પાલનપુર,
સમગ્ર દેશ અપાલનપુરને રાજ્ય કારોના વાયરસ સામે ઝઝૂમી રહેલ છે. અને વાયરસના કારણે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસ વધારે ન ફેલાય તે હેતુસર સાવચેતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલપુર તાલુકાના વાધણા ગ્રામ પંચાયત દ્વારા જનતાની સુખાકારી માટે તેમજ આરોગ્ય જોખમાય નહીં તે માટે આજે સમગ્ર ગામમાં જાહેર સ્થળો પર અને તમામ શેરીઓ મોહલ્લામાં દવા સેનેટાઈ છંટકાવ કરી આખા ગામમાં સેનેટાઇઝેશન કરવા માં આવ્યું. જેમાં ગામ લોકોની માંગ હોવાથી કામગીરી પૂરી કરવામાં આવી હતી આ કામગીરીમાં ગ્રામ પંચાયતના સરપંચ હેતિબેન બી.પાંતરોડ, અને માજી.સરપંચ શામળભાઇ બી.પાંતરોડ, ડે.સ. મધુબેન બી.વાઘણીયા તથા સામાજિક કાર્યકર કિર્તીભાઇ મેવાડા, સેનજીભાઈ ભેમાભાઇ, અનિલ ડી.પરમાર, ફલજીભાઇ કરશનભાઇ, કીર્તિભાઇ, ધુડાભાઇવાઘણીયા, મહેન્દ્રભાઇ ઉંમાભાઇ, જયંતીજી હિરાજી વાઘણીયા, અશ્વિનભાઇ સરતનભાઇ દેસાઇ, દિપકભાઇ ચહેરાભાઇચૌધરી, સુરેશભાઇ, ભુપતાભાઇ ભૂતડીયા, ભરતભાઈ તેજમાલભાઇ વાઘણીયા, વાઘણા ગ્રામ પંચાયત તલાટી પણ જોડાયા હતા, જ્યારે સરપંચ દ્વારા ગામના લોકોને અપીલ કરી, કે આ તકે દરેકને કાળજી રાખવા જાહેર અને ખાનગી સ્થળો અેનહી જવું ભીડ નહીં કરવી અને જાહેરમાં થૂંકવાનું નહીં, ગામમાં અવર જવર વધુ કરવી નહીં તેવી વાધણા ગામના તમામ ગ્રામજનોને અપીલ કરી કે કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા સરકાર દ્વારા આપવામાં આવતી તમામ એડવાઇઝરી ની કડક પાલન કરવું. ગામમાં ગ્રામ પંચાયતના સભ્યોનો પોલીસ કર્મચારીઓનો આરોગ્ય કે અન્ય કર્મચારીઓને સાથ સહકાર આપવા તેમજ કોરોનાની મહામારી ને નેસ્ટ નાબૂદ કરવા એક જૂથ થઈ રાષ્ટ્રહિત માટે સમગ્ર ગ્રામજનોને સહકાર આપવા જણાવ્યું હતું.
