હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા ઉત્તરાયણ નિમિત્તે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે કોઈ દુર્ધટના/આપત્તિના સમયે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અને ઇમરજન્સી ટોલ ફ્રી નંબર ૧૦૮ પર સંપર્ક કરવા જણાવાયું છે. આટલુ કરો પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખો. માણસો, પશુઓ અને વાહનોથી સાવચેત રહો. પતંગ ચગાવવાના ધાબાની પાળીની ઉંચાઈ પુરતી છે કે કેમ તેની ખાત્રી કરો. માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દુર રહો. ધાબાની અગાશી કરતાં ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવાનું પસંદ કરો. પતંગ ચગાવતાં બાળકોના વાલીઓ તેમની…
Read MoreDay: January 11, 2025
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી તા.૧૧ અને તા.૧૨ના રોજ જામનગર જીલ્લાની મુલાકાતે
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી બે દિવસ સુધી જામનગર જીલ્લાની મુલાકાતે છે. આવતીકાલ તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તેઓનું જામનગર એરપોર્ટ આગમન થશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સર્કીટ હાઉસ જામનગર ખાતે જીલ્લાના અધિકારીઓ અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકુતિક ખેતી સંદર્ભે બેઠક યોજશે. બપોરે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. તા.૧૨ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે રાજ્યપાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે મુલાકાત કરશે. અને ત્યાંથી તેઓ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે
Read Moreજામનગરમાં કલા મહાકુંભ અંતર્ગત તા.૧૧ થી તા.૧૩ જાન્યુઆરી દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન
હિન્દ ન્યુઝ, જામનગર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકાથી શરુ થઈ રાજ્યકક્ષા સુધી આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જીલ્લા-શહેરકક્ષાની સ્પર્ધા આગામી તા.૧૧/૦૧/૨૦૨૫ થી તા.૧૩/૦૧/૨૦૨૫ દરમ્યાન યોજાશે. જેમાં દુહા-છંદ-ચોપાઈ,નિબંધ,કાવ્યલેખન અને ગઝલ શાયરી લેખન સ્પર્ધા તા.૧૧/૦૧/૨૦૨૫નાં રોજ વિભાજી હાઈસ્કૂલ ખાતે યોજાશે. સ્પર્ધકોએ બપોરે ૧૨:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ નવાનગર હાઈસ્કૂલ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે લોકગીત-ભજન તેમજ બપોરે ૧૨:૦૦ કલાકે લગ્નગીત અંગેની સ્પર્ધા યોજાશે. વિભાજી હાઇસ્કુલ ખાતે તા.૧૨/૦૧/૨૦૨૫ના રોજ…
Read Moreઆગામી તા.22 જાન્યુઆરીના રોજ ધ્રોલમાં ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ”ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લામાં આવેલા ધ્રોલ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ 22/01/2025ના રોજ સવારના 11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મદદનીશ કલેકટર, ધ્રોલના અધ્યક્ષસ્થાને ધ્રોલના મીટીંગ હોલમાં યોજવામાં આવશે. આગામી તારીખ 18 જાન્યુઆરી સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ…
Read More