્ની અને જામનગર સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ નાં ચેરપર્સન એવા શ્રીમતી ગોમતીબેન ચાવડા, “હિન્દ રક્ષક સંઘ” નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ, છત્તર ગામના અને આજુબાજુ ગામના તમામ સરપંચ, ઉપસરપંચ તેમજ ગામના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજાણી પરિવાર તરફથી હાજર તમામ મહેમાનો ને ફુલહાર થી સ્વાગત સન્માન કરવામાં આવ્યા.


“હિન્દ રક્ષક સંઘ” નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ દ્વારા નીલ દીપેનભાઈ રાજાણી ને પ્રજા હિતકારી કાર્ય કરવા બદલ સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

🩺કાલાવડ નાં છત્તર ગામ ખાતે “ફ્રી મેડિકલ કેમ્પ” યોજાયો
https://www.facebook.com/share/v/1EcXuqKcpv
https://youtu.be/d1EqoplMI00?si=uSq2glRhL4kfdsDn
https://www.instagram.com/reel/DTqIFdkDxjP/?igsh=MWxhOTYzNmRtZzNudg
‘હિન્દ ન્યુઝ’ ફેસબુક પેજ : https://www.facebook.com/share/1CbYtXV58C

