જિલ્લા કાનૂની સેવા સા મંડળ, ભાવનગર તથા ભાવનગર વહિવટી ખાતાનાં સહયોગ દ્વારા મોબાઇલ યુનિટ/વાન થકી કાનૂની સહાય અંગે ૪ કાનૂની શિક્ષણ શીબીરનું આયોજન કરેલ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ તરફથી મોબાઈલ લીગલ સર્વિસ યુનીટ/વાન મારફત ભાવનગર જિલ્લાનાં તાલુકા ખાતે તેમજ છેવાડાનાં ગામડાઓમાં લીગલ અવેરનેસ તથા સરકારની વિવિધ યોજનાઓનો બહોળો પ્રચાર પ્રસાર થાય તે માટે તા.૩૦-૦૩-૨૦૨૨ નાં રોજ ભાવનગર ખાતે મોબાઈલ વાન આવેલ. જિલ્લા કાનૂની સેવા સા મંડળ, ભાવનગર તથા ભાવનગર વહિવટી ખાતાનાં સહયોગ દ્વારા આ મોબાઇલ યુનિટ/વાન સાથે રહી ભાવનગર જિલ્લાનાં ઉમરાળા, સિહોર તથા ગારીયાધાર તાલુકા તેમજ આ તાલુકાનાં ગામડામાં મફત કાનૂની સહાય અંગે ૪ કાનૂની શિક્ષણ શીબીરનું આયોજન કરેલ. જેમાં આશરે ૩૦૦ લોકોએ ભાગ લીધો હતો તેમજ સરકારની વિવિધ યોજનાઓ જેવી કે નિરાધાર વૃદ્ધ સહાય, ઇંદિરા ગાંધી વૃધ્ધ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય, મકાન સહાર, લોન સહાય, શૌચાલય સહાય, ગંગા સ્વરૂપા આર્થિક સહાય તથા પી.એમ.જે.વાય. વગેરે યોજનાઓના કુલ ૧૦૩ લાભાર્થીઓને લાભ મેળવ્યો હતો.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment