દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી બાબત

હિન્દ ન્યુઝ, દાહોદ      રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. દાહોદ નગરપાલિકા માટે ૯ વોર્ડ અને ૩૬ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. જે પૈકી અનુસૂચિત જાતિ ની ૨ બેઠકો પૈકી ૧ બેઠક સ્ત્રી માટે અનામત, અનુસૂચિત આદિજાતિની ૬ બેઠક પૈકી ૩ સ્ત્રી માટે અનામત તેમજ પછાતવર્ગની ૧૦ બેઠકો પૈકી ૫ બેઠકો પછાતવર્ગ ની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. આમ, સ્ત્રીઓ માટેની અનામત બેઠકની કુલ સંખ્યા ૧૮ છે, જેની જિલ્લા મ્યુનીસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા બહોળી…

Read More

‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી

હિન્દ ન્યુઝ, ડાંગ     ‘સ્વચ્છતા હી સેવા ૨૦૨૫’ અંતર્ગત “સ્વચ્છોત્સવ” અભિયાનની ઉજવણી અભિયાનના ભાગરૂપે આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે ૨ જી ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ જયંતી નિમિત્તે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રંસગે નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતુ કે, ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે ખુબ જ સાર્થક અને પ્રેરણા દાયક બાબત છે. પૂ. બાપુ સ્વચ્છતાના આગ્રહી હતા, ત્યારે આપણે પણ સ્વચ્છતા…

Read More

ખીજડીયા ગામે રૂ.35 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને પેવર બ્લોકના કામનું લોકાર્પણ કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

હિન્દ ન્યુઝ, ખીજડીયા    ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના ખીજડીયા ગામે ગ્રામજનો માટે અગત્યના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીએ રૂ. 30.86 લાખના ખર્ચે નિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિર અને રૂ. પાંચ લાખના ખર્ચે તૈયાર થયેલ પેવર બ્લોકના કામનું લોકાર્પણ કર્યું હતું. આમ, કુલ રૂપિયા 35 લાખથી વધુના ખર્ચે થયેલા વિકાસના કાર્યો ગ્રામજનોને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિકતા ગ્રામજનોના નાનામાં નાના પ્રશ્નોનો પણ સંતોષકારક…

Read More

નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ તથા જમીન સંસાધન મંત્રાલય (DoLR) તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા આયોજિત ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની બે-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો.   આ અવસરે મુખ્યમંત્રીએ નવી રેવન્યૂ ઓફિસ-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યૂ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાક પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું.  વડાપ્રધાનની વિઝનરી લિડરશીપમાં સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સથી ગુજરાત દેશના વિકાસનું રોલ…

Read More

દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ     દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રુવાબારી ક્લસ્ટર હેઠળ રુવાબારી મુવાડા પંચાયત ખાતે પ્રાકૃતિક ખેતીની સમજ આપવા અંગે પ્રાકૃતિક ખેતીનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા અને રાસાયણિક ખેતી કરવાથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સિવાય ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનો પણ ઉકેલ લાવવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી પધ્ધતિ બિન ખર્ચાળ હોવાની પણ ખેડૂત મિત્રોને સમજ આપવામાં આવી હતી.  આ દરમ્યાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એનું વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જીવામૃત, ઘન જીવામૃત…

Read More

વડોદરા જિલ્લાના ૫૫ ગામોમાં આદિ સેવા કેન્દ્રોની કરાઇ સ્થાપના

હિન્દ ન્યુઝ, વડોદરા      વડોદરા જિલ્લામાં આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા ૫૫ ગામોમાં વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવેલા આદિ કર્મયોગી અભિયાન દરમિયાન પ્રત્યેક ગામનો વિલેજ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. ગાંધી જયંતી સુધી ચાલેલા આ આદિસેવા પર્વ અંતર્ગત તમામ ગામોમાં આદિ સેવા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે.  ભારત સરકારના આદિકર્મયોગી અભિયાન અંતર્ગત તા. ૨ ઓક્ટોબર સુધી ” આદિસેવા પર્વ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમા વડોદરા જિલ્લાના ૮ તાલુકાના ૫૫ ગામોમાં વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ટ્રાન્સેસેક્ટ વોક, ગ્રુપ ડિશક્શન, જન જાગરણ, તથા ગેપ એનાલીસી કરીને દરેક ગામમાં વિલેજ એકશન પ્લાન…

Read More