અમદાવાદ ની એલ જે કોલેજ ના છાત્રો ની અનોખી ઓન લાઇન સેવા “રાષ્ટ્ર સેવા પરમોધર્મ”

અમદાવાદ,

અમદાવાદ ની એલ.જે કોલેજ ના એમ.સી.એ ના વિદ્યાર્થીઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિઓ કરવા માંગતા લોકો વચ્ચે સફળ સંપર્ક સાધવા ‘we care’ નામની વેબસાઇટ બનાવવામા આવી. we Care ના વિચારનો અમલ લોકડાઉન ના સમય માં સામાજિક સેવાકીય સંસ્થાઓ અને કેટલાક મદદગાર લોકો કે જે લોકડાઉન ના લીધે બહાર નીકળીને મદદ નથી કરી શકતા તેવા લોકોની મદદ માટે કરવામાં આવ્યો છે.આ કામનો મુખ્ય ઉદ્દેશ સેવાકીય સંસ્થાઓ અને સેવાકીય લોકો વચ્ચે સફળ સંપર્ક કરાવવાનો છે. આ જ અભિયાન અંતર્ગત અમે http://wecare.karbh.com નામથી વેબસાઈટ બનાવેલી છે. જેના માધ્યમથી લોકો પોતાના વિસ્તારમાં કામ કરતી સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ શકે. દરેક સામાજિક સેવાકીય સંસ્થાઓ પણ આ વેબસાઇટ પર પોતાનું નામ રજીસ્ટર કરી જોડાઈ શકે છે. જેથી તેમને પણ લોકો નો સહયોગ પ્રાપ્ત થાય. આ વેબસાઇટ ના માધ્યમથી દરેક વ્યક્તિ પોતાની નજીકની સેવાકીય સંસ્થાઓ નો સંપર્ક આરામથી કરી શકે છે. આપણે બધા સાથે મળીને એકબીજાને મદદ કરીને આપણા રાષ્ટ્રધર્મ નું પાલન કરીએ એ જ પ્રાર્થના.

Related posts

Leave a Comment