તા.૨૫મી જાન્યુઆરી- ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિન-૨૦૨૬

હિન્દ ન્યુઝ, સુરત  જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એમ.ટી.બી.કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રીય ‘મતદાતા દિવસ- ૨૦૨૫’ (NVD-2025) ની ઉજવણી કરાશે      જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તા.૨૫મી જાન્યુ.એ સવારે ૧૧.૩૦ વાગ્યે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, એમ.ટી.બી.કોલેજ કેમ્પસ, ચોપાટી ગાર્ડનની સામે, અઠવાલાઈન્સ ખાતે ‘માય ઇન્ડિયા, માય વોટ’ થીમ અને ‘Citizen at the Heart of Indian Democracy’ ની ટેગલાઈન સાથે પર ૧૬મા રાષ્ટ્રીય ‘મતદાતા દિવસ- ૨૦૨૫’ (NVD-2025) ની ઉજવણી કરવામાં આવશે. 

Read More

ઉમરગામ નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત

હિન્દ ન્યુઝ, ઉમરગામ       રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકે ઉમરગામ નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહી બપોરે ૧૨ કલાકે કલગામમાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ અનુકૂળતાએ ઉમરગામ તાલુકાના માણેકપુર ગામમાં વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ઉમરગામ તાલુકા વારલી સમાજની મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬માં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયેથી ચીખલી, જિ.નવસારી જવા રવાના થશે. 

Read More

તા.૨૫મી જાન્યુઆરી- ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિન-૨૦૨૫

હિન્દ ન્યુઝ,       તા.૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી, જેને વર્ષ ૨૦૧૧ થી રાષ્ટ્રીય મતદાતા દિવસ (NVD) તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિનની ઉજવણીનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. આ વર્ષે & “Nothing Like Voting, I Vote for Sure” (મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ) થીમ પર મતદાતા દિનની ઉજવણી થઈ રહી છે.  ભારતના ચૂંટણી પંચ (ECI)ની સ્થાપના ૨૫/૦૧/૧૯૫૦ ના રોજ પ્રથમ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કરવામાં આવી હતી. બંધારણ સભાએ આર્ટિકલ ૩૨૪…

Read More

સુરત જિલ્લામાં બાગાયત ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે ખેડૂતોએ સમયમર્યાદામાં ક્લેમ સબમિટ કરવા અનુરોધ

હિન્દ ન્યુઝ, સુરત       સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા ખેડૂતલક્ષી વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાઓ અંતર્ગત પેકિંગ મટીરીયલ્સ, હાઇબ્રીડ શાકભાજી બિયારણ, છુટા ફુલો, જામફળ અને આંબા જેવા ફળ પાકોના વાવેતર, કેળ (ટીસ્યુ કલ્ચર), ટ્રેલીઝ મંડપ (કાચા, અર્ધપાકા અને પાકા), કૃષિ યાંત્રીકરણ પ્રોત્સાહન, પ્લાસ્ટિક આવરણ (મલ્ચિંગ), શાકભાજી પાકો માટે ક્રોપ કવર, વેલાવાળા શાકભાજી માટે ટીસ્યુ કલ્ચરથી ઉત્પન્ન પ્લાન્ટિંગ મટીરીયલ તેમજ બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર જેવા ઘટકો માટે સહાય આપવામાં આવી રહી છે.         ઉપરોક્ત યોજનાઓ હેઠળ i-khedut 2.0 પોર્ટલ…

Read More

શાળાઓ અને વિદ્યાર્થીઓને સંસ્કાર, સંવાદ અને સંસ્કૃતિ સાથે જોડવાનું સશક્ત માધ્યમ તૈયાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાના વરદ્હસ્તે સંસ્કૃત કક્ષની યોજનાનું લોકાર્પણ; સરળ માનક સંસ્કૃત, આનંદદાયક તથા ક્રિયા આધારિત અધ્યયન પદ્ધતિ, શ્લોક, સંવાદ, નાટ્ય, વિવિધ પ્રવૃત્તિઓ, લઘુ પુસ્તકાલય તથા આધુનિક ડિજિટલ સામગ્રી દ્વારા સંપૂર્ણ સંસ્કૃતમય શૈક્ષણિક વાતાવરણનું સંસ્કૃત કક્ષમાં કરાશે નિર્માણ. સંસ્કૃત કક્ષ તથા અન્ય યોજનાઓમાં જોડાવવા ઇચ્છુક સંસ્થાઓએ ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ માર્ગદર્શિકા અનુસાર નિયત અરજી ફોર્મ ભરીને નોંધણી કરાવવાની રહેશે, વધુ માહિતી માટે https://grsb.gujarat.gov.in ની મુલાકાત લેવા અનુરોધ.

Read More

છોટાઉદેપુર ખાતે CRP અને કૃષિ સખીની એક દિવસીય તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર      ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર છોટાઉદેપુર ખાતે CRP અને કૃષિ સખીઓ માટે એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ તાલીમમાં NMNF, GPKVB અને ATMA હેઠળ આવતી યોજનાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. નવા ખેડૂતો જોડવા માટે વૈજ્ઞાનિક અને અસરકારક પદ્ધતિઑ, રસાયણિક ખેતીની સમસ્યાઓ અને પ્રાકૃતિક ખેતીના લાભોની સમજૂતી આપવામાં આવી હતી. ગામ સ્તરે ખેડૂત મીટિંગ કેવી રીતે અસરકારક રીતે ગોઠવવી તેની પ્રાયોગિક સમજ ફિલ્ડમાં આવતી વાસ્તવિક મુશ્કેલીઓની ચર્ચા તેમજ પ્રાકૃતિક કૃષિ માટે કૃષિ યુનિ.ની ભલામણો,     ખેતરની…

Read More

કતારગામમાં રત્નમાલા અને ગજેરા જંક્શનને જોડતા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

હિન્દ ન્યુઝ, કતારગામ      સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામમાં નિર્માણ પામેલા રત્નમાલા જંક્શન અને ગજેરા જંક્શનને જોડતા એક તરફના ટુ-લેનના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.            મેયર દક્ષેશ કિશોરભાઈ માવાણી, રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા વિશેષ ઉપસ્થિતિમાં કતારગામના રત્નમાલા અને ગજેરા જંક્શન પર ઈ.પી.સી. (EPC- Engineering, Procurement & Construction) પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા આ ૪-લેન ફ્લાયઓવર બ્રિજના કાંસાનગરથી અમરોલી તરફ જતા એક તરફના ૨-લેન બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.      

Read More

બારડોલી ખાતે અગાસી માતાના સ્વપ્ન મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવ પ્રસંગે ENT સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલનું ભવ્ય લોકાર્પણ કરાયું

હિન્દ ન્યુઝ, બારડોલી     બારડોલી સ્થિત આસ્થાધામ અગાસી માતા ન્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જનસેવાર્થે નવનિર્મિત ધનુબા બાલુદાસ E.N.T (કાન-નાક-ગળા) સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.               આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, અગાસી માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ આરોગ્ય અને માનવ સેવાની યાત્રા અવિરત રહે તેવી પ્રાર્થના કરી છે. આપણી ગુજરાત સરકાર પણ રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે…

Read More

સુરત શહેરના અડાજણના શીટ નં.૬૦, ૬૫,૬૬, ૭૦ના રેકર્ડનું જમીન મહેસુલ હેઠળ પ્રમોલગેશન કરવામાં આવનાર છેઃ આ રેકર્ડ જાહેર જનતા માટે ખુલ્લું મૂકાયું છે

હિન્દ ન્યુઝ, સુરત     સુરત શહેરના અડાજણમાં સિટી સર્વે દાખલ કરવા માટે મળેલી મંજૂરી અનુસાર ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ ની કચેરીના શીટ નં.૬૦, ૬૫, ૬૬, ૭૦ નું પાર્ટ રેકર્ડ તૈયાર કરીને તા.૧૦/૦૨/૨૦૨૬ના રોજ ગુજરાત જમીન મહેસુલ નિયમો મુજબ પ્રમાણિત કરવામાં આવનાર છે. તૈયાર થયેલા અડાજણના રેકર્ડને ઈન્કવાયરી અધિકારી,અડાજણ-૧ની કચેરીમાં ખુલ્લું મુકવામાં આવ્યું છે, જેથી આ પ્રોપર્ટી કાર્ડ, રેકર્ડ, નકશા સામે જો કોઈને વાંધો હોય તો તા.૧૦/૦૨/૨૦૨૬ સુધીમાં ઈન્કવાયરી અધિકારી-અડાજણ-૧ની કચેરી, સી બ્લોક, છઠ્ઠો માળ, બહુમાળી ભવન કેમ્પસ, નાનપુરા ખાતે લેખિતમાં રજૂ કરવા નાયબ નિયામક જમીન દફતરની યાદીમાં જણાવાયું છે.

Read More

૨૬મી જાન્યુઆરી – ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, દાહોદ       ભારતના ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી – જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વન અને પર્યાવરણ પરિવર્તન આબોહવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગોવિંદગુરુ તાલુકાના કારઠ મુકામે યોજાનાર છે. આજરોજ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે એ ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું ક્રમશ: રિહર્સલ યોજાયું હતું. રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એ પરેડ નિરીક્ષણ કર્યું હતું. સાથે પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી. ઉપરાંત દેશભક્તિ-શૌર્ય-સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય…

Read More