જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ખાતે આગામી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ હાઇટ હન્ટ માટેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, જામનગર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટસ ઉચાઈના સ્કુલ યોજના અંતર્ગત ઉચાઇના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી એટલે કે તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવેલ છે.જે માટે ૧૨ વર્ષની ઉંમરના ભાઇઓ માટે ૧૬૬ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૧ કે તેથી વધુ, ૧૩ વર્ષની ઉંમરના ભાઇઓ માટે ૧૭૧ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૪ કે તેથી વધુ, ૧૪ વર્ષની ઉંમરના ભાઇઓ માટે ૧૭૭ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૯ કે તેથી વધુ તેમજ ૧૫ વર્ષની ઉંમરના…

Read More

આગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભાવનગર        આગામી સપ્ટેમ્બર-૨૦૨૪/ઓકટોબર-૨૦૨૪ ના માસ દરમ્યાન તા. ૦૮/૦૯/ર૦૨૪ ના રોજ ઋષિ પંચમી, તા. ૧૧/૯/૨૦૨૪ નાં દુર્ગાષ્ટમી, તા. ૧૪/૦૯/૨૦૨૪ ના જલઝીલણી એકાદશી, તા. ૧૬/૦૯/૨૦૨૪ ના ઇદે મિલાદ, તા. ૨૧/૦૯/૨૦૨૪ ના સંકષ્ટ ચતુર્થી, તા. ૨૯/૦૯/ર૦ર૪ ના રેંટીયા બારસ, તા. ૨/૧૦/૨૦૨૪ ના ગાંધી જયંતી, તા. ૦૩/૧૦/૨૦૨૪ ના નવરાત્રી પ્રારંભ વગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુંહાડી, ધારીયા,…

Read More

ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કરજણ તાલુકાના ગામોમાં ૯૦૦ થી વધુને સારવાર આપી

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે વડોદરાના કરજણ તાલુકાના ગામોમાં ૯૦૦ થી વધુ લોકોને સારવાર આપવામાં આવી છે. જેમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં વેળાવદર પ્રાથમિક આરોગ્ય ટીમ દ્વારા પાંચ દિવસ વડોદરામાં રહીને કામગીરી કરવામાં આવી હતી.  કરજણ તાલુકાના પી.એચ.સી. હાંડોદ ખાતે પાંચ દિવસમા માનપુર, હાંડોડ, સંભોય, અનસ્તુ, ખેરાડા, વીરજય એમ કુલ છ ગામોમાં મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો જેમાં આશરે 900 થી વધુ લોકોને મેડિકલ સારવાર આપવામાં આવી હતી. પૂરગ્રસ્ત વિસ્તારમાં સગર્ભાબેનને મેડિકલ સારવાર આપવામાં આવી હતી તેમજ પી.એચ.સી. વેળાવદરની એમ્બયુલન્સ દ્રારા નજીકના પી.એચ.સી. ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા…

Read More

ભાવનગરમાં સફાઈ અભિયાનની સાથોસાથ મચ્છરોના ઉપદ્રવને નાથવા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર     ભાવનગર જિલ્લામાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે જિલ્લા કલેકટર આર.કે.મહેતા તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકીના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં સફાઈ અભિયાનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સફાઈ અભિયાનની સાથે સાથે રસ્તા મરામત, આંગણવાડીઓ, શાળાઓ, જાહેર રસ્તાઓ અને સોસાયટીઓમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા દવાઓનો છંટકાવ, સુપર ક્લોરીનેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

Read More

ભાવનગરમાં બાગાયત વિભાગ દ્વારા કિચન ગાર્ડનીંગ અંગે સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર નાયબ નિયામક બાગાયત વિભાગની કચેરીના ઉપક્રમે આયોજિત “URBAN HORTI-CULTURE” એટલે કે ઘર આંગણે શાકભાજીની ખેતી અને કિચન ગાર્ડનીંગ વિષય પર માહિતી સભર સેમિનાર યોજવામાં આવ્યો હતો.  જો આપ આપના ઘર કે ફેક્ટરીના ફળિયા કે પાછળના ભાગે જગ્યા હોય કે ક્યારો કે વાડો હોય કે ખેતરાઉ જમીન હોય તો જે જગ્યામાં અલગ અલગ પ્રકારના શાકભાજી કે ફળ ફુલનું વાવેતર કરી અને ઓછી મહેનતે અને નજીવા ખર્ચે માવજત કરી સારી આવક ઉભી કરી શકો તે માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી તથા કેવી જમીન…

Read More

ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં…

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય તે માટે ભાવનગર માર્ગ અને મકાન પંચાયત વિભાગની ટીમ દ્વારા માર્ગ મરામતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના જુદાજુદા ૨૫૫ રસ્તાઓ પૈકી ૧૮ રસ્તાઓની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, જિલ્લાના નાગરિકોને ભારે વરસાદ બાદ કોઈ અગવડતા ન પડે તે માટે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા તેમજ જિલ્લા વિકાસ અધિકારી જી.એચ.સોલંકી દ્વારા રસ્તાઓની કામગીરીનું…

Read More

ભાવનગર શહેરમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રોડ-રસ્તાના રિપેરીંગની યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ-રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ થઈ જાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર મહાપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં રોડ રસ્તા રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરી મોટરેબલ કરવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.  જેમાં અદ્ધતન ટેકનોલોજી કોલ્ડ મિક્ષ જેટ પેચર મશીનથી રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે.રસ્તો મોટરેબલ કરવા માટે પરાજા/મોરમ મટીરીયલથી ટોપ થ્રી સર્કલ થી અધેવાડા રોડ,સિંહ સર્કલ પાસે ટાઇમ રેસીડેન્સી વાળો ખાંચો, રૂવાપરી થી ટેકરી ચોક, આડોડિયાવાસ કંસારા, કાંઠા વાલા…

Read More

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જામનગરના વિવિધ ગામોમાં મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લામાં ભારે વરસાદ બાદ જનજીવન થાળે પાડવા માટે તમામ વિભાગો દ્વારા સુચારુ ઢબે કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 24*7 અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને સતત મુલાકાત અને કામગીરી હાથ ધરવામાં આવી છે.  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ભાયા, ડી.પી.સી. યજ્ઞેશ ખારેચા, જિલ્લા એમ.પી.એચ.એસ. વી.પી.જાડેજા તથા ડી.આઈ.ઈ.સી.ઓ. નીરજ મોદીની ટીમ દ્વારા જિલ્લાના મોટી ખાવડી, પડાણા, મેઘપર, કાનાલુસ વિસ્તારોમાં અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય સર્વે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત, પ્રાઈવેટ ડોકટરો સાથે મુલાકાત અને પેટા આરોગ્ય કેન્દ્રના બાંધકામ વગેરે આવશ્યક કામગીરીની ચકાસણી કરવામાં આવી હતી.…

Read More

જામનગરમાં પશુપાલન વિભાગ દ્વારા 40,000 પશુઓનું રસીકરણ કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરમાં તાજેતરમાં ભારે વરસાદ થવાથી તેમજ અનેક જગ્યાઓ પર પાણી ભરાવાના કારણે પશુઓના આરોગ્ય ઉપર વિપરિત અસર પડી છે. પશુઓની કાળજી લેવાય તે હેતુથી જામનગર જિલ્લા પંચાયતની પશુપાલન શાખાની 12 ટીમે ફિલ્ડમાં જઈને પશુઓનું રસીકરણ હાથ ધર્યું છે. પશુપાલન શાખાના કર્મચારીઓ દ્વારા સાવ છેવાડાના વિસ્તારોમાં જઈને પાણીના પુરમાં ધસમસતા પ્રવાહની વચ્ચે બીમાર પશુઓનું સુરક્ષિત સ્થળ પર રેસક્યુ કરવામાં આવ્યું હતું. સાથે- સાથે પશુપાલકોને કૃમિનાશક દવાનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે.  જિલ્લા પંચાયતની પશુપાલન શાખાના નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લની આગેવાનીમાં પશુ ડૉક્ટર્સની ટીમો દ્વારા…

Read More

જામનગરના બંદરો ઉપરથી 2 નંબરનું સિગ્નલ ઉતારી લેવામાં આવ્યું

જામનગર      ભારતીય હવામાન વિભાગ તરફથી તારીખ 02/09/2024 ના રોજ મળેલી પોર્ટ ચેતવણી મુજબ જામનગરના બંદરો ઉપરથી DW સિગ્નલ 2 ઉતારી લેવામાં આવ્યું છે. હાલમાં લોકલ વોર્નિંગ સિગ્નલ DC 1 આગામી સૂચના મળે ત્યાં સુધી ફરકાવવામાં આવ્યું છે. તેમ જામનગર ગ્રુપ ઓફ પોર્ટસના પોર્ટ ઓફિસરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. Advt.

Read More