જુનાગઢ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ નું અયોજન

હિન્દ ન્યુઝ, જુનાગઢ જુનાગઢ નગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વર્ષ પ્રતિપદા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ નવ વર્ષના પ્રથમ દિવસ અને પરમ પૂજ્ય ડોક્ટર સાહેબ ની જન્મ તિથિ ના મંગલ દિને આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકમ હિન્દુ નવું વર્ષ ના દિવસે દર વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આ વર્ષનું આયોજન આજરોજ તારીખ ૩ એપ્રિલ 2022 ના દિવસે કરવામાં આવ્યું હતું.     પ્રથમ પથ સંચલન ત્યારબાદ જોગાનુજોગ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડોક્ટર કેશવરાવ બલિરામ હેડગેવાર…

Read More

ગોહિલવાડના શેત્રુંજી કાંઠાના પ્રદેશમાં ‘વસુંધરાની વાણી’ સાંભળવાનો લ્હાવો

હિન્દ ન્યુઝ, ભાવનગર ગોહિલવાડના શેત્રુંજી નદીના કાંઠાના પ્રદેશમાં આગામી શુક્રવાર થી રવિવાર દરમિયાન ‘વસુંધરાની વાણી’ સાંભળવાનો લ્હાવો મળનાર છે. શેત્રુંજી નદીની છાયામાં આ આયોજનમાં દેશના વિવિધ ભાગના લોકગાયકો દ્વારા લોકવાણી તથા ગાનની રજૂઆત કરવામાં આવશે. ‘વસુંધરાની વાણી સમિતિ’ દ્વારા થયેલ આયોજન હેતુ જોઈએ તો જે વહેવારની ભાષામાં જ પુરાઈને રહેતાં આપણાં જીવને કૂણો, કુમળો અને પ્રાકૃતિક બનાવવાની નેમ રાખે છે, જે મુજબ ધર્મ, જાતિ, પ્રતિષ્ઠા, સંપત્તિ, ભણતર તેમજ હોદ્દામાં વહેંચાયેલા મનને એકાત્મતા તરફ લઈ જાય તેવી માનવીય ભાવસભર ઉત્તમ કૃતિઓ રજૂ કરવા સન્મુખ રીતે થતાં ગાન અને શ્રવણની પ્રણાલીને ફરી…

Read More

કતારગામ ખાતે નેશનલ ફેડરેશન ઓફ સુરત શાખા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓ ને મોબાઈલ આપવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, કતારગામ નેશનલ ફેડરેશન ઓફ સુરત નાં પ્રમુખ સુદીપ ત્રિપાઠી, ઉપપ્રમુખ પરસોત્તમભાઈ લાખાણી, જનરલ સેક્રેટરી દેવયાનીબેન ઠાકોર, યુવા સેક્રેટરી, સંજયભાઈ ચાવડા ના સહયોગ અને આયોજનથી નેશનલ ફેડરેશન ઓફ સુરત શાખા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી પ્રજ્ઞાચક્ષુઓને તેમની પ્રજ્ઞાલિપિ ભાષાના મોબાઈલ ફોન દરેક પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો તથા પ્રજ્ઞાચક્ષુ શૈક્ષણિક અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ ને મોબાઈલ ફોન વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરેલ.   આ કાર્યક્રમમાં નામી અનામી સંસ્થાઓ તથા સતાધીશો આમંત્રિતો હતા અને લગભગ ૧૫૦ જેટલી સંખ્યામાં દરેક વ્યક્તિઓને મોબાઇલ ફોન વિતરણ કરવામાં આવેલ. આ આયોજન દરેકના સહકારથી સુપેરે સંપન્ન થયું…

Read More

જસદણમાં રામનવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, જસદણ જસદણ આગામી 10 એપ્રિલ ના રોજ ભગવાન શ્રી રામના જન્મોસત્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે સોભાયાત્રાના ને લઈને આજે રામનવમી ઉસ્તવ સમિતિ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રામનવમીના આયોજનને લઈને આજે હિન્દૂ સંગઠની એક બેઠક યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દૂ સમાજના અગ્રણીહો હાજર રહ્યા હતા કોરોનાના બે વર્ષ બાદ રામનવમીની શોભાયાત્રા યોજય રહી છે ત્યારે રામનવમી ધામધૂમથી ઉજવાય તે માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સોભાયાત્રા લઈને જસદણ શહેરમા ધજા પતાકા લગાવીને શહેરની બજારોને શણગારવામાં આવી છે આ બેઠકમાં શોભાયાત્રા ના રૂટ તેમજ આયોજન…

Read More

સી એસ આર યોજના હેઠળ દિવ્યાંગજન માટે સહાયક ઉપકરણો નુ નિ:શુલ્ક​ વિતરણ સમારોહ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ – કંડલા હિન્દ ન્યૂઝ, ભુજ 02 એપ્રિલ 2022 ના રોજ, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન્સ- કંડલા, ના સી એસ આર યોજના હેઠળ, નવજીવન વિકલાંગ સેવાશ્રય, ભચાઉ ખાતે દિવ્યાંગજનો માટે સહાયક ઉપકરણોના નિ:શુલ્ક​ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અગાઉ કચ્છ જિલ્લાના 85 દિવ્યાંગજનોની ઓળખ કરવામાં આવી હતી અને આજે 02.04.2022ના રોજ રૂ.25 લાખ ની લાગત કિંમતની 201 સહાયક ઉપકરણો નુ વિતરણ કરવામાં આવ્યું હતું. આજના એસેસરીઝ વિતરણ સમારોહના મુખ્ય મહેમાન તરીકે વિનોદભાઈ ચાવડા, માનનીય સાંસદ-કચ્છ-મોરબી, વિરેન્દ્રસિંહ જાડેજા, માનનીય ધારાસભ્ય- માંડવી-મુન્દ્રા,…

Read More

બોટાદ જિલ્લામાં ઉત્સાહપૂર્વક પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) નો પુન:પ્રારંભ કરાયો

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં ઉત્સાહપૂર્વક પી..એમ.પોષણ (મધ્યાહન ભોજન યોજના) નો પુન: પ્રારંભ કરવામાં આવ્યો. કોવિડ મહામારીને લીધે છેલ્લા ૨ વર્ષ જેટલા લાંબા સમયથી સરકારી શાળા બંધ હોવાના કારણે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજનના સ્થાને ફૂડ સીકયુરીટી અલાઉન્સ આપવામાં આવ્યું હતું. જે તા.૩૧/૦૩/૨૦૨૨ થી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ બોટાદ જિલ્લા ખાતે તમામ સરકારી શાળાના કુલ – ૨૪૫ મધ્યાહન ભોજન કેન્દ્રો ખાતેથી ૨ વર્ષ બાદ ગરમા – ગરમ ભોજન આપવાની પુન: શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના વિકાસશીલ તાલુકા બરવાળા ખાતે ગરમા – ગરમ ભોજન ઉપરાંત કાર્યરત દૂધ સંજીવની યોજના…

Read More

બોટાદ જિલ્લામાં તા. ૨૮ એપ્રિલના રોજ જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, બોટાદ બોટાદના નિવાસી અધિક કલેકટરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બોટાદ જિલ્લાનો એપ્રિલ –૨૦૨૨ ના માસનો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૮-૦૪-૨૦૨૨ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગત અને તાલુકા સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી…

Read More

રાજ્યના શાળાના વિદ્યાર્થીઓ માટે ક્ષુધા સંતોષવા સાથે ચહેરા પર આનંદ અને હોઠ પર હાસ્યનું નિમિત્ત બનેલી મધ્યાહન ભોજન યોજના

હિન્દ ન્યુઝ, ભાવનગર કોરોનાની વૈશ્વિક મહામારીના પગલે છેલ્લાં બે વર્ષથી રાજ્યની શાળાઓ મોટાભાગે બંધ જેવી હાલતમાં હતી.શિક્ષણ ઓનલાઇન ચાલતું હતું, તેથી શાળાના પ્રાંગણ બાળકોની કિલકારીઓથી ગુંજતા બંધ થઈ ગયાં હતાં. પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજ્ય સરકારે શાળા ઓફ લાઇન શરૂ કરવાનો કરવાનાં લીધેલા નિર્ણયને પગલે શાળાઓ ફરીથી ધબકતી અને ચેતનવંતી બની છે. ગ્રામ્ય વિસ્તારમાં શાળાએ આવતાં બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દરરોજ બપોરે પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે. પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને દરરોજ બપોરે ભોજન પૂરું પાડતી એવી આ યોજના પોષણ…

Read More

મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન- પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમાને શ્રદ્ધાસુમન- પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પૂણ્યતિથિ નિમિત્તે ઈતિહાસ અનુસ્નાતક ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે ડો.લક્ષ્મણ વાઢેર, (અધ્યક્ષ, ઈતિહાસ વિભાગ, શામળદાસ કોલેજ)નું “ઉચ્ચ શિક્ષણ ના વિકાસમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજીનુ પ્રદાન”વિશે વ્યાખ્યાન યોજાયું હતું. તેમણે જણાવ્યું કે, મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું શાસન સૂત્ર હતું કે, ‘શિક્ષિત પ્રજા એ રાજ્યના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે.’ ભાવનગરમાં ગોહિલ વંશના રાજાઓને પ્રજાવત્સલ રાજાઓ અને લોક મહારાજાઓનું સન્માન પ્રાપ્ત થયું છે. ૧૭૨૩માં મહારાજાશ્રી ભાવસિંહજી પહેલાએ સિહોર ખાતેથી ભાવનગરમાં રાજધાની…

Read More

જિલ્લા કાનૂની સેવા સા મંડળ, ભાવનગર તથા ભાવનગર વહિવટી ખાતાનાં સહયોગ દ્વારા મોબાઇલ યુનિટ/વાન થકી કાનૂની સહાય અંગે ૪ કાનૂની શિક્ષણ શીબીરનું આયોજન કરેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી મોબાઈલ લીગલ સર્વિસ યુનીટ/વાન મારફત ભાવનગર જિલ્લાનાં તાલુકા ખાતે તેમજ છેવાડાનાં ગામડાઓમાં લીગલ અવેરનેસ તથા સરકારની વિવિધ યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે માટે તા.૩૦-૦૩-૨૦૨૨ નાં રોજ ભાવનગર ખાતે મોબાઈલ વાન આવેલ. જિલ્લા કાનૂની સેવા સા મંડળ, ભાવનગર તથા ભાવનગર વહિવટી ખાતાનાં સહયોગ દ્વારા આ મોબાઇલ યુનિટ/વાન સાથે રહી ભાવનગર જિલ્લાનાં ઉમરાળા, સિહોર તથા ગારીયાધાર તાલુકા તેમજ આ તાલુકાનાં ગામડામાં મફત કાનૂની સહાય અંગે ૪ કાનૂની શિક્ષણ શીબીરનું આયોજન કરેલ. જેમાં આશરે ૩૦૦ લોકોએ ભાગ લીધો હતો તેમજ સરકારની…

Read More