શાંતિપરામાં ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’ અને ‘મનુ-ભાનુ ગૌ સેવાધામ’નું ઉદ્ઘાટન

હિન્દન્યુઝ, ગીર સોમનાથ               સોમનાથ નેશનલ હાઈવે પર શાંતિપુરા પાટિયા પાસે આવેલી ‘જય દ્વારકાધીશ ગૌ પશુ સેવા ટ્રસ્ટ’ સંચાલિત ગૌ સેવા હોસ્પિટલ દ્વારા ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, ધારાસભ્યો, સંસદ, સંતો-મહંતો, મહાનુભાવો અને દાતાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલ ગૌ સેવાધામમાં ૧૫૦થી વધારે ગાયો અને ગૌ વંશ સારવાર હેઠળ છે. જેની તબિયત સારી થયા પછી તેના નિભાવ માટે ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌ સેવા વધુ વિસ્તરી શકે અને વધુ નિરાધાર ગાયો…

Read More

નાટકના માધ્યમથી સૂત્રાપાડામાં સ્વચ્છતા અંગે સમજ અપાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ                સૂત્રાપાડાના નાગરિકોનું આરોગ્ય સ્વસ્થ્ય રહે એવા સંદેશા સાથે નગરપાલિકા દ્વારા નગરપાલિકા હોલ તથા પંચવટી સ્કૂલ ખાતે નાટકના માધ્યમથી સ્વચ્છતા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સૂત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરૂપે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોચાડવા નગરપાલિકા હોલ તેમજ પંચવટી સ્કૂલ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકમાં કલાકારો દ્વારા જ્યાં ત્યાં કચરો ના ફેંકવા, ગંદકી ન કરવા, ભીનો અને સૂકો અલગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવા સંદેશો આપ્યો હતો. 

Read More

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યાત્રાને પ્રસ્થાન કરાવતા રમણભાઈ સોલંકી

હિન્દ ન્યુઝ, આણંદ               આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ ૨.૦ યોજના અંતર્ગત બોરસદ તાલુકાના રુદેલ અને સૈજપુર ગામે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, આણંદ ધ્વારા અમલીકરણ કરવામાં આવતી યોજના હેઠળ વોટરશેડ યાત્રાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી દ્વારા વોટરશેડ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.             રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વોટરશેડ યોજના દ્વારા પાણીની બચત, જમીન ધોવાણ અટકાવું, પર્યાવરણ જતન જેવા કુદરતી સંશાધનો થકી જન સમુદાયના વિકાસનો અસરકારક સંદેશો આપવાના હેતુથી વોટર શેડ…

Read More

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન ૩૫ ટન જેટલો કચરો એકઠો કરી નિકાલ કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ             આણંદ મહાનગપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના મુજબ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવા માટે કાર્યવાહી હાથ ધરવા તથા રાત્રિના સમયે ખાસ સફાઈ ઝુંબેશ અને ફોગિંગની કામગીરી, પોરા નાશક દવા છંટકાવની કામગીરી કરવા જણાવ્યું છે. મનપાના મલેરીયા વિભાગ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાં પોરા નાશક દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે તથા ફોગીંગ ની કામગીરી તુલસી ગરનાળા વિસ્તારમા કરવામાં આવી હતી, રૂપાપુરા મંગળપુરા વિસ્તારમાંથી ચાર જેટલા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલવામાં…

Read More

આણંદ – વિદ્યાનગર રોડ ઉપર આવેલી તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટના ગંદા પાણીથી ગટર ચોક અપ થવાને કારણે રૂપિયા ૫,૦૦૦/- નો દંડ કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ         આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ મહાનગરપાલિકાના તમામ વિભાગોને તેમના હસ્તકની કામગીરી સંદર્ભે મળતી ફરિયાદોનું સત્વરે નિરાકરણ કરવા તાકીદ કરી છે. આણંદ વિદ્યાનગર રોડ નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર બ્લોક થવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર આવતું હતું જેની ફરિયાદ મહાનગરપાલિકાને મળી હતી.            આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર ચેક કરતા તેમાં ગટરની નજીક આવેલ તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટ દ્વારા તેનું ગંદુ પાણી આ ગટરમાં જતું હતું, જેના કારણે ગટર ચોકઅપ થઈ ગઈ હતી. તાત્કાલિક મહાનગરપાલિકાની…

Read More

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

તા. ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક થી તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન પુર્ણ થતા સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના દિવસને – ડ્રાય ડે” તરીકે જાહેર હિન્દ ન્યુઝ, આણંદ              ગુજરાત રાજય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુટણી, પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે.…

Read More

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

હિન્દ ન્યુઝ, આણંદ                 તા.૧૬-૦૨- ૨૦૨૫ ના રોજ યોજાનાર છે, જેમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બીન અધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. જેથી, ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારને અનઅધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ…

Read More

આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના એક્શન મોડમાં

હિન્દ ન્યુઝ, આણંદ      આણંદ મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે મિલિંદ બાપના એ ચાર્જ સંભાળતાની સાથે જ રોડ ઉપરના દબાણો, તેમજ સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. જે અન્વયે મિલિંદ બાપનાએ આણંદ મહાનગરપાલિકાની ટીમને સાથે રાખીને મહારાણા પ્રતાપ સ્ટેચ્યુથી ગોવિંદ આર્યવડ વિસ્તારની જાત મુલાકાત લીધી હતી.   મિલિંદ બાપના એ જણાવ્યું હતું કે, આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં થયેલા રોડ ઉપરના તેમજ સરકારી જમીન ઉપરના ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલા દબાણો વહેલામાં વહેલી તકે દૂર કરવામાં આવશે. તેમણે ટીપી સ્કીમ નંબર ૦૨ માં આવેલ ૧૮ મીટરનો રસ્તો…

Read More

આણંદ જિલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને ઉભા રહેવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં આવેલ સરકારી કચેરીમાં ગેરકાયદેસર એજન્ટ તથા ટોળી બનાવીને કચેરીમાં પ્રવેશતા અરજદાર/નાગરિકોને ઉલટી-સીધી વાતો કરી ભોળવીને/લલચાવીને તેમજ ગેરમાર્ગે દોરીને વચેટીયા (એજન્ટ) તરીકે કામ કરાવી આપવાનું જણાવી, જાહેર જનતાના પૈસા લઈ ભાગી જતા હોવાનું ધ્યાન ઉપર આવતા આવી પ્રવૃત્તિ અટકાવવા સારૂ જિલ્લાની તમામ સરકારી કચેરી ખાતે સરકારી કામ માટે આવેલ હોય અથવા કામ કરતા હોય અથવા વ્યાજબી કામ સબબ આવેલ હોય તે સિવાયના અનઅધિકૃત ઇસમ અથવા ઇસમોની ટોળીને જિલ્લાની તમામ સરકારી કચેરીના મુખ્યગેટની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં ઉભા રહેવા તેમજ કચેરીમાં…

Read More

વડોદરા ખાતે મહિલા વિકલાંગ ૪૦ % કે તેથી વધુ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે નિશુલ્ક ધોરણે ચાલતા તાલિમ વર્ગો નો લાભ લેવા અનુરોધ

હિન્દ ન્યુઝ, વડોદરા     ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા ચાલતા દિવ્યાંગો માટે નેશનલ કૈરિયર સર્વિસ સેંટર (મહિલા), ઠક્કર બાપા હોસ્ટેલ પરિસર, પેંશનપુરા, નિઝામપુરા રોડ, વડોદરા, ખાતે મહિલા વિકલાંગ કે જેની અપંગતા ૪૦ % કે તેથી વધુ હોય તેવી અસ્થિ વિષયક, બહેરી મૂંગી, અલ્પ અન્ધ, અન્ય, મંદ બુધ્ધિ હોય તેવી ૧૫ થી ૫૦ વર્ષ વચ્ચેની બહેનો માટે કેન્દ્ર માં ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસ ના તાલિમ વર્ગો નિ:શુલ્ક ધોરણે ચાલે છે. કેન્દ્ર માં ચાલતા ડ્રેસ મેકિંગ, કોમ્પુટર એપ્લિકેશન, કમર્શિયલ અને સેક્રેટ્રિયલ પ્રેકિટસના તાલિમાર્થીયો ને ભારત…

Read More