બોટાદ જિલ્લાનાં ખોપાળા ગામની જીવનશાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેર તેમજ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પ્રભાતસિંહ મોરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે બોટાદ જિલ્લાની શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન માટેનાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે બોટાદની ખોપાળા ગામની જીવનશાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના ખોપાળા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “દેશનાં વિકાસમાં કરીએ યોગદાન-હર હાલતમાં કરીએ મતદાન”, “મેરી શાન-વોટ કા નિશાન”, “અપના અમુલ્ય વોટ દેકર બને દેશ કે…

Read More

બોટાદ જિલ્લાની બન્ને વિધાનસભા બેઠકોનાં જનરલ ઓબ્ઝર્વરઓનું આગમન

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે સાંતનું ગોયેલ(IAS) અને ૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે જી. શ્રીકાંત (IAS) ની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને જનરલ ઓબ્ઝર્વરઓનુ બોટાદ જિલ્લામાં આગમન થઈ ગયું છે. વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી અન્વયે ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તાર માટે કોઈ વ્યક્તિને ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત હોય તો ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તારનાં જનરલ ઓબ્ઝર્વર સાંતનું ગોયેલને મો. નં. ૮૪૬૯૦ ૧૫૩૨૦, લેન્ડ લાઈન નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૧ અને ફેક્સ નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૬ ઉપર…

Read More

વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે 38 મળીને બોટાદ જિલ્લામાં કુલ 42 ફોર્મ ભરવામાં આવ્યા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ દિવસે આજે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ના રોજ બોટાદ જિલ્લામાં અંતિમ દિને કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 42 ફોર્મ ભરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, 107 બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને 19 ઉમેદવાર દ્વારા 24 ફોર્મ અને અગાઉ 4 ઉમેદવાર દ્વારા ભરાયેલા 4 ફોર્મ મળી કુલ 23 ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે 106 ગઢડા વિધાનસભામાં…

Read More