શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરાના નિકાલની સમસ્યા હળવી કરવાની નેમ

હિન્દ ન્યુઝ, અમદાવાદ     અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાંથી એકત્રિત કરાતા ઘન કચરાના નિકાલની સમસ્યા હળવી કરવાની નેમ છે. આ ઘન કચરાના નિકાલની સમસ્યાને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે દૈનિક ૧૦૦૦ મે.ટન કચરાને પ્રોસેસ કરી શકે તેવો ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. દૈનિક ૧૦૦૦ મેટ્રિક ટન કેપેસિટીનાં કચરામાંથી વીજળી બનાવતો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આર.ડી.એફ. બેઝડ ઇનસિનરેશન ટેકનૉલોજીની મદદથી બોઈલરમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને ઇનસિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ થાય છે. આ સ્ટીમ વડે ૧૫…

Read More

નાગરિકોને તેમના આધાર કાર્ડને અપડેટ કરવા અને સંબંધિત સેવાઓનો લાભ લેવા માટે પોસ્ટ માસ્ટર દ્વારા અનુરોધ

હિન્દ ન્યુઝ, અમદાવાદ      ઓલ્ડ સિટી મિરઝાપુરમાં આવેલી અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ (GPO) માં નાગરિકોને તેમના આધાર કાર્ડને અપડેટ કરવા અને સંબંધિત સેવાઓનો લાભ લેવા માટે પોસ્ટ માસ્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.   આ પોસ્ટ ઓફિસ ખાતે, નાગરિકો નિઃશુલ્ક નવી આધાર નોંધણી કરાવી શકે છે તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ પણ નિઃશુલ્ક થાય છે. ડેમોગ્રાફિક વિગતો જેવી કે નામ, સરનામું, જન્મતારીખ વગેરેમાં સુધારા માટે ₹૫૦ નો શુલ્ક અને ફોટો, ફિંગરપ્રિન્ટ તથા આઇરિસ સ્કેન જેવા બાયોમેટ્રિક અપડેટ માટે ₹૧૦૦ નો શુલ્ક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જી.પી.ઓ.ના ડેપ્યુટી ચીફ પોસ્ટ…

Read More

રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના વિકાસ માટે સંવાદ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા (GREIT) દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો  ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પ અને દિશા-દર્શન હેઠળ “વિકસિત ગુજરાત @2047” માટેનું ડાયનેમિક રોડમેપ સમાન રાજકોટ જિલ્લા માટે સર્વગ્રાહી વિકાસના અભિગમ સાથે આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનમાં રાજકોટ જિલ્લાને આઇ.ટી. હબ, એજ્યુકેશન હબ અને ફાઈનાન્સિયલ હબ તરીકે વિકસાવવામાં આવશે. એના ભાગરૂપે રીજીયનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપમાં ઉદ્યોગજગત, નીતિનિર્માતાઓ અને સ્થાનિક તંત્ર વચ્ચે જીવંત સંવાદ થયો, જેમાં રાજકોટ અને જામનગરના ઉદ્યોગ સાહસિકો, ચેમ્બરો…

Read More

જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની મુલાકાતે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરે ચંદ્રગઢ ગ્રામપંચાયતની મુલાકાત લઇ પંચાયતના રેકર્ડની ચકાસણી કરી હતી. જેમાં તેઓએ રેકર્ડની જાળવણી, રેવન્યુ રેકર્ડની ચકાસણી, વિવિધ ફાઈલોની જાળવણી, વેરા વસુલાતની કામગીરી, જન્મમરણ રજીસ્ટર, ભાડા પેટે આપેલ જમીનનું રજીસ્ટર વગેરે રજીસ્ટરની ચકાસણી કરી લગત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કર્યા હતા.  જામનગર ખાતે કલેકટરએ ગામમાં જે ખેતરોમાં જમીન માપણીની કામગીરી ચાલી રહી છે ત્યાં સ્થળ મુલાકાત કરી કલેકટરએ ગામમાં જે ખેતરોમાં જમીન માપણીની કામગીરી ચાલી રહી છે ત્યાં સ્થળ મુલાકાત કરી કામગીરીનું નિરીક્ષણ કરી જમીન રી-સર્વેની કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.…

Read More

ભાવનગર જિલ્લાના અનુસુચિત જાતિના ખેડૂતોને હાઇબ્રીડ બિયારણની કીટ્સ અપાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર         ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલમાં છે. જે અંતર્ગત અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રિડ બિયારણ કિટ આપવાની યોજનાને ચાલુ રાખવાની મંજુરી મળેલ છે. હાઈબ્રિડ શાકભાજીના 0.10 ગુઠા સુધીના વાવેતર વિસ્તાર માટે રૂ. 2000 સુધીની મર્યાદામાં વિનામૂલ્યે કિટ મળવાપાત્ર છે. જેમા હાઈબ્રીડ શાકભાજી બિયારણ તેમજ જૈવિક દવા અને જૈવિક ખાતર વગેરેની ઈનપુટ કિટ વિનામુલ્યે આપવામાં આવશે.      વર્ષ 2025-26 યોજના હેઠળ લાભ લેવા ઇચ્છુક ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતો એ, ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડની નકલ, સંયુક્ત…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં હથિયારબંધી 

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         પ્રભાસ પાટણ ખાતે સુપ્રસિધ્ધ ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે. જેથી સવિશેષ તકેદારી રાખવી જરૂરી છે. વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર દરમિયાન ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, વગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તેમજ વિવિધ કાર્યક્રમો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ તકેદારી રાખવી ખૂબ જ આવશ્યક છે.  ગીર સોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.  આ જાહેરનામાં અનુસાર કોઈ…

Read More

માછલી તથા અન્ય દરીયાઈ જીવો કે તેના જૈવિક કચરાનું ખુલ્લા વાહનમાં પરિવહન કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લામાં માછલી, અન્ય દરિયાઈ જીવો તથા તેના જૈવિક કચરાનું ખૂલ્લા વાહનોમાં પરિવહન કરવામાં આવે છે. આ વાહનોમાંથી ચીકણું પ્રવાહી નીચે રસ્તા પર ઢોળાતું હોવાથી આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને અગવડ ઉભી થાય છે. ઉપરાંત ઘણાંખરા કિસ્સાઓમાં વાહનો સ્લીપ થવાના કારણે લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. ઘણા કિસ્સાઓમાં લોકોને ગંભીર ઈજા તથા જીવ ગુમાવેલ હોવાના પણ બનાવ બન્યાં છે. આ પ્રકારના ખૂલ્લા વાહનો તથા તેમાંથી નીચે રસ્તા પર ઢોળાતા પ્રવાહીના કારણે આજુબાજુના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ તથા ગંદકી ફેલાય…

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટીક મૂક્ત અભિયાનને લઇને વેપારી સાથે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     “વિશ્વ પર્યાવરણ દિવસ” પહેલા પ્રિ-ઈવેન્ટ તરીકે ગીર સોમનાથ જિલ્લામાં અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જે અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વેપારી એસોશિએશન સાથે પ્લાસ્ટીક મૂક્ત અભિયાન અંતર્ગત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ અને નાગરિકોને પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરવા શપથ લેવડાવ્યા હતાં. સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસ મૌલિક વૈંશે જણાવ્યું હતું કે, “Ending Plastic Pollution Globally” ઝુંબેશ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા વેપારી એસોશીએશન સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેન વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૂત્રાપાડા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, વોર્ડના સભ્યો, નગરપાલિકા સ્ટાફ, વેપારી એસોશીએશન…

Read More

સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગાદશેરા પર્વે ગંગા અવતરણ પૂજા અને મહા આરતી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, સોમનાથ       જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગામાતાના દર્શન, પુજા અને આરતીનું અનેરૂ મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા, અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે. જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું. શાસ્ત્રોકત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજરોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવશે. ત્રિવેણી સંગમ ખાતે ગંગામાતાની અવતરણ પૂજા કરવામાં આવશે. આપણી સંસ્કૃતિની…

Read More