નેશનલ કોન્ફરન્સ ઓન લેન્ડ એડમિનિસ્ટ્રેશન એન્ડ ડિઝાસ્ટર મેનેજમન્ટ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ તથા જમીન સંસાધન મંત્રાલય (DoLR) તેમજ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA) દ્વારા આયોજિત ભૂમિ વ્યવસ્થાપન અને આપદા પ્રબંધન અંગેની બે-દિવસીય રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવ્યો.

  આ અવસરે મુખ્યમંત્રીએ નવી રેવન્યૂ ઓફિસ-રહેઠાણોનું ઉદ્ઘાટન, નવી યોજનાઓનું પ્રદર્શન, રેવન્યૂ ડાયરીનું વિમોચન, સેન્ટર ઓફ એક્સેલન્સ-CoEs માટે શૈક્ષણિક સંસ્થાઓ સાથે MoU પર હસ્તાક્ષર તેમજ વિચરતી જાતિઓના પરિવારોને SVAMITVA કાર્ડ, સુરક્ષા કિટ અને રહેણાક પ્લોટની સનદનું વિતરણ કરવામાં આવ્યું.

 વડાપ્રધાનની વિઝનરી લિડરશીપમાં સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સથી ગુજરાત દેશના વિકાસનું રોલ મોડલ અને ગ્રોથ એન્જિન બન્યું : મુખ્યમંત્રી

Related posts

Leave a Comment