ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડ પરીક્ષા

બોર્ડનો હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ – ૨૩૩ – ૫૫૦૦ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે હિન્દ ન્યુઝ, આણંદ      ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી તારીખ ૨૭ મી ફેબ્રુઆરીથી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પરીક્ષાલક્ષી તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આણંદ જિલ્લામાં ધોરણ ૧૦ માં ૩૧,૨૯૦, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૨,૬૦૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૪,૧૫૯…

Read More

સોમનાથમાં મહાશિવરાત્રી પર્વે સમુદ્ર તટે સોમનાથ ટ્રસ્ટ હજારો ભકતોને કરાવશે પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન

હિન્દ ન્યુઝ, સોમનાથ     મહાશિવરાત્રી એટલે ભોળાનાથના ભક્તો માટે વર્ષનો સૌથી મોટો મહોત્સવ. મહાશિવરાત્રીના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. અને તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજન નું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. લાખો લોકો સોમનાથ આવનાર હોય ત્યારે શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક પરિવાર નજીવા શુલ્ક સાથે પૂજા નો લાભ લઈ શકે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાશિવરાત્રી પર્વે તા. 26 ફેબ્રુઆરી 2025 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજારો શ્રદ્ધાળુઓને પંચમહાભૂત ની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર…

Read More

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બાકી તુમારનો નિકાલ, વસુલાતની સમીક્ષા, પેન્શન કેસોની સમીક્ષા, નાગરિક સુવિધા કેન્દ્ર હેઠળની અરજીઓ તેમજ તકેદારી આયોગના પત્રનો સમયસર નિકાલ તથા માહિતી અધિકાર અધિનિયમની અરજીઓની અપીલમાં જે તે સંલગ્ન અધિકારીઓને હાજરી આપવા સુચના આપી હતી. સરકારની કલ્યાણલક્ષી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચે તે માટે તમામ કચેરીઓને સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા, ઓનલાઇન ફાર્મર રજીસ્ટ્રેશન વધારવાની સાથે પ્રજાના પ્રશ્નોનો ઝડપી અને સમયસર ઉકેલ‌ લાવવા કલેકટરએ તાકીદ કરી હતી.…

Read More

રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી-૨૦૨૫

હિન્દ ન્યુઝ, ભાવનગર      રાજયની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણી મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રવિવારના ૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે. ત્યારે જે તે વિસ્તારના ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના શ્રમયોગીઓ/કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આ દિવસે ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આવા કર્મચારી/કામદારોને મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં…

Read More

કપડવણના કપીલાબેન પ્રાકૃતિક ખેતી કરી બ્રોકોલીનું મબલખ ઉત્પાદન કરે છે

હિન્દ ન્યુઝ, તાપી       તાપી જિલ્લાના વ્યારા તાલુકાનું કપડવણ ગામ એમ તો તાપી જીલ્લામાં આવેલું છે પણ ડાંગ જિલ્લાની બોર્ડર આ ગામથી નજીક છે. જેમ ડાંગ જિલ્લો પ્રકૃતિના રંગે રંગાયેલો છે અને પ્રાકૃતિક ખેતી માટે પ્રખ્યાત બન્યો છે તેમ કપીલાબેનના ગામની આસપાસનો વિસ્તાર પણ ડાંગ જીલ્લાના રંગે રંગાયેલો છે. કપીલાબેન ગામીત અહીના ખુબજ સાહસિક અને પ્રગતિશીલ ખેડૂત છે. ૧૯૯૧માં ગ્રેજ્યુએટ થયેલા કપીલાબેને નિરવ ફાર્મ તરીકે ફર્મ બનાવીને શાકભાજીના ધરૂ ઉછેરનો વ્યવસાય શરુ કરેલો. તેઓ જણાવે છે કે તેમનું ફાર્મ દક્ષિણ ગુજરાતનું એક માત્ર એવું ફાર્મ છે જ્યાં શાકભાજીનું ધરુ…

Read More

સયાજી ગર્લ્સ હાઈ સ્કુલ ખાતે બેટી બચાવો બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સયાજી      ભારત સરકારની બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓમાં શિક્ષણ, સલામતી અને જાગૃત્તતા આવે એ હેતુસર વિવિધ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત સયાજી ગર્લ્સ હાઈ સ્કુલ વડોદરા ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત ગુડ ટચબેડ ટચ, પોકસો એક્ટ, ચાઈલ્ડ હેલ્પ લાઈન તેમજ પાલક માતાપિતા યોજનાઓના પ્રચાર પ્રસાર છેવાડાનાં વ્યક્તિ સુધી પહુંચે તે હેતુસર આજે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.  જેમાં “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાર્વમેન્ટ ઓફ વીમેનના…

Read More

શિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, વડોદરા       રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત શૈક્ષણિક સંસ્થા ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ સંસ્થાને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરના ઉપલક્ષ્યમાં એક વર્ષ સુધી થનારી ઉજવણીના પ્રારંભે રાજ્યપાલશ્રીએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો.  આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભારતની પ્રાચીન પરંપરામાં વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે. કોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે. આ ધન ચોરી શકાતું નથી. તે વાપરવાથી વધે છે. તેનો મસ્તિષ્ક ઉપર ભાર પણ લાગતો નથી.  સંસ્કૃતિના વિવિધ…

Read More

વલસાડ જિલ્લાની ૩ નગરપાલિકા અને તાલુકા પંચાયતની ૩ બેઠકો પર ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ 

હિન્દ ન્યુઝ, વલસાડ  વલસાડ પાલિકામાં ૩૭ બેઠક પર ૧૦૫ ઉમેદવારો માટે ૯૮૪૬૭ મતદારો ૧૦૦ મતદાન મથકો પર મતદાન કરશે  પારડી પાલિકામાં ૨૭ બેઠક પર ૫૮ ઉમેદવારો માટે ૨૪૧૪૯ મતદારો ૩૨ મતદાન મથકો પર મતદાન કરશે  ધરમપુર પાલિકામાં ૨૪ બેઠક પર ૪૯ ઉમેદવારો માટે ૨૦૬૫૪ મતદારો ૨૩ મતદાન મથકો પર મતદાન કરશે  ઉમરગામ તા.પં.ની ફણસા-સરીગામ બેઠક માટે ૧૪૪૫૧ મતદારો અને કપરાડા તા.પં.ની ઘોટણ બેઠક માટે ૭૧૨૩ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે  વલસાડમાં ૨૧, પારડીમાં ૧૨, ધરમપુરમાં ૫, ઉમરગામમાં ૭ અને કપરાડામાં ૩ મળી કુલ ૪૮ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા   

Read More

દારુ વેચાણની પ્રવૃત્તિમાં સંકળાયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને પોલીસ આર્થિક પગભર બનાવાશે

હિન્દ ન્યુઝ, વડોદરા       જીવનમાં આવી પડેલી પડેલી સામાજિક અને આર્થિક વિપત્તિને કારણે દારુ વેચાણ જેવી પ્રવૃત્તિ ઉપર ચઢી ગયેલી વડોદરા જિલ્લાની ૩૦૦ જેટલી મહિલાઓને તેમના સ્વમાન સાથે મુખ્ય પ્રવાહમાં લાવવાનું સદ્દકાર્ય વડોદરા ગ્રામ્ય પોલીસે હાથ ધર્યું છે. આવી મહિલાઓને સાધન સહાય આપી આર્થિક રીતે પગભર બનાવવા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે કમર કસી છે.  આ અભિયાન પાછળની ભૂમિકા રસપ્રદ છે. દારુ વેચાણ અને સેવન કરવા જેવી પ્રવૃત્તિને ડામવા માટે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા રોજબરોજ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. તેમાંય ખાસ કરીને દેશી દારુની હાટડા ઉપર રેડની…

Read More

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા વેપારીઓ પાસેથી રૂ. ૧૧,૨૦૦/- વહીવટી ચાર્જ વસુલ કરાયો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાની સુચના મુજબ મહાનગરને સ્વચ્છ રાખવાની ઝુંબેશ અન્વયે મનપાના સેનિટેશન વિભાગ દ્વારા આણંદના વિવિધ વિસ્તારોમા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. મનપાની ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસણી દરમિયાન ગંદકી કરનાર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં કચરો નાખતા અને ગંદકી કરતા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ કરતાં લોકો સામે જરૂરી કાર્યવાહી કરી રૂ. ૧૧,૨૦૦/- જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિન્દ બાપનાએ મનપા વિસ્તારમાં વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને જાહેરમાં કચરો ન નાખે…

Read More