કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 મુખ્ય યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-માંના પારદર્શી, ઝડપી અને એ.આઈ. બેઝ્ડ ટેક્નોલોજીથી અમલીકરણ કરવા મુખ્યમંત્રીનું સૂચન. રાજ્યમાં રાજપીપળા, મોરબી, નવસારી, ગોધરા અને પોરબંદર એમ પાંચ મેડિકલ કોલેજ, હોસ્પિટલ્સ અને હોસ્ટેલ્સના નિર્માણ કાર્યો 2026ના ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે તેમ મુખ્યમંત્રીની સમક્ષ આ બેઠકમાં જણાવવામાં આવ્યું. માન. વડાપ્રધાનની દરેક કલ્યાણ યોજનાઓના અમલમાં ગુજરાત અગ્રેસર છે તે જ પરિપાટીએ કેન્દ્ર પુરસ્કૃત આરોગ્યલક્ષી 10 યોજનાઓના શ્રેષ્ઠ અમલીકરણમાં પણ ગુજરાતને અગ્રેસર રાખીને મુખ્યમંત્રીએ સ્વસ્થ ગુજરાતનો સંકલ્પ સાકાર…

Read More

મોરબીમાં સુરેન્દ્રનગર અને મોરબી ક્લસ્ટર કક્ષાનો મેગા જોબ ફેર જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીએ શુભારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, મોરબી      મોરબીમાં જિલ્લા રોજગાર કચેરી મોરબી તથા સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મોરબી આઈ.ટી.આઈ ખાતે ક્લસ્ટર કક્ષાનો મેગા જોબફેર યોજાયો હતો. આ જોબ ફેરનો જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ શુભારંભ કરાવ્યો હતો. આ વેળાએ ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તથા જિલ્લા કલેકટર કે.બી. ઝવેરી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.    આ મેગા જોબ ફેરમાં સુરેન્દ્રનગર જિલ્લાના ૧૩ અને મોરબી જિલ્લાના ૨૫ મળી કુલ ૩૮ નોકરી દાતાઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૨૭૬ તથા મોરબી જિલ્લાના ૬૯૬ ઉમેદવારો મળી ૯૭૨ ઉમેદવારો રોજગારી મેળવવા માટે ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના ૨૧૧ અને મોરબી…

Read More