હિન્દ ન્યુઝ, સુરત ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં આદિજાતિ બાળકોને ઉચ્ચ શિક્ષણની સાથે કરાટે સ્વરક્ષણ તાલીમ અ[અપાઈ રહી છે, જેના પરિણામે બાળકો સ્વરક્ષણની સાથે રમત-ગમત ક્ષેત્રમાં પણ આગળ વધી મેડલો પ્રાપ્ત કરી રહ્યા છે, ત્યારે સુરતના લાડવી ખાતે તા. ૧ અને ૨ ફેબ્રુ. દરમિયાન આયોજિત જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માંડવીના વિદ્યાર્થીઓ ઉજ્જવળ દેખાવ કરતા કુલ ૪૩ જેટલા મેડલો પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ પૈકી ૨૬ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ…
Read MoreDay: February 6, 2025
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર અને સંકલન માટે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, સુરત રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ફાઈલેરીયા રોગ નિર્મૂલન ૨૦૨૭ અંતર્ગત માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર માટે આંતર માળખાકીય સંકલન માટે આજરોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપી તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી કેટલાંક સૂચનો આપ્યા હતા. સરકારના સમયાંતરે આવતી વિવિધ રસીકરણ ઝૂંબેશમાંથી કોઈ નાગરિક બાકાત ન રહી જાય તેની પુરતી તકેદારી રાખવા…
Read Moreવલસાડમાં કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો
હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫નું તા.૦૩ અને ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સંસ્કાર કેન્દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલામાં મહાકુંભમાં છ ભાગમાં…
Read Moreસરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના NSS વિભાગ દ્વારા ૭ દિવસીય ખાસ શિબીરનો ઉદધાટન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, સુરત સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. (NSS ) વિભાગ દ્વારા તારીખ ૩ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન પ્રાથમિક શાળા રંભાસ તા.વઘઈ ખાતે કરવામાં આવેલ છે. માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંગળભાઇ ગાવિતે એન.એસ.એસ વિભાગનું મહત્વ સમજાવી શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને એન.એસ.એસ.ની તાલીમ મેળવી કઇ રીતના સમાજ સેવા કરી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેઓએ…
Read Moreડાંગ કલેક્ટર મહેશ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને અપાયુ બદલી વિદાયમાન
હિન્દ ન્યુઝ, ડાંગ રાજ્ય સરકારે તાજેતરમા જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમા કરેલી બદલી અને બઢતીના કારણે ડાંગમાંથી, વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ભાવભીનુ વિદાયમાન આપ્યુ હતુ. કલેક્ટર મહેશ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન, સૌ અધિકારી પદાધિકારીઓના સુમેળભર્યા સંકલન સાથે, જિલ્લાના કાર્યોને ગતિ પ્રદાન કરી હતી. સાથે જ વિજળી, નાણાં અને પાણી બચાવવા સાથે, કચેરીના રિસોર્સનો બહેતર ઉપયોગ કરી પ્રજાહિત માટે કઇ રીતે વધુ સારુ કાર્ય કરી શકાય તે માટે વિષેશ ધ્યાન આપ્યુ હતુ. જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન…
Read Moreકોટબા આયુષમાન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત
હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ તબીબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૧/૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ગાઢવીમાં સમાવિષ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર કોટબામાં એન.એચ.આર.સી દિલ્હીની ટીમ દ્વારા એનક્યુએએસ એસસેસમેન્ટ કરાયું હતું. જેમાં ૯૩.૧૯% સ્કોર સાથે કોટબા આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું સર્ટિફિકેટ (National quality assurance standards, NQAS) એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કુલ ૪ આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં છે. જેમાં કોશમકુવા વલસાડ ૯૨.૫૮%…
Read Moreગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો
નર્મદા નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દેડિયાપાડા કોલેજના IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે તા. 3/02/2025ને સોમવારના રોજ “આદિવાસી : સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાના કુલપતિ ડૉ. મધુકર પાડવી દ્વારા વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે પ્રખર સંપાદક-સંશોધક અને સર્જક એવા ડૉ. ભગવાનદાસ પટેલે “આદિવાસી…
Read More