હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, રાજકોટ અને ગુજરાત રાજ્ય પરિવર્તન સંસ્થા (GREIT) દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો
ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પ અને દિશા-દર્શન હેઠળ “વિકસિત ગુજરાત @2047” માટેનું ડાયનેમિક રોડમેપ સમાન રાજકોટ જિલ્લા માટે સર્વગ્રાહી વિકાસના અભિગમ સાથે આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનમાં રાજકોટ જિલ્લાને આઇ.ટી. હબ, એજ્યુકેશન હબ અને ફાઈનાન્સિયલ હબ તરીકે વિકસાવવામાં આવશે. એના ભાગરૂપે રીજીયનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપમાં ઉદ્યોગજગત, નીતિનિર્માતાઓ અને સ્થાનિક તંત્ર વચ્ચે જીવંત સંવાદ થયો, જેમાં રાજકોટ અને જામનગરના ઉદ્યોગ સાહસિકો, ચેમ્બરો તથા વહીવટીતંત્રના અધિકારીઓએ ઉમદા અભિપ્રાયો અને મહત્વપૂર્ણ સૂચનો રજૂ કર્યા હતા.
🎯 મુખ્ય મુદ્દાઓ:
🔹 કૃષિથી લઈ એનર્જી સુધીના વિવિધ સેક્ટર પર ઊંડાણપૂર્વક ચર્ચા
🔹 મેટ્રોપોલિટન લાયક ઔદ્યોગિક વસાહતોનું વિકાસ દૃષ્ટિકોણ
🔹 યુવા શક્તિનો સહકાર અને સંસ્થાગત વિસ્તરણ
🔹 લઘુ ઉદ્યોગો, રિફાઇનરી બાયપ્રોડક્ટ્સ, ઇમિટેશન જ્વેલરી, સોલાર એનર્જી અને આઈટી સેવાઓ માટે નિશ્ચિત આયોજન
🔹 ચાની કીટલી થી માંડીને ટેક સ્ટાર્ટઅપ સુધી દરેક વ્યવસાયના વ્યાપક વિકાસ માટે વ્યુહાત્મક વિચારવિમર્શ
🎤 દૃઢ સંકલ્પ સાથે વિચારોને આકાર આપતા કેટલાક ઉદ્દગાર:
📌 જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી:
“જાપાનને પાછળ છોડી ભારત હવે આગળ છે – પણ યુએસ અને ચીન સુધી પહોંચવા માટે સૌરાષ્ટ્ર જેવી શક્તિશાળી ભૂમિને ઔદ્યોગિક દૃષ્ટિએ વિકસાવવી અગત્યની છે.”
📌 મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા:
“સૌરાષ્ટ્રનો ઇકોનોમિક માસ્ટર પ્લાન ગ્રાઉન્ડ લેવલથી તૈયાર કરવો પડશે – જે દરેક વ્યક્તિ અને વ્યવસાયને સ્પર્શે એવો હોવો જોઈએ.”
💬 આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવાના ગ્રુપ ડિસ્કશનમાં મૂકાયાં સૂચનો:
🔸 IIT, IIM જેવી સંસ્થાઓની સ્થાપના
🔸 ઈન્ફ્રાસ્ટ્રક્ચર – વીજળી, પાણી, આરોગ્ય, રસ્તાઓનો બેઝ મજબૂત કરવો
🔸 રોજગાર અને ટ્રેનીંગને પ્રાથમિકતા
🔸 જી.આઇ.ડી.સી તથા નોન-જી.આઇ.ડી.સી વિસ્તારો માટે વિશિષ્ટ યોજના
🔸 સ્થાનિક ટેલેન્ટના શ્રેષ્ઠ ઉપયોગ માટે પ્લેટફોર્મ પુરુ પાડવું
📈 વિઝન 2047 માટેનો અભિગમ:
➤ સહયોગી વ્યૂહરચના
➤ ગ્રાઉન્ડ રિયાલિટી આધારિત આયોજન
➤ લોક ભાગીદારીથી લોક કલ્યાણ
