હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં ઘાયલ પક્ષીઓની જાણ માટે જિલ્લા વાઈલ્ડ લાઈફ હેલ્પલાઈન નંબર ૯૯૦૯૭-૩૦૦૩૦ પર સંપર્ક કરવો જિલ્લામાં ૧૨ કલેક્શન સેન્ટર, ૨૩ સારવાર કેન્દ્રો, ૫૧ વેટરનરી તબીબો સહિત ૧૭ NGOનાં ૭૩૩ સ્વયંસેવકો અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે સેવારત સવારે અને સાંજે પક્ષીઓના વિચરવાના સમયે પતંગ ન ચગાવવા ચાઇનીઝ કે ગ્લાસ કોટેડ માંજાનો ઉપયોગ ટાળવા અને ઘાયલ પક્ષીઓ અંગે તાત્કાલિક જાણ કરવા જાહેર જનતાને અપીલ કરતાં જિલ્લા વન સંરક્ષક અધિકારી ધીરજ કુમાર ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં અબોલ પક્ષીઓની સારવાર-બચાવ કાર્ય માટે રાજ્ય સહિત સુરત જિલ્લામાં…
Read MoreDay: January 9, 2026
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના ૧૨૯૬ જેટલા શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ હિન્દ ન્યુઝ, સુરત ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના ૧૨૯૬ જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.
Read Moreત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ: તા.૧૧ જાન્યુઆરી સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક
હિન્દ ન્યુઝ, સુરત દરિયાકિનારાના પ્રવાસન સ્થળો, વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તા.૯ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને સાંસદ મુકેશભાઈ દલાલ અને ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, પ્રવિણભાઈ ઘોઘારી, અરવિંદ રાણા, જિ.પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ સહિતના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું કે, આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે. સુવાલીના દરિયાકિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે…
Read Moreવાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છ : ૨૦૨૬
હિન્દ ન્યુઝ, ભુજ કચ્છની ધરતીએ અનેક આફતોનો ખુમારીથી સામનો કરીને તેને અવસરમાં પલટી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે માત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગ્રીન એનર્જીનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે, આવનારો સમય ગ્રીન અને ક્લિન ઊર્જાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ હાઈબ્રિડ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે. એક સમયે જે કચ્છના રણને ‘નિર્જન’ અને ‘બિનઉપજાઉ’ ગણવામાં આવતું હતું, તે આજે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું સરનામું બની ગયું છે. ભારત સરકારના ૨૦૭૦ સુધીમાં…
Read Moreકચ્છમાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, કચ્છ ઉત્તરાયણ ૫ર્વ દરમિયાન ૫તંગ ઉડાડવાની પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં થતી હોય છે. આ દરમિયાન મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના ઉ૫યોગને કારણે વીજલાઈનો સાથે સં૫ર્ક થવાથી શોર્ટ સર્કિટ, વીજ પુરવઠામાં વિક્ષે૫ તથા માનવ અને ૫શુ જીવનને ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા રહેલી છે. આથી આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવને ધ્યાને લઈ, સમગ્ર કચ્છ જિલ્લામાં મેટાલિક આધારિત દોરી તથા ઓડિયો મેગ્નેટિક ટેપના વેચાણ અને ઉ૫યોગ ૫ર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ ૫ટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ મુજબ જાહેરનામું…
Read Moreધોળાવીરા ખાતે ૧૦મી જાન્યુઆરીએ યોજાશેઆં તરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬ હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોળાવીરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ધોળાવીરા ખાતે ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે ૯.૩૦ કલાકે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થશે. આ પતંગ મહોત્સવમાં ૧૮ દેશના ૪૫ તથા ૭ રાજ્યના ૨૩ પતંગબાજો ધોળાવીરાના આકાશમાં અવનવી પતંગોની રંગોળી રચશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ…
Read Moreરાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે દિવ્યાંગ ખેલ મહોત્સવનો શુભારંભ
હિન્દ ન્યુઝ, દાહોદ બ્લાઈંડ વેલફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઈંડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ મહારાજા જયદીપસિંહજી, રમત-ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ૦૪ દિવસ ચાલનારા દિવ્યાંગ ખેલ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમત-ગમતની ભાવના, આત્મવિશ્વાસ તથા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તમામ ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ દાહોદ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ સૌ…
Read More‘સોમનાથ સ્વાભિમાન પર્વ’; અતૂટ આસ્થાના 1000 વર્ષ
હિન્દ ન્યુઝ, સોમનાથ ભારતીય ઋષિ સંસ્કૃતિનું વહન કરતી વર્ષો જૂની શ્રી સોમનાથ સંસ્કૃત પાઠશાળા; જ્યાં નિત્ય વેદની ઋચા, શ્લોક, મંત્રનો ગુંજારવ થાય છે, સાથે જ અહીં વિદ્યાર્થીઓ ભારતના પૌરાણિક અને આધ્યાત્મિક જ્ઞાનને આત્મસાત કરે છે. અહીં ઋષિ કુમારો ભારતીય સંસ્કૃતિના અભિન્ન ભાગરૂપ સંસ્કૃત સાહિત્ય, વેદ, પુરાણ, જ્યોતિષ, વૈદિક ગણિત, વાસ્તુશાસ્ત્ર, આયુર્વેદ સહિતના વિષયનો અભ્યાસ કરી રહ્યા છે. શ્રી સંસ્કૃત સોમનાથ પાઠશાળામાં ધોરણ 9થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે.
Read Moreદાદા અને પિતા બાદ દીકરીઓના હાથમાં પતંગની ડોર: સુરતના એક જ પરિવારની ત્રીજી પેઢીની ૮ બહેનો ચલાવે છે ૭૫ વર્ષ જૂનો પતંગનો વ્યવસાય
હિન્દ ન્યુઝ, સુરત પતંગ માટે પ્રખ્યાત સુરતના રાંદેર ફકીરવાડના રમજુબેન પતંગવાલા અને તેમની બહેનો એક સિઝનમાં જાતે બનાવીને વેચે છે ૫૦થી ૬૦ હજાર પતંગ સુરતી રંગીન અને સુપર વ્હાઈટ કાગળમાંથી બનાવે છે સાડી સત્તાવીસ ચીલ, ચોત્રીસ પોણીયા, સાડત્રીસ અડદિયા, રોકેટ અને પ્રિન્ટ સહિતની પતંગની અન્ય વેરાઈટી ઉત્તરાયણ પર્વના દિવસો અગાઉ જ રાંદેરના પ્રખ્યાત પતંગ માર્કેટમાં સુરતીઓની ભીડ ઉમટી પડે છે. જેનું કારણ છે ત્યાં વસતા વર્ષો જૂના પતંગના વ્યાપારીઓ, જેઓ પરંપરાગત રીતે પેઢીઓથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૩૫ વર્ષથી…
Read Moreकेंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने अंतरराष्ट्रीय संगठनों के प्रतिनिधियों से की बैठक
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय कृषि एवं किसान कल्याण मंत्री श्री शिवराज सिंह चौहान ने आज नई दिल्ली स्थित कृषि भवन में एक उच्चस्तरीय बैठक की अध्यक्षता की, जिसमें प्रमुख अंतरराष्ट्रीय एवं बहुपक्षीय विकास साझेदार संगठनों के प्रतिनिधियों ने भाग लिया। इनमें फूड एंड एग्रीकल्चर ऑर्गनाइजेशन (FAO), वर्ल्ड फूड प्रोग्राम (WFP), इंटरनेशनल फंड फॉर एग्रीकल्चरल डेवलपमेंट (IFAD), वर्ल्ड बैंक, एशियन डेवलपमेंट बैंक (ADB), डॉयचे गेसेलशाफ्ट फ्यूर इंटरनेशनेले जुसामेनआर्बाइट (GIZ) तथा जापान इंटरनेशनल कोऑपरेशन एजेंसी (JICA) शामिल हैं। बैठक का उद्देश्य सहयोग को और सुदृढ़ करना, दीर्घकालिक विकास प्राथमिकताओं का…
Read More


