દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ 

   દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં રુવાબારી ક્લસ્ટર હેઠળ રુવાબારી મુવાડા પંચાયત ખાતે પ્રાકૃતિક ખેતીની સમજ આપવા અંગે પ્રાકૃતિક ખેતીનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા અને રાસાયણિક ખેતી કરવાથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ સિવાય ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનો પણ ઉકેલ લાવવામાં આવ્યા હતા. પ્રાકૃતિક ખેતી પધ્ધતિ બિન ખર્ચાળ હોવાની પણ ખેડૂત મિત્રોને સમજ આપવામાં આવી હતી. 

આ દરમ્યાન ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો કઈ રીતે ઉપયોગ કરી શકાય એનું વિસ્તારથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જીવામૃત, ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે, તેની સમજ આપવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ છીએ.

Related posts

Leave a Comment