રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાનો પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે દિવ્યાંગ ખેલ મહોત્સવનો શુભારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ

    બ્લાઈંડ વેલફેર કાઉન્સિલ, દાહોદ અને નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઈંડ, દાહોદના સંયુક્ત ઉપક્રમે પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓ માટે રાજ્ય કક્ષાનો સ્પે. ખેલ મહાકુંભ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં આવેલ મહારાજા જયદીપસિંહજી, રમત-ગમત સંકુલ, દેવગઢ બારીયા ખાતે રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને ૦૪ દિવસ ચાલનારા દિવ્યાંગ ખેલ મહોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ ખેલાડીઓમાં રમત-ગમતની ભાવના, આત્મવિશ્વાસ તથા પ્રતિભાને પ્રોત્સાહન આપવાના હેતુસર રાજ્ય કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભમાં તમામ ખેલાડીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ દાહોદ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છા રાજ્ય મંત્રીશ્રી રમેશભાઈ કટારાએ સૌ ખેલાડીઓને આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, હારવું અને જીતવું એ રમત નો એક ભાગ છે. પરંતુ રમતમાં ભાગ લેવો એ મહત્વનું છે. રાજ્ય સરકાર રમત-ગમત ક્ષેત્રે ખેલાડીઓને પૂરતું પ્લેટફોર્મ મળી રહે તેમજ તેમની પ્રતિભાને ઉજાગર કરવા માટે સતત પ્રયત્ન શીલ રહી છે.

આ દરમ્યાન મંત્રીના વરદ હસ્તે દાહોદ જિલ્લાના ખેલાડી કે જેઓ દુબઇ જઈને એથલેટિક્સ માં ૫ મો નંબર પર વિજેતા થયા હતા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રી એ ૧૦૦ મીટરની દોડની શરૂઆત કરી સૌ ખેલાડીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દેવગઢ બારીયા રાજવી પરિવારના રાજમાતા ઉર્વશીદેવી, જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિદાબેન પટેલીયા, લાયઝન અધિકારી ગોસાઈ, જિલ્લા રમત વિકાસ અધિકારી બારીયા, જિલ્લા રમત ગમત અધિકારી રાઠવા, મામલતદાર સમીર પટેલ, દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખ, બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ, દાહોદ તેમજ નેશનલ એસોશિએશન ફોર ધી બ્લાઇન્ડના પ્રમુખ, અધિકારીઓ તેમજ અન્ય પદાધિકારીઓ તેમજ મહાનુભાવો અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી આવનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment