તા. ૩૦ મી સપ્ટેમ્બરના રોજ ખંભાત ખાતે નગરપાલિકા વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, આણંદ

    સમગ્ર રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમનો ૧૦ મો તબક્કો શરૂ થયો છે, તે મુજબ આણંદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તાર એટલે નગરપાલિકા વિસ્તારમાં યોજવામાં આવી રહ્યા છે.

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમ જ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તથા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકા અને તાલુકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.

આ સેવા સેતુ કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ સહિત ૫૫ જેટલી સેવાઓ નગરજનોને એક જ દિવસે સ્થળ ઉપર જ સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી લાભ આપવામાં આવી રહ્યા છે.

આ અન્વયે આગામી તા. ૩૦ મી સપ્ટેમ્બર ના સોમવારના રોજ ખંભાત નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ રજપુતની વાડી, પીઠ બજાર, ખંભાત ખાતે નગરપાલિકાના વોર્ડ નંબર ૦૧ થી ૦૫ માટે સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી યોજાશે, જેનો લાભ મેળવવા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવાયું છે.


Related posts

Leave a Comment