ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે પોષણ કીટનું કરાયું વિતરણ

હિન્દ ન્યુઝ, દાહોદ

     દાહોદ જિલ્લાનાં લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓ માટે પોષણક્ષમ આહાર કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચશ્રી રાવત દિપીકાબેન વિનેશભાઈ દ્વારા કુલ 15 ટીબી દર્દીઓને નિક્ષય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાથે IMPACT INDIA, પિરામલ સ્વાસ્થ્ય સંસ્થા, PSMRI તથા KHPTના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ ટીબી મુક્ત ભારત અભિયાનનો મુખ્ય હેતુ દેશને ટીબી રોગમાંથી સંપૂર્ણપણે મુક્ત બનાવવાનો છે. આ અભિયાનની શરૂઆત માર્ચ 2018માં કરવામાં આવી હતી, જેમાં ટીબી દર્દીઓના યોગ્ય નિદાન, સારવાર તેમજ પોષણ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ટીબી દર્દીઓને પોષણક્ષમ આહાર મળી રહે તે હેતુથી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ શકે અને ટીબી સામેની લડતમાં સફળતા પ્રાપ્ત કરી શકાય.

આ કાર્યક્રમમાં સરપંચ સાથે મેડિકલ ઓફિસર ડૉ જસ્મિત, મિતલબેન, નોડલ CHO ડૉ. અંકિત, STS, STLS, MPHW, FHW, આશાબેનો, પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાના PSMRI SIL રાજુ, PSMRI DL નીતેશ ડોડીયા, PSMRI ટીમ તેમજ કોમ્યુનિટી કોઓર્ડિનેટર મેઘનાબેન રાઠોડ સહિતના આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment