તા. ૩૦ મી સપ્ટેમ્બરના રોજ ખંભાત ખાતે નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ     સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ થયો છે, તે મુજબ આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર એટલે નગરપાલિકા વિસ્તારમાં યોજવામાં આવી રહ્યા છે. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તથા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ…

Read More

આણંદના મૂક બધિર રચનાબેન માટે ખુશીનો પર્યાય બનતો ગરીબ કલ્યાણ મેળો

હિન્દ ન્યુઝ, આણંદ          આણંદ જિલ્લામાં યોજાયેલા જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા થકી જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન – સહાય અર્પણ કરવામાં આવી હતી. જિલ્લાના લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભ આપવામાં આવ્યો હતો. આ લાભાર્થીઓમાં આણંદ જિલ્લાના તારાપુરના રહેવાસી મૂકબધિર રચનાબેન ઠક્કરનો પણ સમાવેશ થાય છે. રચનાબેન પોતે પાપડ બનાવવાનો ગૃહ ઉદ્યોગ કરી તેમના પતિને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાય છે. તેમને આ ગરીબ કલ્યાણ મેળામાં સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ચાલતી દિવ્યાંગ સાધન સહાયની યોજના અંતર્ગત પાપડ બનાવવાની કીટ સાધન સહાય રૂપે…

Read More

દરિદ્રનારાયણના ઘરમાં કલ્યાણનો દીપ પ્રગટાવતો ગરીબ કલ્યાણ મેળો : આણંદ જિલ્લો

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લાના ગોકુલધામ, નાર ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. આ ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના ૧,૯૭૬ લાભાર્થીઓને રૂપિયા ૩.૨૩ કરોડની સાધન – સહાયના લાભો હાથો-હાથ આપવામાં આવ્યા હતા. સ્વામી ચેરીટેબલ ટ્રસ્ટ કેમ્પસ, નાર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૯-૧૦ ના વર્ષથી સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાનો શુભારંભ કરાવ્યો હતો.  વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના ૧૩…

Read More