હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા. બોરસદમાં રૂ.૧.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત વિશ્રામ ગૃહ તથા દાતા હસમુખભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ,કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ પટેલના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વારનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ બોરસદ તાલુકાની પામોલ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્કાઉટ ગાઈડ બેન્ડની પ્રસ્તુતિ કરીને મુખ્યમંત્રીનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ વિપુલભાઈ…
Read MoreDay: February 2, 2025
વડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને સુણાવ ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે : મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સમરસ ગ્રામ પંચાયત, કન્યા કેળવણી, જન એકતા અને મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને સુણાવ ગામ વડાપ્રધાનના આત્મનિર્ભર ગામથી આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સુણાવ ગામ એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૨૦૪૭ સુધી વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા સૌને સહિયારા પ્રયાસોથી કામ કરવાનો મુખ્ય મંત્રીએ અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન પેટલાદ તાલુકાના સુણાવ ગામની મુલાકાત લીધી હતી. સુણાવ રત્ન મેળવનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવતા…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની કર્મભૂમિ બોરસદથી આણંદ જિલ્લાને રૂ.૨૩૦.૨૯ કરોડ વિકાસ પ્રકલ્પોની ધરી ભેટ
હિન્દ ન્યુઝ, આણંદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ભારત રત્ન સરદાર સાહેબની કર્મભૂમિ આણંદ જિલ્લાના બોરસદથી રૂ.૨૩૦.૨૯ કરોડના ૯૧ જેટલા વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક અને અખંડ કર્યો હતો અને વિશ્વનેતા નરેન્દ્રભાઇ મોદીએ વિકાસની રાજનીતિથી એક ભારત – શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકાસ કેવો હોય, કેટલા સ્કેલ ઉપર હોય અને વિકાસ માટે કેવું વિઝન હોય ? તેનું જીવંત ઉદાહરણ ગુજરાતના વિકાસ મોડેલ દ્વારા સમગ્ર વિશ્વ સમક્ષ પૂરૂ પાડ્યું છે. મુખ્યમંત્રીએ બોરસદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સોજિત્રા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત
હિન્દ ન્યુઝ, આણંદ આણંદમાં બોરસદ ખાતેના જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે પધારેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોજિત્રા હેલિપેડ ખાતે આવી પહોંચતા મહાનુભાવોએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ ચિરાગભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી જી.વી દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ, જિલ્લા અગ્રણી રાજેશ પટેલ સહિત જિલ્લાના અગ્રણીઓએ મંત્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું.
Read Moreવલસાડ જિલ્લાના વાંકલમાં મહાશિવરાત્રિ મહોત્સવ નું ભવ્ય આયોજન
શિવ કથાકાર બટુકભાઇ વ્યાસ દ્વારા નિર્મિત સૌથી ઊંચા રુદ્રાક્ષ મહાશિવલિંગ નિર્માણની તડામાર તૈયારીઓ શરૂ હિન્દ ન્યુઝ, વલસાડ રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને શિવ કથાકાર પૂજ્ય બટુકભાઇ વ્યાસના સાનિધ્યમાં મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ આગામી ૧૮થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન વલસાડ ધરમપુર રોડ ઉપર આવેલા વાંકલ ખાતે યોજાશે જેમાં 36 લાખ રુદ્રાક્ષ દ્વારા ૩૬ ફૂટ ઊંચા ભવ્ય રુદ્રાક્ષ શિવલિંગનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, આ વર્ષે બનનારૂ રુદ્રાક્ષ શિવલિંગ ફરી એક વખત રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરશે અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવશે. આ “મહાશિવરાત્રી રુદ્રાક્ષ મહોત્સવ 2025” તા. ૧૮ થી…
Read More